ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર્તે છે

Bharat Solanki issued a public notice against his second wife

ગાંધીનગર, 13 જૂલાઈ, 2021

ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત મા. સોલંકીએ તેમના વકીલ મારફતે પોતાની પત્ની સામે સમાચારપત્રમાં જાહેર નોટિસ છપાવી છે. તેમાં પત્ની રેશમા છેલ્લા ચાર મહિનાથી તેમનાથી અલગ રહેતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાથે જ આ નોટિસમાં ભરતસિંહ સોલકીએ કોઈ પણ વ્યક્તિએ તેમની પત્ની સાથે તેમના નામ પર કે ઓળખાણ પર નાણાકીય કે કોઈ પણ જાતનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ જાહેર નોટિસમાં ભરતસિંહ સોલંકીના વકીલ દ્વારા લખવામાં આવ્યું હતું કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વહેરા ગામમાં આવેલી બેવર્લી હિલ્સમાં રહેતા ભરતસિંહ સોલંકીની સુચનાથી આ જાહેર નોટિસ આપવામાં આવે છે કે, અમારા અસીલની પત્ની રેશ્માબેન તે પ્રકાશચંદ્ર મણીલાલ પટેલના દીકરી છે અને તે હાલ તેઓ વડોદરાના અર્પીતા સોસાયટીમાં રહે છે અને છેલ્લા 4 મહિનાથી તેઓ સાથે રહેતા નથી. તેઓ અલગ રહીને મનસ્વી રીતે વર્તતા આવેલા છે.

સોલંકી રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે. અને તેઓના નામ તથા ઓળખાણનો દુરુપયોગ કરીને  પત્ની સાથે કોઈ પણ ઇસમે નાણાકીય તેમજ કોઈ પણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. તેમજ તેણીનીએ પણ મારા નામ તથા ઓળખાણનો દુરુપયોગ કરીને કોઈ પણ ઇસમ સામે નાણાકીય તેમજ કોઈ પણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. જો તેવું કર્યાનું મારા ધ્યાનમાં આવશે તો તેણીની સામે  કાયદેસરની કાર્યવાહી કરાશે. તેની જાહેર જનતાએ નોંધ લેવી.

આ બાબતે ભરતસિંહ સોલંકીએ જાહેર કર્યું હતું કે, મે છૂટાછેડા લેવા પણ કહ્યું હતું. પણ તે બાબતે તેમણે સંમતિ આપી નથી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી અને માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે. પણ આની તેમના પર કોઈ હકારાત્મક અસર થઇ નથી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી ગઈ, તેથી મેં આમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકશાન થવાનો ભય છે. પણ મારા માટે જે ઓછું નુકસાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો. તેથી મેં આ નોટિસ મોકલી છે.

સોલંકીએ જાહેર કર્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતા હતા. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતા નહોતા. શરૂઆતમાં મેં આ બાબતે સમજાવટથી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો. પણ તેમ થયું નહીં. એ પછી કૌટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ કઈ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માટે માંગે છે. મને કઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાના હોય તેવો મને ભય છે.

આ પણ વાંચો

કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે