સૌરાષ્ટ્રની સૌથી મોટી હિજરત તામિલનાડુમાં, મોદી રાજમાં ગુજરાતથી હિજરત ચાલુ 

વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત ગુજરાતની

ગાંધીનગર, 01 માર્ચ 2023

150 વર્ષમાં સૌરાષ્ટ્ર, લાટ, ગુજરાત, ચરોતર પ્રદેશમાંથી દેશ અને વિદેશ ગયા હોય એવા 2 કરોડ ગુજરાતી લોકો હોવાનો અંદાજ છે. જોકે, છેલ્લાં 1000 વર્ષમાં ગુજરાતથી હિજરત કરીને ગયા હોય એવા લોકોની તેમાં ગણના કરવામાં આવે તો આ અંક ઘણો ઊંચો જઈ શકે છે.

તમિલનાડુ રાજ્યમાં 25 લાખ મૂળ સૌરાષ્ટ્રના લોકો રહે છે. જૂની સૌરાષ્ટ્રની ઓળખ તેમજ સૌરાષ્ટ્રની પરંપરા અને વારસાને અકબંધ રાખી રહે છે. એવું ગુજરાતની હિંદુવાદી સરકારે જાહેર કર્યું છે. પણ વસતી ગણતરીના આંકડાઓ મોદીના આ દાવાને જૂઠ સાબિત કરે છે. કારણ કે તામિલનાડુમાં ગુજરાતી ભાષા બોલનારા માત્ર 2.75 લાખ છે નહીં કે 25 લાખ. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રમણા ફેલાવી રહી છે, કે તામિલનાડુમાં 25 લાખ ગુજરાતીઓ રહે છે.

ગુજરાતીઓ ક્યાં કેટલા

ક્રમાંક રાજ્ય ગુજરાતી બોલનારા-2011

ભારતમાં 55,492,554 લોકો 4.58% ગુજરાતી છે.

1 ગુજરાત 51,958,730 85.97

2 મહારાષ્ટ્ર 2,371,743 જે  2.11 ટકા છે.

3 તમિલનાડુ 275,023

4 મધ્ય પ્રદેશ 187,211

5 દમણ અને દીવ 123,648 50.83

6 કર્ણાટક 114,616

7 રાજસ્થાન 67,490

8 દાદરા અને નગર હવેલી 73,831

9 પશ્ચિમ બંગાળ 41,371

10 આંધ્ર પ્રદેશ 58,946

11 દિલ્હી 40,613

12 છત્તીસગઢ 39,116

14 ઝારખંડ 22,109

15 જમ્મુ અને કાશ્મીર 19,261

15 ઉત્તર પ્રદેશ 15,442

15 ઓરિસ્સા 14,856

18 પંજાબ 13,531

22 હિમાચલ પ્રદેશ 10,012

34 બિહાર 8,297

16 ગોવા 6,846

17 આસામ 7,660

19 હરિયાણા 7,519

13 કેરળ 4,710

23 ઉત્તરાખંડ 3,921

24 ત્રિપુરા 1,384

25 પુડુચેરી 1,428

21 ચંદીગઢ 1,573

26 નાગાલેન્ડ 277

27 અરુણાચલ પ્રદેશ 362

28 આંદામાન અને નિકોબાર ટાપુઓ 241

29 મેઘાલય 343

30 મણિપુર 164

31 લક્ષદ્વીપ 24

32 સિક્કિમ 197

33 મિઝોરમ 59

સોમનાથ હુમલા પછી હિજરતનો દાવો

1024માં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લેવા હિજરત કરી હતી. એવું કહેવામાં આવે છે પણ ઇતિહાસમાં તેવું પ્રમાણ સરકારે કે તામિલ ગુજરાતી સંસ્થાઓએ જાહેર કર્યું નથી.

વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. 1500ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.

સૌરાષ્ટ્રથી આ સમુદાય સામૂહિક રીતે હિજરત કરી ગયા પછી પોતાના મૂળથી સંપૂર્ણ કપાઈ ગયો હતો. આમ છતાં તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે. આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન પદ્ધતિ, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં વતન પરત ફરવાનો, પોતાના મૂળ સાથે જોડાવાનો અને પોતાની મૂળ સંસ્કૃતિને ઓળખવાનો કાર્યક્રમ 17 એપ્રિલ 2023થી છે. સૌરાષ્ટ્ર મહેમાનગતિ- પરોણાગતિ કરશે.   પોતાની સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા આ સૌરાષ્ટ્રવાસીઓ ફરીથી સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથની નિશ્રામાં એકઠા થવાના છે.

ગુજરાત સરકારના 8 મંત્રીઓ તમિલનાડુના 8 સ્થાનો પર આમંત્રણ આપવા ગયા હતા.

