ભાજપની રૂપાણી સરકારનાં રૂ. 6210 કરોડના કોરોના શ્રેષ્ઠ સહાય પેકેજ

best pakeg by rupani government

ગાંધીનગર, 12 એપ્રિલ 2020

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ શ્રેષ્ઠ કોરોના સહાય પેકેજ જાહેર કર્યું છે. રૂ. રરપ૯ કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે. કેન્દ્રના ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગુજરાતને રૂ. ૩,૯૫૦ કરોડના જે લાભ-સહાય મળવાના છે. ભાજપ સરકારે ગુજરાતની પ્રજા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

ખેડૂતોને 956 કરોડ

પી.એમ. કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડુતોને રૂ. ૨૦૦૦/- નો પ્રથમ હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ આઠવાડિયાથી ચુકવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગુજરાતના 47,81,426 ખેડુત લાભાર્થીઓને લાભ કુલ રૂ. 956.28 કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે.

1182 કરોડની સહાય

જાહેર વિતરણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ વધારાનું ૫ કિલો અનાજ અને પરિવાર દીઠ એક કિલો કઠોળ ત્રણ મહિના માટે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. રાશન કાર્ડ ધારકને આપવામાં આવતું દર મહિનાના કોટા ઉપરાંતનું આ અનાજ રહેશે. જે અંતર્ગત ગુજરાતના 68 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે. જે માટે આશરે રૂ. 1,182 કરોડના ખર્ચનો અંદાજ છે.

મહિલા પેકેજ
વૃદ્ધ, ગંગા સ્વરૂપા માતા-બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને બે તબક્કામાં રૂ. ૧૦૦૦/- ની રકમ આગામી ત્રણ મહિનામાં એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે અંતર્ગત કેન્‍દ્ર સરકારની યોજનાનો લાભ લેતા 5.80 લાખ વૃદ્ધ લાભાર્થીઓ, 10,700 દિવ્યાંગ લાભાર્થીઓ અને 97,437 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થીઓને લાભ મળશે. આ અન્વયે કુલ રૂ. 78.44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે.

જન-ધન બેન્‍ક યોજના

જન-ધન બેન્‍ક ખાતું ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ. ૫૦૦ ની રકમ આગામી ત્રણ મહિનામાટે એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જન ધન ખાતું ધરાવતી ગુજરાતની 74 લાખ મહિલા લાભાર્થીઓને કુલ રૂ. 1,110 કરોડનો લાભ મળવાનો છે.

630 કરોડનો મફત ગેસ

ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાતના 28 લાખ મહિલા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુલ રૂ. ૬૩૦ કરોડના ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાવાના છે.

મહિલા જૂથો

મહિલા સ્વ-સહાય જુથોને હાલમાં આપવામાં આવતી રૂ. ૧૦ લાખની કોલેટરલ ફ્રી લોનમાં વધારો કરી તે રૂ. ૨૦ લાખ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના આશરે 2.27 લાખ મહિલા સ્વ-સહાય જુથો લાભ મેળવી શકશે.

ઈપીએફ રાહત

સંસ્થાનું મહેકમ ૧૦૦ કર્મચારીઓ કરતાં ઓછું છે અને તેમાંથી ૯૦% ની આવક ૧૫,૦૦૦ કરતાં ઓછી છે તેમના માટે એમ્પ્લોયર અને કર્મચારી બંનેનો ઇપીએફ ફાળો ચૂકવશે (૧૨%+૧૨%) એમ કુલ ર૪% ભારત સરકાર

કોરોના કોવિડ-19 વાયરસની વર્તમાન સ્થિતીમાં રાજ્યના નાગરિકો-પ્રજાજનો પ્રત્યે સંપૂર્ણ સંવેદના દર્શાવીને રૂ. ૨૨૫૯ કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પણ જાહેર કર્યુ છે.

બીપીએલ અનાજ

એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવામાં આવી રહેલ છે. જેમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ ધરાવતા 65.40 લાખ રેશનકાર્ડ ધારકો અને અગ્રતાક્રમ સિવાયના બી.પી.એલ. કાર્ડ ધરાવતા 3.40 લાખ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ ૧ કીલો દાળ, ૧ કીલો મીઠું અને ૧ કીલો ખાંડ આપવામાં આવી રહેલ છે. આ યોજના અન્વયે રૂ. 150 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડી રહી છે.

મફત અનાજ

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ સિવાયના એ.પી.એલ.-1 કાર્ડ ધરાવતા 61 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ મફત આપવામાં આવશે. આ હેતુસર રૂ. 275 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકારે ઉપાડયું છે.

ધરવિહોણા

ઘરવિહોણાઘરવિહોણા નિરાધાર તેમજ રાશન કાર્ડ ન ધરાવતા વ્યક્તિઓ માટે અન્નબ્રહ્મ યોજનાનો વ્યાપ વધારી વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ ૧ કીલો દાળ, ૧ કીલો મીઠું અને ૧ કીલો ખાંડ આપવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 4.26 લાખ કાર્ડ ધારકોને આ લાભોનું વિતરણ શરૂ થયું છે.

મજૂરોને 688 કરોડ

રાજયમાં 68.80 લાખ જેટલા શ્રમિક કુટુંબોને કુટુંબદીઠ રૂ. 1000 ને સહાય ડીબીટી પધ્દતિથી બેન્‍ક ખાતામાં ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે રાજ્ય સરકાર રૂ. 688 કરોડનું આર્થિક ભારણ ઉપાડવાની છે.

