ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ

10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર 10 જૂન 2022
2018માં રૂ.586.16 કરોડના ખર્ચે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ પૂરો થયો છે. પ્રોજેક્ટ એક સિદ્ધિ છે. 4.50 લાખ લોકોને પાણી મલશે. મધુબન બંધમાંથી રોજ 7.5 કરોડ લીટર પાણી આપવામાં આવશે. 200 માળ (1837 ફીટ પાણી પહોંચાડાશે.

વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં વર્ષ પાણી મળશે.

આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડામાં પાણી જમીનમાં ટકતું ન હોવાથી વર્ષાઋતુના થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે.

મધુબન બંધ 567 મિલિયન ક્યુબિક મીટર પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ચઢાવાશે.

28 પંપિંગ સ્ટેશન્સ છે. ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે.

81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની પાણી વીતરણની લાઇન, નાની પાઈપ લાઈન 340 કિમી છે.

બે ફિલ્ટર પ્લાન્ટ રોજની 6.6 કરોડ લીટર પાણીની છે.

6 ઉંચી ટાંકીઓ છે. 0.47 કરોડ લીટરની ક્ષમતાની એક ટાંકી છે. 7.7 કરોડ લીટરની 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છે.

4.4 કરોડ લીટરની ફળિયાઓમાં જમીન સ્તરની 1202 ટાંકીઓ છે.

વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ

ઊંચી નીચી પાઈપો હોવાથી ક્યાંક પાણીનું દબાણ સામાન્ય છે, તો કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય કરતા ઘણું વધારે છે.

પાણીના દબાણથી પાઈપલાઈન ફાટી શકે

40 પ્રતિ કિગ્રા સેન્ટિમીટર સ્કૉયર દબાણ છે. આ દબાણ એટલું વધારે છે કે તેનાથી પાઇપલાઇનોને ઘણું નુકસાન પહોંચી શકે છે. તેથી મુખ્ય પાઇપની અંદર 12 મિલિમીટર જાડાઈની માઇલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મુખ્ય પાઇપને ફાટવાથી બચાવી શકાય.

ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો સુધી પહોંચાડવામાં આવશે.