સંસ્કૃતિ, આપણું ભોજનથી આપણે તેમને ફરી જોડાશે. સૌરાષ્ટ્ર અને તામિલનાડુની રમતો રમશે.

રાજકોટ ખાતે બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમિનાર થશે.

17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 15 દિવસના પ્રવાસમાં યજમાન ગુજરાત છે. 1 એપ્રિલ 2023 સુધીમાં તમિલ સંગમ કાર્યક્રમ માટે 25 હજાર લોકોની નોંધણી થઈ ગઈ છે. 9771 મહિલા અને 14749 પુરુષો અને 3 (ત્રણ) ટ્રાન્સજેન્ડર છે.

12 ડિસ્ટ્રિક્ટ જજની કેડરના અધિકારીઓ ગુજરાત આવશે. સૌરાષ્ટ્રવાસી તમિલોને જાણે ગર્ભનાળ સાથે જોડવામાં આવશે.

3 હજાર મહેમાનોને ખાસ ટ્રેન વડે સરકાર સોમનાથ લાવશે. ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), જેવા સ્થળોની મુલાકાત પર લઇ જવાશે. કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્તકલા  સંસ્કૃતિ અંતર્ગત શિલ્પ સ્થાપત્ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ વાણિજ્ય-ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન,યુવા અંતર્ગત રમતગમત, સંવાદ, શિક્ષણ અંતગર્ત શૈક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ થશે.

તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલોનું શ્રેષ્ઠ પ્રદાન છે. તેમને ખાસ ગુજરાત આમંત્રિત કરવામાં આવ્યા છે. 2005માં આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ગેસ્ટ્રોએન્ડ્રોલોજીસ્ટ ચંદ્રશેખરજી, હ્યુસ્ટન સ્થિત રાધા પરશુરામનજી, 7 આઈએએસ, 5 હાઇકોર્ટના અધિકારીઓ અને સંસદના પી.આર.ઓ. ગણેશ ગુજરાત આવનાર છે.

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો 2005થી કરવામાં આવી રહ્યા હતા અને 2010માં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરેલું હતું. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થશે.

1200 વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.

ગુજરાતના લોકોની વિદેશમાં હિજરત આજે પણ ચાલુ છે, કોના કારણે?

2021માં કેન્દ્રીય ગૃહ પ્રધાને હાજેર કર્યું હતું કે, 5 વર્ષમાં 6 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.

2014માં મોદી સત્તામાં આવ્યા ત્યારથી દર વર્ષે સરેરાશ 1.25 લાખ લોકો ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરી રહ્યા છે. મોદીના 2024માં સત્તા પૂરી થશે તેના 10 વર્ષમાં 12થી 13 લાખ લોકોએ દેશ છોડી દીધો હશે. તેમાંથી મોટાભાગના ગુજરાતના છે. આખા દેશમાં ગુજરાતના લોકો સૌથી વધારે દેશ છોડીને ભાગી રહ્યાં છે. જેમાં ગુજરાતના 1.25 લાખ નેતાઓ દર વર્ષે ચૂંટાય છે તેના સંતાનો અને પોતે હિજરત કરવામાં સામાન્ય લોકો કરતાં આગળ છે.

2017થી દર વર્ષે નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 2017માં 1,33,049, 2018માં 1,34,561, 2019માં 1,44,017, 2020માં 85,248 સુધીમાં છે.

નાગરિકતાનો ત્યાગ કરવા માટેની લગભગ 40% અરજીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આવે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડા આવે છે, જે મળીને 30% ભારતીય નાગરિકો તેમની નાગરિકતાનો ત્યાગ કરે છે.

ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવો પડે છે. ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યા પછી, તેઓએ શરણાગતિ અથવા ત્યાગ પ્રમાણપત્ર માટે અરજી કરવી પડે છે.

વર્લ્ડ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, ભારત પાસપોર્ટ પાવર રેન્કમાં 69માં ક્રમે છે.  2020 સુધીમાં અમેરિકામાં નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 6,705 છે. લોકોની સંખ્યામાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો. જેમાં ગુજરાતના મૂળ લોકો વધારે છે.

1990 થી 2017 ની વચ્ચે ભારતમાંથી વિદેશમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે.

2020 સુધીમાં લગભગ બે કરોડ ભારતીય મૂળના લોકો વિદેશમાં રહે છે. ભારતના લોકો દેશને છોડનારાઓની યાદીમાં વિશ્વમાં સૌથી આગળ છે.

1990માં ભારતીય મૂળના લગભગ 70 લાખ લોકો વિદેશમાં સ્થળાંતર કરી ગયા હતા, જે 2017માં મોદી રાજમાં વધીને 17 મિલિયન થઈ ગયા હતા. આજે 20 મિલિયન થઈ ગયા હોવાનો અંદાજ છે.

