અમિત શાહના મતદારો વીઆઈપી અને બીજા 25 સંસદીય મતદારો સેકન્ડ સીટીઝન છે ?

અમદાવાદ લોકસભાના લોકોને 20 કરોડના દવાખાનાના સાધનો તો રાજ્યની 25 લોકસભા બેઠકના લોકોને કેમ નહીં ?

ગાંધીનગર, 24 એપ્રિલ 2021

અમદાવાદમાં સાંસદ અમિત શાહે રૂપિયા 10 કરોડના બે સુમાર સાધનો લાવી આપ્યા છે. બાકીના 25 સંસદિય વિસ્તારના ભાજપના સંસદ સભ્યો રૂપિયા 10 કરોડના સાધનો પણ લાવી શક્યા નથી. તેથી 25 લોકસભા વિસ્તારના લોકો કહે છે કે માત્ર અમદાવાદને જ કેમ અમિત શાહે મેડિકલ સાધનો આપ્યા છે. બીજા 25 વિસ્તારોમાં આવા સાધનો ભાજપના સાંસદો કેમ લાવી શકતા નથી. તેઓ કેમ 6.50 કરોડ લોકોને અન્યાય કરી રહ્યાં છે. બીજી 25 બેઠક ઉપર આવી સુવિધા આપવામાં આવે તો રૂ.250 કરોડ થાય છે. જે કેન્દ્ર સરકારે 6 મહિના પહેલા આપી દેવા જોઈતા હતા.

અમદાવાદના લોકોનો જીવ એ જીવ છે અને પોરબંદરના લોકોનો જીવ એ જીવ નથી ? આવી લાગવગશાહી કેમ ચલાવવામાં આવી રહી છે. દર્દીઓ બધા સમાન હોવા જોઈએ. અમિત શાહના વિસ્તારના દર્દીઓ વીઆઈપી દર્દી કઈ રીતે બની શકે ?

એમ્બ્યુલંસ આપવામાં આવી તેના દરવાજામાં મોદી અને શાહના ફોટો લગાવવામાં આવ્યા હતા.

અમદાવાદ સોલા સિવિલ માટે 50 બાયપેપ મશીન અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માટે 50 બાયપેપ મશીનની વ્યવસ્થા કરાઈ. 6 એમ્બ્યુલન્સ અને 2 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના 8 લાખ લોકોને 160 ગામડા અને ગાંધીનગર જિલ્લાના 100 ગામડા અને સાણંદ, બાવળા, કલોલ અને ગાંધીનગર એમ 4 નગરપાલિકા વિસ્તારની પ્રજાને આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે.

જી.એમ.ડી.સી. હોસ્પિટલ અને કોલવડા ઓક્સીજન પ્લાન્ટના લોકાર્પણ બાદ અમદાવાદ માટે 10 કરોડના ખર્ચે આઈસીયુ ઓન વ્હીલ્સ, મોબાઈલ લેબોરેટરી અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

100 બાયપેપ મશીન અને 25 વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે.

અમદાવાદ સોલા સિવિલ ખાતે આંખના રોગોના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે.

કોવીડની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

અમદાવાદના સાણંદ અને બાવળા વિસ્તારમાં 2 ડિજિટલ એક્સ રે મશીન, 2 સોનોગ્રાફી કલર મશીન, 6 ઓક્સિજન કોન્સનટ્રેટ મશીન, 12 બાયનોક્યુલર માઈક્રોસ્કોપ, 2 ડિજિટલ એક્સ રે મશીન અને ફિઝિયોથેરાપીના મશીનો ફાળવવામાં આવ્યા છે.

ગાંધીનગર વિસ્તારમાં 1 સોનોગ્રાફીક મશીન, 1 ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનેલાઈઝર, 1 લેપ્રોસ્કોપીક મશીન યુનિટ, 1 પોર્ટેબલ ઈ.સી.જી મશીન અને 1 ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીન ફાળવવામાં આવ્યું છે.

નગરપાલીકાવાર બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ અને સોલા સિવિલ અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) માટે એમ્બ્યુલન્સ. સાણંદ-બાવળા માટે મોબાઈલ લેબોરેટરી વાન, ડિજિટલ એક્સ રે મશીન, કલર સોનોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઈક્રોસ્કોપ અને ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સરઢવ માટે એમ્બ્યુલન્સ વાન, ગાંધીનગર માટે બ્લડ સેલ મોબાઈલ વાન અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ તથા કાલોલ-ગાંધીનગર માટે બાયનોક્યુલર માઈક્રોસ્કોપ. કલોલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (સી.એચ.સી.) માટે સોનોગ્રાફી મશીન 3 ડી & 4 ડી, ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનલાઈઝર, લેપ્રોસ્કોપી ઓટોમેટિક કેમેસ્ટ્રી અને ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.