ભાજપની મોદી સરકારે દેશની રક્ષા કરતી 6 કંપનીઓ 26 હજાર કરોડમાં વેચી મારી
અમદાવાદ, 17 માર્ચ 2021
5 વર્ષોમાં ભાજપની મોદી સરકારે લશ્કરની 6 કંપનીઓ રૂ.26 હજાર કરોડમાં વેચી મારી છે. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (DPSU) એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચીને 26,457 કરોડ રૂપિયા મેળવ્યા છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે તેની જાણકારી આપી છે.
કંપની વેચી મારી છે તે વિમાન નિર્માણ, મિસાઇલ ઉત્પાદન, ફાઇટર પ્લેન નિર્માણ અને સ્પેસ સેટેલાઇટ સાધનો સાથે સંકળાયેલી છે. હવે અમદાવાદમાં આવેલા ઈસરોને પણ કંઈખ અંશે મોદી વેચી શકે એવું સૂત્રો માની રહ્યાં છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) 14,184 કરોડ રૂપિયા, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) 8,073.29 કરોડ રૂપિયા અને ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) 2,371.19 કરોડ રૂપિયામાં ફૂંકી મારી છે.
મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI)માં ભાગીદારી વેચવાથી 434.14 કરોડ રૂપિયા, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સ લિમિટેડ (ગ્રીજ)થી 420.52 કરોડ રૂપિયા અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં હિસ્સેદારી વેચવાથી 974.15 કરોડ રૂપિયા મેળવ્યા છે.
સરકાર ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL), મેકોન લિમિટેડ અને એન્ડ્ર્યૂ યૂલ એન્ડ કંપની લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચી શકે છે.