વ્યાજ માફી

રાજ્યના ખેડૂતોએ લીધેલા ટૂંકાગાળાના પાક ધિરાણના ચૂકવણાની મુદત ભારત સરકાર અને આર.બી.આઇ. દ્વારા ૩ મહિના વધારી આપવામાં આવી છે. આ વધારેલી મુદત માટે ખેડૂતોને શુન્‍ય ટકા વ્યાજ ભોગવવું પડશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર એમ સંપૂર્ણ ૭ ટકા વ્યાજ સરકાર ચુકવશે. ગુજરાત સરકાર આ માટે રૂ. 250 કરોડનું વધારાનો બોજ ઉઠાવશે.

વીજ રાહત

માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી બિલ ભરવાની મુદત 15 મે 2020 સુધી વધારવામાં આવી છે, આ માટે કોઈ દંડ વસુલ કરવામાં આવશે નહી. એટલું જ નહિ, વિજ વિતરણ કંપનીઓ દ્વારા વાણિજ્યિક અને ઉદ્યોગ કનેક્‍શનો ઉપરનો એપ્રિલ મહિનાનો ફિક્‍સ ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના પરિણામે વિજ વિતરણ કંપનીઓ દ્વારા આશરે રૂ. 450 કરોડનું આર્થિક ભારણ ઉઠાવામાં આવશે.

વૃદ્ધ પેન્શન

રાજ્યમાં વૃદ્ધ સહાય પેન્શન મેળવતા 9 લાખ, 30 હજાર લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા બહેનો-માતાઓને આપવામાં આવતું સહાય પેન્શન મેળવતા 4,43,437 લાભાર્થીઓ, દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવતા 40,357 લાભાર્થીઓને ૧ મહિનાની પેન્શનની કુલ રકમ રૂ. 221 કરોડ એડવાન્સ ચૂકવવામાં આવેલ છે.

મધ્યાન ભોજન

શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી મધ્યાન ભોજન યોજનાના લાભાર્થીઓને ભોજન સહાયનો લાભ રોકડ સ્વરૂપમાં આપવામાં આવેલ છે. જેમાં 51,72,288 વિદ્યાર્થી લાભાર્થીઓને રૂા. 62.10 કરોડની સહાય આપવામાં આવેલ છે.

ટેકહોમ રેશન

આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવેલ હોવાથી ૩ થી ૬ વર્ષના બાળકોને ટેકહોમ રેશન સ્વરૂપે પોષક આહાર ઘરે પૂરો પાડવમાં આવેલ છે. જેનો લાભ 15.70 લાખ બાળકોને મળેલ છે. રાજ્ય સરકારે તે માટે રૂ. 35 કરોડનું ભારણ ઉપાડેલ છે.

બાળ સુધાર ગૃહો
નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહો બંધ કરવામાં આવેલ હોવાથી તેના 36 હજાર લાભાર્થીઓને ૧ મહિનાની નિભાવ ભથ્થાની રૂા. ૧પ૦૦ ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. જે માટે રૂ. 5.40 કરોડની રકમ વાપરવામાં આવશે.

નિવાસી છાત્રાલયો

આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના નિવાસી છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી તેના 1,71,836 લાભાર્થીઓને ૧ મહિનાની નિભાવ ભથ્થાંની રૂા. ૧પ૦૦ ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. રૂ. 25.78 કરોડની રકમ વાપરવામાં આવશે.

વીમો

આરોગ્ય કર્મીઓને ભારત સરકાર દ્વારા રૂા. પ૦ લાખની વીમા સુરક્ષા આપવામાં આવેલ છે.

એકસ-ગ્રેશીયા સહાય
કોરોના વાયરસ સંદર્ભની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ, સફાઈ કર્મચારી, ફાયર સર્વીસના કર્મચારીઓને રૂા. રપ લાખ એકસ-ગ્રેશીયા સહાય રાજ્ય સરકારે જાહરે કરી છે.

ગૌ શાળા અને પાંજરપોળા
ગૌ શાળા અને પાંજરપોળમાં આવેલી 4.5 લાખ ગાયોના નિભાવ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. 25 ની સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે માટે આશરે રૂ. 24 કરોડનો ખર્ચ થશે.

વૃદ્ધ અને વિકલાંગ
વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને આગામી બે તબક્કામાં કુલ રૂ. ૧૦૦૦ની સહાય રૂ. પ૦૦-૫૦૦ના હપ્તામાં મળવાની છે તે અન્વયે આશરે સાડા ત્રણ લાખ વૃદ્ધ નિ:સહાય અને ર૯૬૫૭ દિવ્યાંગ લાભાર્થીઓને મળીને રૂ. ૩૭.૯૬ કરોડની સહાય મળશે.
 રાજ્યની ત્રણ લાખ છેત્તાલીસ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનો જે ગરીબી રેખાથી ઉપર નિર્વાહ કરે છે (નોન બી.પી.એલ) તેમને બે તબક્કામાં રૂ. ૧૦૦૦ની રકમ એકસગ્રેશીયા તરીકે ચૂકવવા અન્વયે રૂ. ૩૪.૬૦ કરોડની સહાય થશે.