ગાંધીનગર, 10 માર્ચ 2020
ગુજરાત સરકારની માલિકીના રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં બદલવા માટે કંઈક કામ થયું છે. રાજ્ય ધોરી માર્ગો હતા તેમાં સુધારો કરીને 967 કિલો મીટરના રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવવામાં આવ્યા છે, જેમાં 769 માર્ગો જો રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ફેરવેલા છે. જે સૌરાષ્ટ્રના કોસ્ટલ હાઈવે પરના છે. જેનો ઉપયોગ લોકો કરતાં ઉદ્યોગો માટે વધું ફાયદો કરી રહ્યાં છે.
અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો રાષ્ટ્રિય ધોરી માર્ગ રૂપાણી આવ્યા બાદ થયો છે. કેશુભાઈ પટેલે બે ટ્રેકના 4 ટ્રેક કર્યા અને રૂપાણીએ 4 ટ્રેકના 6 ટ્રેક કર્યા છે. બાકી 14 વર્ષ સુધી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રને માર્ગો બનાવવામાં અન્યાય કર્યો હતો. તેમણે પોતાના ઉત્તર ગુજરાતના તમામ માર્ગો સારા બનાવી દીધા હતા.
રૂપાણી સરકારે રાજ્ય ધોરી માર્ગો વધારી આપ્યા નથી. વળી જિલ્લા માર્ગો 30692 કિલો મીટરના હતા તે ઘટીને 30371 કિલો મીટર થઈ ગયા છે. આમ 300 કિલોમીટરના જિલ્લા માર્ગો ઘટી ગયા તેમાં કોઈ વધારો રૂપાણીએ કર્યો નથી. છતાં સરકારનું ખર્ચ માર્ગો પાછળ વધી ગયું છે. માર્ગો બનાવવામાં છેકેદારે 10 ટકા કમીશન ભ્રષ્ટાચાર રૂપે આપવું પડે છે.
ભાજપ સરકારો જે રીતે ગામડાઓને અન્યાય કરે છે એ અન્યાય મોદી પછી રૂપાણીએ ચાલું રાખ્યો છે. ગ્રામ્ય માર્ગો 2014-15માં 27,756 કિલો મીટર હતા તે વધીને 28,481 કિલો માટર થયા છે. આમ 752 કિલો મીટરના જ માર્ગો વધ્યા છે. પાકા થયા છે. પણ તેની સામે શહેરોના 2014-15માં 22,199 કિલો મીટરના હતા જે 28,816 કિલો મીટરના થયા છે. જે 6946 કિલો મીટરના વધ્યા છે. આમ રૂપાણી સરકારે 3 ટકા ગ્રામ્ય રસ્તા વધાર્યા તેની સામે શહેરના માર્ગોમાં 35 ટકાનો વધારો કર્યો છે. જે બતાવે છે કે, રૂપાણી સરકાર શહેરોમાં સારા માર્ગો આપી રહી છે. પણ ગ્રામ્ય વિસ્તારોમાં તેમ નથી કરતી તેની પાછળનું કારણ એ છે કે, 2017માં ગ્રામ્ય પ્રજાએ રૂપાણીને મત આપ્યા ન હતા. શહેરોમાં રૂપાણીને મતો મળતા તેમની સરકાર બની હતી.