અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર

અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી

દિલીપ પટેલ
1 – ગુંડાઓને છૂટો દોર આપી દીધો.
2 – અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ
3 – બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા.
4 – મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું.
5 – ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી.
6 – પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની સામગ્રી ગાયબ કરી દીધી હતી.
7 – સવારના પહોરમાં તોફાન કરવાનું અને ધમાલ કરવાનું ભાજપે નક્કી કર્યું હતું. જેથી લોકો મતદાનમાં બહાર ન નિકળે.
8 – હિંદુ વિસ્તારોમાં મતદાન પહેલાં અને મતદાન કરી લીધા પછી ચા, નાસ્તો અને ભોજન અપાયા.
9 – બુથ કેપ્ચરીંગ
10 – ભાડુતી મતદારો લાવી આદિવાસીઓ દ્વારા મતદાન કરાવો.
11 – ભાજપના નેતાની બેઠક ભયનો માહોલ ઊભો કરી દેવાયો હતો.

10 લાખ મતથી હું જીત્યો એવું બતાવવા માટે અમિત શાહે ગાંધીનગરમાં નૈતિકતા બાજુ પર મૂકી છે.  લહેર ન હતી. 2014 અને 2019ના લહેરની ચૂંટણી હતી. ત્યારે મતદાન વધારે થયું હતું. સી આર કરતાં લીડ વધારવી છે. મતાધીકાર છીનવી લીધો. આટલું ખોટું મતદાન જીત માટે નહીં પણ લીડ માટે થયું એવું પહેલી વખત ગુજરાતમાં થયું. બિહારથી ગુજરાત આગળ નિકળી ગયું છે. બિહારથી વધારે ખરાબ હાલત છે.

ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે જણાવ્યું હતું કે,

ગાંધીનગરમાં પોલીસ મશીનરી ભાજપના ઈશારે નાચતી હતી. અમિત શાહને જીતાડવાનું બીડું પહેલેથી જ ઝડપેલું હતું. જે કાલે પુરું કર્યું હતું. 10 લાખ મતે જીતાડવાનું કામ પોલીસે પુરું કર્યું.

હિંદુ મતદારોને વધારેમાં વધારે મતદાન કરાવવા અને મુસ્લિમ મતદારો મત આપવા ન જાય તેવી સ્ટ્રેરેજી હતી.

પહેલાં જો ખાનગી મિલકતોમાં આ વખતે પોલીંગ બુથ બનાવાયા હતા. જ્યાં ભાજપનું પ્રભુત્વ હતું. આવા સ્થળેથી કોંગ્રેસના પોલીગ એજન્ટને હાંકી કાઢવામાં આવ્યા હતા.

મતદાન મથકોએ હિંદુ સોસાયટીઓમાં સવાર મતદાન વખતે ચા અને નાસ્તો, બપોરે જમણવાર રાખવામાં આવ્યા હતા. સાંજે જમણવાર રખાયા હતા. વાડજ, નારણપુરા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, બોડકદેવ જેવા વિસ્તારો

પ્રિસાઈન્ડીંગ અધિકારીઓ મળેલા હતા. પોલીંગ એજન્ટોને કાઢી મૂકવામાં આવ્યા હતા. છેલ્લે તૈયાર કરેલી મતદાર યાદીઓમાં ઘણાં નામો કાઢી નાંખવામાં આવ્યા હતા. ત્રણ વખત મતદાન મથકે સુધારેલી મતદાર યાદી મોકલવામાં આવી હતી.

અમૂક વિસ્તારમાં પોલીસ સતત ચક્કર મારતી હતી. એટલે મતદારો ગભરાઈ ગયા હતા. હિંદુ વિસ્તારોમાં પોલીસ આવું કરતી ન હતી પણ મુસ્લિમ મતદ વિસ્તારોમાં આવું થતું હતું.

પરંપરાગત રીતે કોંગ્રેસના વિસ્તારો છે ત્યાં મતદાન ન થાય એ માટે તમામ તરકીબો અપનાવવામાં આવી હતી.

બોગસ વોટીંગ ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. એક-એક માણસ 15-16 મત આપવા ગયો છે. આવી વિગતો ભેગી કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના પોલીંગ એજન્ટને કાઢી મૂકવામાં આવ્યા હતા.
ઘાટલોડિયામાં અમિત શાહ પોતે ફર્યા હતા.

