ગાંધીનગર, 31 માર્ચ 2023
ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.
ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત રાજ્ય માં કોઈ પણ પ્રકારના આર્થિક સર્વે વગર અતિ ગરીબ આદિવાસી લોકોના મોંમાંથી અન્ન કોળીયો છીનવી લીધો છે.
કોંગ્રેસ સરકારે ભૂખ્યાને અનાજ મળી રહે તે માટે કાયદો બનાવેલો હતો. ગુજરાત કોંગ્રેસ કહે છે કે, ભાજપા ની સરકાર ને માત્ર પોતાના ઉદ્યોગપતિ મિત્રો વ્હાલા છે. તેમની દેશના અતિ ગરીબ વંચિત વર્ગના લોકોની ચિંતા નથી. 75-25 નો રેશિયો કયા આધારે નક્કી કરવામાં આવ્યો છે?
ડાંગ જિલ્લામાં 7595, નર્મદા જિલ્લામાં 7470 એન એફ એસ એ કાર્ડ રદ કરી દેવાયા છે.
કપરાડા તાલુકામાં 7354 શેહરામાં 6275, ઘોઘંબામાં 5229, ધરમપુરમાં 4961,વાંસદામાં 3667, પોશીનામાં 3806 એન એફ એસ એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે.
જીલ્લા કમી કરેલ એન.એફ.એસ.એ. કાર્ડની સંખ્યા
નર્મદા જીલ્લો 7470
ડાંગ જીલ્લો 7595
તાપી જીલ્લો 5947
જીલ્લાનું નામ તાલુકા કમી કરેલ એન.એફ.એસ.એ. કાર્ડની સંખ્યા
નવસારી વાંસદા 3607
છોટા ઉદેપુર ક્વાંટ 1763
જેતપુર પાવી 476
દાહોદ ગરબાડા 719
ઝાલોદ 3276
દેવગઢ બારીયા 3864
ધાનપુર 1554
ફતેપુરા 1053
લીમખેડા 2036
સંજેલી 1700
સીંગવડ 1857
પંચમહાલ ઘોઘંબા 5229
મોરવા હડફ 4462
શહેરા 6275
ભરૂચ નેત્રંગ 1424
વાલીયા 755
મહિસાગર ખાનપુર 1817
બાલાસિનોર 1080
વિરપુર 975
વલસાડ ઉમરગામ 1174
કપરાડા 7354
ધરમપુર 4961
સાબરકાંઠા પોશીના 3806
વિજયનગર 979
ટોટલ 83556