Amit Shah exposes BJP Mayor Pratibha Jain बीजेपी मेयर प्रतिभा जैन की पोल अमित शाह ने खोली
અમદાવાદ, 22 ડિસેમ્બર 2024
અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. તેની પૂર્વ મેયર અમિત શાહ અને હાલના મેયર પ્રતિભાજૈન, જતિન પટેલ, ઉપ સભા પતિ દેવાંગભાઈ દાણી, ખડી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ પ્રજાપતિને ખબર પણ ન પડી.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સાંસદો ,ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે શાસનાધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપેલો હતો. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ.
જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જ્યા 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા પછી શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.
મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે. હાલ જ તપાસ કરાવો.
બાંધકામ અટકાવવા લોકોની રજૂઆત, કોઈ કાર્યવાહી નહીં
આ દુકાનોનુ બાંધકામ શરુ થયુ એ સમયથી લોકો તરફથી રજુઆત કરી હોવાછતાં મ્યુનિ.તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. સામે ઉર્દૂ શાળા છોકરીઓ માટે ચલાવવામાં આવતી હતી. એક સમયે 200થી વધુ છોકરીઓ અભ્યાસ કરતી હતી.
શાળાના તોડી શાળાની આસપાસ આવેલા વર્ષો જુના વૃક્ષો કાપી કોમ્પલેકસ અને ફલેટ બનાવવાનુ શરૂ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ કરી જુદા જુદા સરકારી વિભાગોમા રજુઆત કરી હતી.
સ્થાનિક ધારાસભ્યની ઓફિસે જઈને પણ લોકોએ આ અંગે રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. આ બંને શાળાઓની જગ્યા રૂ. 80 કરોડની કિંમતની છે. ગેરકાયદે બાંધકામ દુર કરી આ જગ્યાનો કબજો લેવા મ્યુનિ.કમિશનરને રજુઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામા આવી હતી.