આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાણીંગા વાડી હોલ ખાતે તબક્કાવાર રીતે પ્રથમ રાજકોટ શહેર સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત શ્રેણીનાં કાર્યકર્તાઓ સાથે તેમજ ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ મેડિકલ એસોસિએશન, વેપારીમંડળ, વિવિધ સમાજના અગેવાનઓ સહિત વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનઓ સાથે બેઠક યોજી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠકમાં ઉપસ્થિત રાજકોટ શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આગામી સમયમાં આવનાર વિવિધ ચૂંટણીઓ અંગે વિવિધ મુદ્દે છણાવટ કરીને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કરવા બદલ સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સી.આર.પાટીલે વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના આગેવાનઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત સૌને અનેરો સેવાયજ્ઞ અવિરતપણે ચાલું રાખી લોકહિતનું અનોખું કાર્ય કરવા બદલ બિરદાવ્યા હતા અને સામાજિક કાર્યોની સાથે-સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો જરૂરિયાતમંદોને લાભ અપાવવા અંગે પણ સક્રિય ભૂમિકા ભજવવા હાકલ કરી હતી જેથી વધુ માં વધુ લોકોને યોજનાનો લાભ મળી શકે.