લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો
લીંબડી, 21 જૂલાઈ 2020
લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે આડકતરી રીતે તેના નામની જાહેરાત પક્ષના પૂર્વ નેતાએ કરી દીધી હતી.
કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ જો કોળી શિવાય ઈતરને ટિકિટ આપે તો અને ભાજપ કોળી સમાજને ટિકિટ નહીં આપે તો સમાજ વતી અપક્ષ ઊભા રાખશે. એવું કોળી સમાજે જીતાડવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષના નેતાઓએ આ નીતિ નક્કી કરી છે. અહીં પક્ષવાદ નહીં પણ સમાજ વાદ ચાલે છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો ભાજપના કોળી નેતાઓ તેને જીતાડશે.
કોળી સમાજની બેઠક છે અને સમાજને જે નજર અંદાજ કરે તે હારશે.
કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ, કલ્પનાબેન ધોરિયાને ટિકિટ આપે તો તે જીતી શકે તેમ છે. પણ કોંગ્રેસના હાલના નેતાઓ ચેતન ખાચરને ટિકિટ આપવા માંગે છે. હાર માટે આ ઉમેદવાર બરાબર છે. આમેય કોંગ્રેસમાં ટિકિટોની શોદાબાજી થતી આવી છે. લીંબડીમાં પણ શોદાબાજી કરીને જ રાજીનામું આપવામાં આવ્યું હતું. ચેતન ખાચરને ટિકિટ આપે તો કિરીટસિંહનો વિજય સરળ થઈ જાય તેમ છે. જે કોંગ્રેસમાં નક્કી થઈ ગયું છે કે કિરિટસિંહને જીતાડવા માટે મત ન મળે એવા ઉમેદવાર ઊભા રાખવા. અંદરો અંદર મેનેજ થઈ ગયું છે. જો નવા પ્રમુખ આવીને આ સેટીંગ તોડી નાંખે તો વાત અલગ છે.
લીંમડીમાં ભાજપમાં ભડકો
કોળી સમાજના કોંગ્રેસ અને ભાજપના અનેક બેઠકો તેના સામાજિક આગેવાનોની થઈ ચૂકી છે. જે પક્ષ ટિકિટ આપે તેની સાથે રહેવાનું. ન આપે તો અપક્ષ ઉભા રાખવા. કોળી મતદારો સૌથી વધું છે.
સોમા પટેલ સામે રોષ
લીંબડીમાં ભાજપના કાર્યકર સોમા ગાંડા કોળી પટેલનું રાજકારણ હવે પૂરું થઈ ગયું છે. જોકે, સોમા કોળી પટેલ પોતાના પૂત્ર માટે ટિકિટની માંગણી કરશે. પણ પક્ષ તેને કદાચ ટિકિટ નહીં આપે. કારણ કે લીંબડીમાં સોમા ગાંડા પટેલ સામે ભારે રોષ છે. તેમને હવે સમાજની બેઠકમાં આવવા નથી દેવાતા કે તેઓ જઈ શકતા નથી. સોમાભાઈ પટેલના કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો તેમજ સૂત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો. લોકસભા માટે કોંગ્રેસમાં 15 પૂર્વ સાંસદોએ ટિકિટ માગી હતી પણ સોમા ગાંડાને આપી અને કોંગ્રેસ ભૂંડી રીતે હાર્યો હતો.
કોના કેટલા મત, હારજીત
લીંબડી વિધાનસભા બેઠક મહિલા 75039 અને પુરુષ 89 હજાર અને કુલ 1.65 લાખ છે. તળપદા કોળી અને ચુવાળીયા કોળી સમાજનો પ્રભાવ છે. તે ઉપરાંત દલિત મતદારો પણ હારજીત માટે જરૂરી બની રહે છે. તળપદા કોળીના 35 ટકા, ચુવાળીયા કોળી 9.50 ટકા, દલિત મતદારો 17 ટકા, ક્ષત્રીય મતદારો 11 ટકા, દલવાડી સમાજ 11 ટકા, માલધારી 13 અને રાજપૂત સમાજના 13 ટકા છે.