છેલ્લા 30 વર્ષમાં વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 143 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં દર વર્ષે 1.20 લાખ રાજકારણીઓ ચૂંટાય છે. તેઓ તેમના બાળકોને પણ વિદેશ મોકલે છે. ભાજપના 50 ટકા નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે. તેઓ દેશને પ્રેમ કરવાના બદલે સરકારથી બીને કે રોજગારી મેળવવા વિદેશ જઈ રહ્યાં છે. સામાન્ય રીતે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર આર્થિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે.

2011 માં, 637,000 કારીગરો વિદેશમાં સ્થાયી થયા. 2017માં આ આંકડો ઘટીને 391,000 થયો હતો. મોદીની મૂડીવાદી સરકાર આવ્યા પછી કારીગરો વિદેશ જતા નથી પરંતુ શ્રીમંત અને શિક્ષિત લોકો દેશ છોડીને જતા રહ્યા છે.

કતાર

કતારમાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 82,669 ટકાનો વધારો થયો છે. અગાઉ કતારમાં 2,738 લોકો સ્થાયી થયા હતા. 2017માં આ સંખ્યા 2.2 મિલિયન સુધી પહોંચી હતી. 2021 માં, તે 2.5 મિલિયનને વટાવી શકે છે. 1990 થી 2017 સુધીમાં, ભારતીય મૂળની વસ્તી ઓમાનમાં 688 ટકા અને સંયુક્ત આરબ અમીરાતમાં 622 ટકા વધી છે. સ્વીડન, નેધરલેન્ડ અને નોર્વેમાં ભારતીયોની સંખ્યા 42 થી વધીને 56 ટકા થઈ ગઈ છે. સસ્તું શિક્ષણ અને નોકરીની વધુ તકોને કારણે વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓ ત્યાં સ્થાયી થવા લાગ્યા છે. જર્મનીમાં શિક્ષણ મફત છે અને નોકરીની ઘણી તકો છે. આથી લોકો ત્યાં જવા લાગ્યા.

ગુજરાતમાંથી દર વર્ષે અલગ-અલગ સ્થળોએ જતા લગભગ 30% લોકો સુરતના અને 15% અમદાવાદના છે. વિદેશ પ્રવાસે જતા ગુજરાતીઓમાં સુરતીઓની સંખ્યા સૌથી વધુ છે. વિદેશમાં ભણવા માટે 50 દેશોમાં જાય છે. જેમાંથી 80 ટકા લોકો ત્યાં રહે છે. તેમાંથી 51% અમેરિકાને પસંદ કરે છે. દર વર્ષે વિશ્વભરમાંથી 5 મિલિયન વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં અભ્યાસ કરવા જાય છે. ભારતનો 5% ભાગ વિદેશ જઈ રહ્યો છે. જેમાંથી 85 ટકાને 6 દેશો ગમે છે. 17 ટકા ચીનમાં જાય છે. 2005માં 1.46 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. હવે આ સંખ્યા વધીને 1.90 લાખ થઈ ગઈ છે.

કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુજરાત કરતાં વધુ અભ્યાસ માટે વિદેશ જાય છે. 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અને 1.98 લાખ લોકો રોજગાર માટે વિદેશ ગયા છે. જેમાં 2018માં 41 હજાર અને 2019માં 48 હજાર ગુજરાતીઓ ગુજરાતમાંથી વિદેશ ગયા હતા. માર્ચ 2021 સુધીના 5 વર્ષમાં ગુજરાતમાંથી 1.99 લાખ ઉદ્યોગપતિઓ નોકરી માટે વિદેશ ગયા હતા જ્યારે 5 વર્ષમાં 1.90 લાખ લોકો અભ્યાસ માટે વિદેશ ગયા હતા. તેમાંથી મોટાભાગના વિદેશમાં રહે છે. 5 વર્ષમાં કુલ 4 લાખ ગુજરાતીઓ વિદેશ ગયા છે. બીજી તરફ 2001થી 2021 સુધીમાં મોદીના ગુજરાતમાં આગમન બાદ 60 લાખ ગુજરાતીઓ વિદેશ ગયા છે, જેમાંથી મોટા ભાગના ત્યાં જ રોકાયા છે. મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી છેલ્લા 7 વર્ષમાં ગુજરાતમાંથી અભ્યાસ અને રોજગાર માટે વિદેશ જતા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રથમ 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ યુએસએ, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા અને 1.98 લાખ રોજગાર માટે ભણવા ગયા છે. કેરળ, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના લોકો ગુજરાત કરતાં વધુ વિદેશમાં સ્થાયી થયા છે.