રબડીમાંથી પાણી અને ઘન પદાર્થ અલગ કરવાની પેટન્ટ પુનાની કંપની પાસે છે. સ્વાતી એગ્રો એન્ડ બાયો-પ્રોડક્ટ પ્રા.લિ.ના પ્રોટોકોલનો ઉપયોગ કરીને આંકલાવ તાલુકાના મૂંજકુવા અને બોરસદ તાલુકાના ઝાકળીયાપુરા ગામમાં ખાતર સાથે કૃષિ ઉત્પાદન વધારવા વપરાતી 7 પ્રોડક્ટ બનાવી છે. બનાવવામાં આવે છે. જેનો પ્રોટોકોલ આ કંપનીએ વિકસાવેલો છે. તેને પેટન્ટ લીધી છે. જેમાં જીવાણું અને તત્વો ઉમેરીને ખાતર બનાવે છે. મૂળ વર્ધક પ્રવાહી -રબડીમાંથી પાકના મૂળ વર્ધક પ્રવાહી બનાવવામાં આવે છે. જે મૂળ પાસે ખાડો કરીને અપાય છે. જેમાં 4 પ્રકારના પ્રવાહી પાક વર્ધક છે. સ્લરીબેઝ પ્રોડક્ટ છે. જે મૂળ, પાન, છોડ, ફળ, ઉત્પાદન વધારે છે. વળી ફૂગના ખતરનાક રોગને આવતાં અટકાવે એવા રબડી બેઝ લીક્વીડ તૈયાર કરેલા છે.
સ્લરીબેઝ પ્રોડક્ટ છે
ખેડૂતો કોઈ પણ પાક માટે આ 7 આઈટેમનો પેકેઝ તરીકે વાપરે તો ઘણો સારો ફાયદો થાય છે. વળી આ 7 વસ્તુઓ તો જે તે ખેડૂત સહકારી મંડળીના પ્લાંટમાં બનેલી હશે. જે રીતે દૂધની ડેરી છે એ રીતે. જિલ્લા કે તાલુકા મથકે પણ તે બનાવી શકાય છે.
રબડીની પ્રોસેશ માટે પેટન્ટ
રબડીની વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરવાની પેટન્ટ ધરાવતી સ્વસ્તિક બાયોટેક કંપની સાથે એમઓયુ કરેલા છે. તેની પાસે ઘન અને પ્રવાહી એમ બન્ને અલગ કરવાની ટેકનોલોજી વિકસાવી છે. સોલીડમાંથી ફોસ્ફરસ જેવા રીચ ઓર્ગેનિક બને છે. લીક્વીડની 6 પ્રોડક્ટ છે. ઓર્ગેનિક સર્ટીફિકેશન મેળવેલી આ કંપની છે.
ત્રિભુવનદાસ પટેલ, મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સંસ્થાપક
26 નવેમ્બર 1921માં કેરાલાના કાલીકટ ગામમાં જન્મેલા શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયન ચાર ભાઈ-બહેનોમાં ત્રીજું સંતાન હતા. પિતા બ્રિટીશ સરકારમાં સર્જન-ડૉકટર હતા. માતા કુશળ પિયાનોવાદક હતા. ભણવામાં અત્યંત તેજસ્વી હતા. મદ્રાસ માં લોયોલા કોલેજ માંથી ફિજિક્સમાં બી.એસ.સી. કરી એન્જીનીયરીંગ કર્યું. ટીસ્કોમાં નોકરીમાંથી રાજીનામું આપી મીશીગન સ્ટેટ વિશ્વ વિદ્યાલયમાં ભણવા માટે અમેરિકા ગયા હતા.
બ્રિટીશ સરકારે જાહેર કરેલી યોજના મુજબ 500 યુવાન ભારતીય નાગરિકોને વિશિષ્ટ તાલીમ માટે પરદેશ મોકલવાના હતા, જેમાં ડો.કુરીયન એક હતા. એમને ધાતુશાસ્ત્ર કે ફિજીક્સમાં શિષ્યવૃત્તિ જોઈતી હતી, પણ ડેરી એન્જીન્યરીંગમાં આપવામાં આવી હતી. હરિચંદ દલાયા સાથે મિત્રતા થઇ. 1948માં ભણીને ભારત પાછા આવ્યા. ત્યારે દેશ આઝાદ થઇ ગયો હતો. તેમના મામા જોન મથાઈ સ્વતંત્ર ભારતના નાણા પ્રધાન હતા.
શિક્ષણ વિભાગે ડો.કુરીયનને આણંદમાં નોકરી કરવા માટે નિમણૂક કરી. તેઓ આણંદમાં નોકરી કરવા તૈયાર ન હતા. શિષ્યવૃત્તિના નાણાં વસૂલવા માટે સરકાર તરફથી તેમને ધમકી આપવામાં આવી એટલે આણંદ આવ્યા હતા. બેંગ્લોરની ઈમ્પીરીયલ ડેરી રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં તેમની ડેરી એન્જીનીયર તરીકેની નોકરી પાકી હતી, તે છોડવી પડી હતી. આણંદ મૂકાયા ત્યારે તેમને લાગ્યું કે, ભારત સરકાર તેમની સાથે કઈ છેતરપીંડી કરી છે.
8 મહિનામાં તેઓ આણંદમાં કંટાળી ગયા અને રાજીનામું આપી દીધું. તેઓ ફરી કેરાલા જવા તૈયાર થયા ત્યારે ખેડા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સંસ્થાપક ત્રિભુવનદાસ પટેલએ એમણે થોડા દિવસ રોકી લીધા. પછી ખેડૂતોનો પ્રેમ જોઈને તેઓ રોકાઈ ગયા અને વિશ્વને એક સહકારી દૂધ સંસ્થાના મેનેજર તરીકે ભેટ આપી.
ખાનગી કંપનીની મદદથી પ્રોજેક્ટ
તેમણે વિશ્વ વિખ્યાત નેસ્લે કંપનીને પડકા ફેંક્યો હતો. તેમના જેવી ડેરી પ્રોડક્ટ બજારમાં મૂકીને આ કંપનીને હંફાવી દીધી હતી. હવે આ એજ અમૂલ છે કે જે ભારતની ખાનગી કંપનીની મદદ લઈને છાણનો પ્રોજેક્ટ મૂક્યો છે. દૂધમાંથી કમાણી કરાવી દીધા બાદ હવે છાણમાંથી કમાણી કરાવવા નવો માર્ગ શરૂ થયો છે.
એનડીડીબી માર્કેટીંગ માટે અમૂલ પેટર્ન પર કઈ રીતે માળખું તૈયાર કરશે ?
(વધું આવતા અંકે)