Admin
રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ
પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે. પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય ...
તીડના ટોળા જીરૂ અને એરંડીનો પાક સાફ કરી ગયા, કૃષિ પ્રધાન દોડ્યા
વાવ તાલુકાના સરહદી ગામોમાં પાકીસ્તાન તરફથી શનિવારે બપોરે તીડનું આક્રમણ થયું હતું. તીડનાં ટોળાં સહુ પ્રથમ દૈયપ અને મીઠાવીચારણ ગામમાં દેખાયા બાદ ત્વરિત ગામલોકોએ ખેતીવાડી વિભાગ સહીત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી હતી. બાદમાં કારેલી ગામની સીમમાં તીડ ટોળાએ રાત્રી રોકાણ કર્યું હતું.
સવારે ખેડૂતોએ પોતાનાં ખેતરો જોયા તો ખેતરોમાંથી પાક જાણે સફાચટ થઈ ગયો. ન...
નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ
બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.
આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા ...
યુનિવર્સિટી કેમ્પસમાં આખી રાત પોતાના માટે સુરક્ષિત સ્થાન શોધતા રહ્યાં ...
'યુનિવર્સિટી કેમ્પસમાં આખી રાત પોતાના માટે સુરક્ષિત સ્થાનની શોધ કરતા વિદ્યાર્થીઓ, બધુ બરબાદ કરી દીધું', કાયદાના વિદ્યાર્થીઓ
જામિયાના વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે તેના મિત્રોની હત્યા કરાઈ છે. ઘણાએ તેમના હાથ અને પગ તોડી નાખ્યા છે. હેડ્સ ઉઝરડા છે. બધાં રડે છે. મારા મિત્રો આખી રાત રડતા રહ્યા. છાત્રાલયની છોકરીઓ આખી રાત રડતી રહી. જ્યારે મેં યુનિવર્સિટીની...
એર ઈન્ડિયાનું ખાનગીકરણ થશે તો મુર્ખામી હશે – ભાજપ નેતા સ્વામી
'જો સરકાર એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવામાં મૂર્ખામી કરશે તો તેને કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે', ભાજપના સાંસદે સ્વામીએ આ ટ્વીટ કર્યું હતું.
ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે (16 ડિસેમ્બર, 2019) એક ટ્વિટમાં સરકારની આડેધડ હાથ લેતી વખતે સ્વામીએ કહ્યું હતું કે, જો સરકાર એર ઈન્ડિય...
નાગરિકતા બીલ – પોલીસે છોકરાને લાકડીઓ ફટકારી, 4 છોકરીઓ ઢાલ બની
નાગરિકત્વ સુધારા અધિનિયમ દિલ્હી, અલીગઢ, આસામ, જામિયા, એએમયુ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન થયું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નગ્મા અખ્તરે કહ્યું છે કે યુનિવર્સિટીમાં લેવામાં આવેલી પોલીસ કાર્યવાહી સામે કેસ નોંધવામાં આવશે.
દિલ્હીના જામિયા મીલીયા ઇસ્લામીયામાં હિંસાની અનેક તસવીરો અત્યાર સુધીમાં સામે આવી છે. હવે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દાવો ક...
વિદ્યાર્થી સામે પોલીસ કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટેનો તાત્કાલિક સુનાવણી ...
'જામિયા મીલીયા યુનિવર્સિટી અને અલીગ મુસ્લિમ યુનિવર્સિટી કેસ' અંગે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી
એડવોકેટ ઈન્દિરા જયસિંગે કહ્યું કે દેશમાં માનવ અધિકાર ભંગના ગંભીર કેસ સામે આવી રહ્યા છે. કોર્ટે આ મામલાની સુઓ મોટો લેવો જોઈએ.
જામિયા મીલીયા યુનિવર્સિટી અને અલીગ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલ...
બનાસ ડેરીને ખોરાક સલામતીનો પુરસ્કાર અપાયો
બનાસ ડેરીને ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. સમિટમાં દેશની ૧૮૦૦ જેટલા ઉદ્યોગ જગતની સંસ્થાઓ હાજર હતી. એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીર...
શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી
ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.
પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપન...
ગોલા ગામની ગો ગૌશાળામાં ચાર ગાયો મોત, પીવાનું પાણી ન હતું
ધાનેરા તાલુકાના ગોલા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ૫૦૦૦ જેટલી વસ્તી છે. પાણી માટેનો બોર 15 દિવસથી બંધ છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાના લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી માટે નજીકના ખેતર સુધી પાણી ભરવા જવું પડે છે. પાણી ન મળતાં ગામની ગૌ શાળાની ગાયો તરસના કારણે મોતને ભેટી છે. ગૌ શાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ ક...
શંકર ચૌધરીનો પુત્ર વિક્રમ ગુમ થતાં ધારાસભ્યની રજૂઆત, વર્ષે 2307 બાળકો ...
પાલનપુર - ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની ...
બનાસ ડેરીમાં પાણીની મિલાવટ કરી દૂધ વેચી મારવાનું કૌભાંડ
થરાદના ચુડમેરની દુધ મંડળીનું દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે.
પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળ...
ડીસામાં હનુમાન મંદિર તોડી પાડ્યું
બનાસકાંઠાના ડીસા શહેરના વેલુંનગરની બહારની બાજુ ભારે આસ્થા ધરાવતું ઇચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર પુલ બનાવવા નડતર રૂપ જણાતું હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુરુવારે તોડી પાડ્યું હતું. ધાર્મિક સ્થળ તોડવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી ઉઠતા અનેક શ્રદ્ધાળુંઓ દોડી આવ્યા હતા.
લોકો વિરોધ ન કરે તે માટે હાઇવે ઓથોરિટી દ્વારા મોટો ચુસ્ત પોલોસ બંદોબસ્ત બોલાવવ...
બાળકોનું ભોજન બનાવવા આપેલા સારા સાધનો કાટ ખાઈ રહ્યાં છે
પ્રાથમિક શાળાના બાળકોને ગરમ - પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 2017-18માં આધુનિક રસોઈના સાધનો આપ્યા હતા. જે આજે બે વર્ષ પછી પણ વપરાયા વગરના ધુળ ખાઈ રહ્યાં છે. મધ્યાહન ભોજન યોજના માટે ખાસ ગ્રાન્ટ સમગ્ર રાજ્યમાં આપવામાં આવી હતી. સરકારે બાળકો માટે આધુનિક કિચન સેટ તમામ શાળામાં પહોંચાડી દીધા હતા. તમામ સાધનો વપરાયા વગરના બિસ્માર હાલતમાં પડ્યા છે.
સાધનોના...
8 IPS સહિત દેશના સૌથી નાના 24 વર્ષના સફિનને જામનગરમાં મૂકાયા
રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે.
આઠ જેટલા પ્રોબેશનલ આઈ....
ગુજરાતી
English