જૂહાપુરા

મકતમપુરામાં અરાજકતા
મુસ્લિમ વિસ્તાર જૂહાપુરામાં આગલી રાતે કોંગ્રેસ કચેરીએથી પોલીંગ એજન્ટને કીટ આપવામાં આવી હતી. જેમાં ઉમેદવારનું ફોર્મ, મતદાર યાદી, સ્લીપ વગેરે આપવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓએ જૂહાપુરામાં મતદાતાના નામની અને બુથની સ્લીપ આપી ન હતી. આગલી રાતે ગુંડાઓએ આવીને કોંગ્રેસના કાર્યકરો અને પોલીંગ એજન્ટો પાસેથી આ કીટ અને મટીરીયલ છીનવી લીઘું હતું. 84 બુથનું આવી ચૂંટણી સામગ્રી કોંગ્રેસની છીનવી લેવામાં આવી હતી. આખો મકતમપુરા વોર્ડમાં આવું થયું. ઉમેદવારે પોતે દોડી જવું પડ્યું હતું. પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું પણ તે માટે લોકો તૈયાર ન થયા એટલાં ગભરાયેલા હતા. ચૂંટણી અધિકારીને ઉમેદવારે મેઈલ કર્યો હતો. નવું મટીરીટલ મંડાવીને આપવામાં આવ્યું હતું. ગભરાયેલાં હતા

રહેણાંક વિસ્તારમાં મતદાન મથકો
ગાંધીનગર મત વિસ્તારમાં સરકારી અને મહાનગર પાલિકાની પુરતી કચેરીઓ હોવા છતાં પણ ખાનગી સોસાયટીઓના મકાનોમાં ચૂંટણી પંચે મતદાન મથકો પહેલી વખત ઊભા કરી દીધા હતા.

સેન્ટ્રલ ઓબ્ઝર્વરને ફોન કર્યા હતા. તેમણે કલેક્ટરને ફોન કરવાનું કહ્યું હતું.

સહી મેચ ન કરી
ચૂંટણી એજન્ટ કોંગ્રેસે બદલ્યા અને તેની જગ્યાએ નવા એજન્ટ મૂકવામાં આવ્યા હતા. આ બધી પ્રક્રિયા કરવામાં કોંગ્રેસને બે કલાકનો સમય લાગી ગયો હતો. વ્યાપક ફરિયાકો બુથ અધિકારી દ્વારા કરવામાં આવી કે કોંગ્રેસના એજન્ટની સહિ મેચ થતી નથી. આ અંગે મામલતદાર કચેરીએ ફોન કરીને ફરિયાદ કરી હતી. મામલતદારે  કહ્યું કે કોંગ્રેસે જે સુધારા મોકલેલા તે અમે મોકલી દીધા છે. કોંગ્રેસે દરેક બુથ કે જે શાળાઓમાં હતા તે દરેકના નામો આપીને ફરિયાદ કરી હતી કે તેમને એજન્ટનો બુથમાં બેસવા દેવામાં આવતાં નથી. સવારે 9 વાગ્યા સુધી આ ધમાલ ચાલતી રહી હતી.

જુહાપુરામાં અરાજકતા
પોલીંગ એજન્ટ જુહાપુરામાં મૂકવા દીધા ન હતા.જે મૂકાયા હતા તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ડરાવી ધમકાવીને તગેડી મૂકવામાં આવ્યા હતા.

બુથ પર પથ્થર મારો
મુસ્લિમ માણસો દ્વારા અમૂક બુથમાં સંકલિત નગરમાં પથ્થર મારો થયો હતો. બીએલઓ હાજર હતા. કોંગ્રેસના ઉમેદવાર ત્યાં પહોંચી ગયા હતા.

ઉમેદવારની કાર પર પથ્થર મરાયો
કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલની કાર પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના સંકલિત નગરમાં બની હતી. થોડા પથ્થરો ફેંકાયા હતા. તેઓને કોઈ ઈજા થઈ ન હતી.