કોંગ્રેસના સોમા ગાંડા કોળી પટેલે આ બેઠક પર દરબાર કિરીટસિંહ રાણાને 1561 મતથી હરાવ્યા હતા. ભવાન ભરવાડ પણ અહીથી એક વખત ચૂંટાયા છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી ઈન્ચાર્જ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ- સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજને બનાવ્યા છે. જે હવે પ્રદેશ પ્રમુખ બદલાતા બદલાઈ શકે છે.
જિલ્લો આખો કોંગ્રેસનો ગઢ
2017માં સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા હતા. ધનજી પટેલ મૂળ કોંગ્રેસના તેણે દબાણ હેઠળ મજબૂરીમાં ભાજપમાં પક્ષાંતર કરવું પડ્યું હતું. દસાડા બેઠક પર કોંગ્રેસના નૌશાદ સોલંકી, લીંબડી કોંગ્રેસ સોમા પટેલ, ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા, ધાંગધ્રામાં કોંગ્રેસના પરસોત્તમ સાબરિયા, ધંધૂકામાં કોંગ્રેસના રાજેસ ગોહિલ, વિરમગામમાં કોંગ્રેસના લાખા ભરવાડ અને વઠવાણમાં ભાજપના ધનજી પટેલ 2017માં ચૂંટાયા હતા. આમ આખો જિલ્લો ભાજપે ગુમાવ્યો હોવાથી અનૈતિક તોડફોડ અને પક્ષાંતર કરાવવામાં આવ્યું હતું. હજું પણ તે ચાલું છે. લોકમતને તોડીને ખરીદ વેચાણ ભાજપ દ્વારા હજું પણ થશે. લોકસભાની 17 ચૂંટણીમાં ભાજપ માત્ર 3 વખત ચૂંટાયો છે. તે પણ ઈબીએમની ગોલમાલના આરોપ હેઠળ.
પક્ષાંતર મોટો રોગ અંગે ભાજપના પૂર્વ પ્રમુખ વાઘાણી શું કહે છે
પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ નીવડેલી કોંગ્રેસ વારંવાર ભાજપ પર આક્ષેપ કરે છે તેને હું ફગાવું છું. નેતૃત્વ વિહોણી કોંગ્રેસે પોતાના બચાવ માટે માત્ર ભાજપ પર જ આક્ષેપ કરવા હોય તો ગુજરાતમાં કોંગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ. : પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghani pic.twitter.com/UIMnMVuctX
— BJP Gujarat (@BJP4Gujarat) June 27, 2020
20 જૂન 2018માં અહીં તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી તેને તોડવા માટે ભાજપે અનૈતિક રીતરસમો અપનાવીને પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓને ખરીદીને કે લોભ, લાલચ આપીને ફોડી કાઢી ભાજપે પોતાની સત્તા સ્થાપી હતી. જેમાં લીંબડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સભ્યોને ફોડીને ભાજપમાં પક્ષાંતરથી લઈ લેવાયા હતા. આ ઉપરાંત ચુડા અને સાયલા તાલુકા પંચાયત માં પણ ભાજપે પ્રજાએ ચૂંટાલી સત્તાને ઉથલાવીને અનૈતિક રીતે પક્ષાંતર કરાવીને સત્તા કબ્જે કરી હતી. આમ ત્રણેય તાલુકા પંચાયતોમાં ખરડાયેલું કમળ ખીલવ્યું હતું. તે સોમા ગાંડા પટેલ સુધી સીલસીલો લંબાયો છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે 70 કરોડમાં ભાજપ કોંગી ધારાસભ્યોને ખરીદી લીધા છે. કારણ માત્ર એટલું જ કે આખા સુરેન્દ્રનગરના લોકો ભાજપ સાથે નથી અને કોંગ્રેસ સાથે છે. તે ભાજપથી સહન થતું નથી. તેથી પક્ષાંતર કરાવે છે.