મતદાર યાદી છીનવી
બીએલઓ પાસેથી સંકલિતનગરમાં મતદાર યાદી છીનવીને લઈ ગયા હતા. અહીં ભારે મથ્થરમારો થતો હતો. માણસો બુથની અંદર આવીને છીનવી ગયા હતા. ચૂંટણી પંચના અધિકારીઓ પાસેથી જ મતદાર યાદી છીનવી લેવામાં આવી હતી. ફોનમાંથી મતદાર યાદી જોઈને મતદાન કરાવવું પડ્યું હતું. વારંવાર ફરિયાદો કર્યા પછી મોડેથી પોલીસ આવી હતી. પોલીસ પણ યોગ્ય જવાબ ઉમેદવારને આપતી ન હતી. મતદાન કામગીરી થંભી જાય એવું કરી દેવામાં આવ્યું હતું.

કાળુગરદન
કાળુગરદન ત્રણ શાળામાં આવું કામ કરતો હતો. નઈમ સયદનું ગળુ કાપી હત્યા કરી ત્યારથી તેનું નામ કાળુગરદન પડી ગયું છે. શાળાઓની આગળ જઈને ડરાવવા અને ધમકાવવા બધું કરવામાં આવતું હતું. બરફની ફેક્ટરી છે ત્યાં માર્ગની વચ્ચે એક મોટો ટ્રક ઊભો રાખી દેવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિક જામ થઈ જાય. જેથી વાહનો લઈને કોઈ મતદાન કરવા ન જઈ શકે. બધે જઈને 200 રૂપિયા આપીને આંગળી પર સાહી મૂકીને બધાને અહીંથી કાઢી મૂકવામાં આવતાં હતા. થઈ ગયું મતદાન. તેમે જાઓ. આ બધી કાળુગરદનની કામગીરી હતી.

આંગળીમાં સાહી
ગુંડાઓને પોલીસ ધમકાવતી હતી તે મુસ્લિમોનું મતદાન ન થયું જોઈએ. વેજલપુર વિસ્તારમાં દોઢ લાખ મતદારો છે. ઘણા વિસ્તારોમાંથી લક્ઝરી ભરીને બહાર મોકલી દેવાયા અથવા તેમની આંગળી પર સાહીની નિશાની કરી દેવામાં આવ્યા હતા. સાહીની બોટલો લઈને ગુંડાઓ બેસી ગયા હતા. 200થી 1 હજાર આપીને ગુંડાઓ આપતાં હતા. ગરીબ વસ્તીમાં જઈને 200 રૂપિયા આપીને આંગળી પર નિશાન લગાવી દીધા હતા.

કમલેશ ત્રિપાઠી
ભાજપના નેતા અને અમિત શાહના જમણા હાથ સમા કમલેશ ત્રિપાઠી અહીં આવી પ્રવૃત્તિ કરતો હતો.
જ્યાં જ્યાં ગુંડા ઊભા હતા ત્યાં ત્યાં ફરિયાદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

નુરજહાં દીવાન
નુરજહાં શાળામાં આ રીતે લોકોને બહાર કાઢવામાં આવતાં હતા. પૈસા આપીને આંગળી પર ચિન્હ લગાવી દેવામાં આવતાં હતા.

બસો મૂકી
મતદાનના આગલા દિવસે સુરત બસ લઈ જવામાં આવી હતી. ગાડીઓમાં અજમેર મોકલી દીધા. લક્ઝરીમાં લઈ જવાયા હતા. ખાવા પીવાના અને રહેવાની સગવડ હતી.

પેરોલ પર
અસામાજિક તત્વોને દરવખતની જેમ કેદીઓને પેરોલ પર જેલની બહાર કઢાયા હતા.

ચૂંટણી પંચને આ બધી ફરિયાદો ગાંધીનગરના ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે. વોર રૂમ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. મામલતદારને વિગતો આપવામાં આવી હતી.

ઉમેવારને સતત ફોન
મતદાન પરું થયું ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવાર આ ફરિયાદો કરતાં રહ્યાં હતા. તેઓ મતદારોની વચ્ચે જઈ શક્યા ન હતા. અરાજકતા અંગે કોંગ્રેસના ઉમેદવારને સતત ફોન આખો દિવસ આવતાં રહ્યાં હતા. અગણીત ફરિયાદો અમિત શાહના મત વિસ્તારમાં આવી હતી.

ફતેહવાડી નહેર પાસે ફાર્મ પર બેઠક મળી હતી. જેાં કેટલાંક અસામિજિક તત્વોએ જાહેરમાં અપીલ કરી હતી કે, જૂહાપુરમાંથી આપણે મતદાન કરવાનું નથી. અહીંથી દરગાહમાં ધાર્મિક કાર્યો માટે જવા માટે બસો મૂકવામાં આવી હતી.

આ બધું જ પ્લાન અમિત શાહ અને મોદીનું હતું એવું ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ કહી રહ્યાં છે.

મતદાનમાં ફેર
અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં જે મતદાન થયું છે તેનાથી ગાંધીનગરમાં વધારે મતદાન થયું છે. આખા અમદાવાદમાં એકસરખુ મતદાન થવું જોઈએ. પણ તેમ થયું નથી. તેથી કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે અમિત શાહના ગાંધીનગર મત વિસ્તારમાં જે વધારાનું મતદાન દેખાય છે તે બોગસ મતદાન છે.
ગાંધીનગરમાં એવો તે શું જાદુ છે કે, વધારે મતદાન થયું છે. બોગસ વોટીંગ થયું છે.
22 લાખ મતદાર છે. 50 ટકા વોટીંગ થાય તો 11 લાખ મત નિકળે. તો ક્યાંથી 10 લાખની લીડથી જીતે. 65 ટકા મતદાન કરાવે તો જ તે વધારે મત મેળવે. 13 લાખ મતદાન થાય તો 10 લાખે જીતે. તેઓ 70 ટકા મતદાન કરવા માંગતા હતા.

બેંક અને ડેરી
ઘણાં વખતથી એડીસી બેંક અને ડેરી લાગી હતી. અમિત શાહને જીતાડવા માટે કામે લાગી ગયા હતા. તેઓને સરૂઆતમાં ખબર હતી કે તેમની તરફેણમાં મતદાન થવાનું નથી. તેથી આવા ધંધા કર્યા છે.

ગાંધીઆશ્રમ
ગાંધીઆશ્રમ પાસે રામાપીરના ટેકરામાં મકાનો તૂટી ગયા છે ત્યાંના બિલ્ડરે વિશાળ મંડપો કરીને જમવાનું અને નાસ્તા હજારો લોકોને આપવામાં આવ્યા હતા. ત્યાં ગરીબ લોકોને ભરપેટ ખાવાનું આપવામાં આવતું હતું.

પેરોલ પ્રેક્ટીશ
જેલમાંથી જેમને બહાર લાવવામાં આવ્યા હતા. તેઓ 3 દિવસથી પોતાના વિડિયો બનાવીને મૂકતાં હતા અને કહેતાં હતા કે અમે બહાર આવી ગયા છીએ. આતંકનો માહોલ ઉભો કરી દીધો હતો. અમે પિક્ચરમાં આવી ગયા છે. સાચવજો. આવો મેસેજ આ વિડિયોમાં આપવામાં આવ્યો છે.

સબનમ હાસમી
સબનમ હાસમીએ ટ્વીટ કર્યું હતું. તેઓ રાતના બે વાગ્યા સુધી બેઠા હતા. કોંગ્રેસના વોર રૂમમાં આ બધી વિગતો આવી હતી. સ્થાનિક કાર્યકરો એકબીજાને ઓળખતાં હોય છે તેથી તેઓ વધારે બોલી શકતા નથી.

રિબડા
જુહાપરામાં ગોંડલના રીબડાના અનિરદ્ધ પણ સભામાં હાજર હતા. સુલતાન નામના એક આરોપીને જેલમાંથી પેરોલ આપી અહીં કામે લગાવાયો હતો. જેને અત્યાર સુધી જેલમાં પેરોલ મળતી ન હતી. નદીમ સૈયદની હત્યા કરનારા કાલુ ગરદન અહીં જોવા મળ્યો હતો. જે સંકલિત નગરમા ઊભો રહી ગયો અને મતદારોને અટકાલતો હોવાની ફરિયાદો થઈ હતી.
જુહાપુરમાં 2 લાખની વસતી છે. કોઈ મતદાન ન કરે તેના તમામ પ્રયત્નો કરાયા હતા. માર્ગોની વચ્ચે ટેમ્પા મૂકી દેવાયા હતા. તેથી મતદારો બુથ સુધી જઈ ન શકે.

આગલી રાતે ઘણી સોસાયટીમાં ભેગા થયા. ઈલેક્ટ્રોલ રોગ ગુમ કરી દીધા હતા. 4 મુસલમાન ભેગા થાય તો તેમને ભગાડી મૂકવામાં આવતાં હતા. ક્રાઈમ બ્રાંચ, પોલીસ, ગુંડા તત્વોને કામે લગાડ્યા હતા. લુખ્ખાને ભેગા કરીને કહ્યું કે જીવવું જોય તો આ કામ કરો. કોઈને મત આપવા દે તે કેવી લોકશાહી. અમિત શાહને મત શામાટે આપવો. અમિતને નથી આપવો તો વિરોધ પક્ષને તો આપો. એવી દલીલ કરનારાઓને ચૂપ કરી દેવાયા હતા. દરગાહમાં લઈ જવામાં આવ્યા છે. જુહાપુરામાં ઘણી જગ્યાએ વિકાસ તો ઘણાં સમયથી થયો નથી.

અમિત શાહના મત વિસ્તારમાં આવતા કલોક વિસ્તારમાં ભારે અરાજકતા, દાદાગીરી, ગુંડાગીરી, તંત્રની નિષ્ફળતા અને મતો મેળવવાની મહત્વકાંક્ષા ધરાવતાં અમિત શાહની ભારે દાદાગીરી હતી.

કલોક
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કલોલ મતદાન મથકો પર પોલીસનો ગેર ઉપોગ કરાયો હતો. મુલસમાન મતદાન કરવા આવે તો તેને પોલીસ ભગાડતી હતી. ધમાલ કરવા માટે કેટલાંક મુસલમાનોને મોકલવામાં આવ્યા હતા.

ગાયત્રી શાળા
કલોકમાં ગાયત્રી શાળામાં કોન્ટ્રાક્ટર દાહોદ ગોધરાથી આદિવાસીઓને લાવીને બુથ કેપ્ચરીંગ કરીને બોગસ વોટીંગ અમિત શાહને જીતાડવા માટે કર્યું હતું.

કલોકના મતદાન મથક નંબર 81 અને 82 પર કબજો કરી લેવાયો હતો. બુથ નંબર 84 અને 85 ઉપર પ્રદીપ કે ગોહિલે બેઠા બેઠા મતદાન મશીનના બટન દબાવતાં રહ્યાં હતા. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પણ અહીં હાજર હતા.

કલોકના 6 બુથમાં 93 ટકા મતદાન થયું છે. જ્યાં ખોટું થયું છે. ગાયત્રી શાળામાં કલેક્ટર, મામલતદાર ખોટું મતદાન થતું હતું, ત્યારે આવ્યા અને જતાં રહ્યાં હતા.
જેણે આ બધી ઘટનાનો વિડિયો ઉતારેલો તે ફોન લઈ લીધો હતો. પ્રદીપે વિડિયો ડિટીલ મારી દીધો. પછી તે મોબાઈલ 3 કલાક પછી પરત આપવામાં આવ્યો હતો.

અહીં કોર્પોરેટરની દાદાગીરી હતી. 4 વાગ્યા પછી 4 નંબરના વોર્ડમાં ખોટું મતદાન કરાયું હતું. એજન્ટોને અંદર બેસવા દેવાયા નહીં. માર ખાવો છો કે જતું રહેવું છે એવી ધમકીઓ આપવામાં આવી હતી.

પક્ષપલટું
રાજકીય લોકોને મારીને બહાર કઢાયા હતા. જેમાં કોંગ્રેસથી ભાજપમાં પક્ષાંતર કરીને ગયા તેઓ આગળ રહ્યાં હતા. તેઓ કોંગ્રેસના કાર્યકરોને ઓળખતાં હતા. તેથી પોલીંગ એજન્ટોએ બોગસ વોટીંગ કરાયું છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરાવ્યો તે લોકોએ જ મોટી જોહુકમી કરી હતી. મૂળ ભાજપ વાળા ઓછા પણ પક્ષપલટુઓએ વધારે કાંડ કર્યાં છે. અમિત શાહને જીતાડવા માટે.

હીમશીલા જેવી ઘટના
આઈસબર્ગ જેવું છે. ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં અરાજકતાં થઈ હતી. ચૂંટણીના સમુદ્રમાં ટોચકા જેવી ગેરરીતિ આ છે. તેનાથી વધારે ગંભીર ગેરરીતિ થઈ છે. જે શોધવામાં આવી રહી છે. ચૂંટણી પંચ, અધિકારીઓ, પોલીસ અને ભાજપ સામે પૂરતાં પુરાવા ભેગા કરી દેવામાં આવ્યા છે. તેથી આખી ચૂંટણી પ્રક્રિયાને પડકારવામાં આવશે.

કાર્યવાહી
અમિત શાહની સામે ગુજરાતની વડી અદાલતમાં ચૂંટણી પ્રક્રિયાને પડકારવાની તૈયારી કોંગ્રેસ કરી રહી છે.
ચૂંટણી પંચ સરંડર થઈ ગયું હતું. સરકારી સાધનો અમિત શાહના કબજામાં હતા. પોલીસ અધિકારીઓ અમિત શાહને શરંડર થઈ ગયા હતા. ચમચાગીરી કરવા અને ચટવાગીરી કરવા આખો દિવસ પ્રયાસો કરતાં રહ્યાં હતા.

સાડી આપી
કોંગ્રેસનો આરોપ છે કે, 50 હજાર સાડી કલોકમાં ભાજપે વિતરીત કરી હતી. જેણે મત નથી આપ્યો તેમની પાસેથી બીજા દિવસે સાડી પરત લઈ લેવામાં આવી હતી. અહીં 20 હજાર લોકોનું જમણવાર થયું હતું.

મતદાર મિત્ર
મતદાર મિત્ર લખેલી ઓરેન્જ રંગના ટીશર્ટ પહેલીને યુવાનોએ બોગસ વોટીંગ કરાવાયું છે.

સુધીરભાઈ એલ પરમાર કહે છે કે,
પોલંગ એજન્ટ
81 નંબરનું બુથ લીધું હતું. ત્યાં હતો. બુથ છોડવા માટે બોલે એટલા પૈસા આપવા તૈયાર હતા. અમે પક્ષના વફાદાર છીએ. બોગસ મતદાનમાં મોબાઈલ તૂટી ગયો હતો. ગુંડા આવ્યા હતા. તમારી ઔકાત શું. 81-82માં બોગસ વોટીંગ કર્યું હતું. ધમકી આપી કે નિકળી જાઓ. તમારી પથારી ફરી જશે એવી ધમકીઓ આપવામાં આવી હતી. મજૂરો દ્વારા મતદાન કરાયું હતું. આઈસર અને ટ્રેકટર ભરીને મતદાન કરાવવા મજૂરોને લવાયા હતા.

પોલીસ અધિકારીઓ
23 નંબરનો રૂટ પરની પોલીસ આવી હતી. ચૂંટણી પંચના કેમેરા તેમની પાસે હતા. તુષાર કે નાયક અને રૂપાજી – અહીંથી નિકળો, અધિકારીઓને કહી દીધું કે અહીંથી નિકળો. મામલતદારની ગાડી આવી તો તેમને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. કોઈ મતદાન કરવા આવતું ન હતું ત્યાં એકા એક લાઈનો લાગી ગઈ હતી. એટલું મતદાન કરવામાં આવ્યું હતું. આટલી છૂટ આપી દીધી. લોકશાહી જેવી કોઈ ચીજ નહીં. પ્રિસાઈડીંગ અધિકારીને બહાર કાઢી મૂક્યા. સીસીટીવી કેમેરા વાળી નાંખ્યો હતો.

તેઓ કહે છે કે, ઝારશાહી મેં પહેલી વખત જોયું. એક જીતનો ઉમેદવાર આવું કરે તે હદ થાય છે. હિલ્મી સીન – ગુંડાગર્દી હતી. નિકળો અહીંથી નહીંતર જોવા જેવી થશે. જાતિગત શબ્દો કહ્યાં હતા. પંચના કેમેરા લઈને રાજપુતને જતું રહેવું પડ્યું હતું. તેને કહી દેવામાં આવ્યું કે કેમેરા બંધ કરી દો. સાંજે 4 વાગ્યેથી બુધ કેપ્ચર કર્યું. જે લોકો મરી ગયા છે તેના મત નંખાય ગયા છે. 500 જેવા મત નંખાવી દીધા હતા. ત્યાંથી બીજા બૂથ પર ગયા હતા. એક આંગળીમાં 4 નિશાન હતા. 4 વોટના બે હજાર કમાઈ લીધા હતા. એક વોટની કિંમત રૂ.500 હતી.