બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે. ભુજ આસપાસના 5 પંપ પર દરોડા પાડીને પંપ સીલ કરી દીધાં હતા. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. દરોડોના પગલે બાયોડિઝલ અને બાયોઓઈલના નામે બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું.
લાયસન્સ વગર પંપ શરૂ કરી દેવાયા છે.
ભુજોડી ગામે આવેલા ગ્રીન ગુજરાત બાયો ફ્યુઅલ, કુકમાના આરાધના ફ્યુઅલ અને દ્વિજા બાયો ફ્યુઅલ, ધાણેટીમાં આવેલા શિવશક્તિ બાયોડિઝલ, પધ્ધરમાં ચાલતા શ્રીહરિ બાયો ફ્યુઅલ નામના 5 પંપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ભેળસેળ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ પાંચેય પંપને સીલ કરીને 47 હજાર લિટર જથ્થો સીઝ કર્યો છે.
બાયો ફ્યુઅલના નામે સસ્તાં હાનિકારક પદાર્થોની ભેળસેળ કરી વેચાણ થતું હોવાની શંકા છે. કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ પંપ ખોલવાના નિયમોમાં ઘણા મોટા ફેરફાર કર્યા બાદ ભેળસેળ થઈ રહી છે. આ નીતિ અંતર્ગત ઈંધણના ખુદરા વેચાણ ક્ષેત્રમાં ઉતરનારી કંપનીઓએ દેશભરમાં ઓછામાં ઓછા 100 પેટ્રોલ પંપ લગાવવાના રહેશે. જેમાં 5 ટકા પેટ્રોલ પંપ અંતરિયાળ વિસ્તારોમાં લગાવવાના રહેશે.
વિરોધ
ઓક્ટોબર 2018થી ગુજરાતમાં બાયોડિઝલનો વિરોધ થઈ રહ્યો છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ પગલા ભરવામાં ન હતા. ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર બાયોડીઝલનું વેચાણ બેરોકટોક કરવામાં આવી રહ્યું છે. બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણને કારણે ભારત સરકારના પેટ્રોલ પંપોને ભારે આર્થિક નુકસાન થાય છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં પણ મોટા પાયે નુકસાન થાય છે. બાયોડીઝલમાં ગુણવત્તાનું ધોરણ જળવાતુ નથી. પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે, વાહનના એન્જીન ખરાબ થાય છે.
પેટ્રોલિયમ ડિઝલ પહેલા સિંગતેલથી એન્જીન ચાલતા
શરૂઆતમાં સીંગતેલ વડે જ એન્જિન ચાલતું પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી હતી. ડીઝલમાં અશુધ્ધિનું પ્રમાણ વધુ હોય છે. પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. વનસ્પતિના તેલને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે.
સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયો ડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે.
લાયસંસ સરળ થતાં ભેળસેળ વધી
લાઇસન્સ મેળવનાર કંપનીએ પેટ્રોલ પંપ ચાલુ કર્યાના ત્રણ વર્ષની અંદર સીએનજી, બાયો ઈંધણ, એલએનજી, એલિક્ટ્રિકલ વાહન ચાર્જિંગ સ્ટેશન વગેરેમાંથી કોઇ એકની ડિસ્ટ્રિબ્યૂશનની પણ સુવિધા કરે એટલે લાયસંસ મળી જાય છે.
આ અગાઉ પેટ્રોલ પંપનું લાઇસન્સ મેળવવા માટે એક કંપનીએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. ફ્રાન્સની ટોટલ કંપની અદાણી સમૂહ સામે મળીને નવેમ્બર 2018માં દેશમાં 1,500 છૂટક પેટ્રોલ અને ડીઝલ પંપ માટે લાઇસન્સ માટે અરજી કરી ચૂકી છે.
અત્યારે દેશમાં ચાલી રહેલ 66,408 કરતાં વધારે પેટ્રોલ પંપ સાર્વજનિક ક્ષેત્રની કંફનીઓ ઈન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડના છે, આ સિવાય રિલાયંસના 1400 અને શેલના 167 પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપની આ સંખ્યાની બાબતમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા નંબર પર છે. 2011માં ભારતમાં 41,947 આઉટલેટ હતા જેમાંથી 2,983 પેટ્રોલ પંપ રિલાયન્સ ઇ્ન્ડસ્ટ્રી તેમ એસ્સાર ઓઇલ જેવી ખાનગી કંપનીઓના હતા.
કોના છે કેટલા પંપ?
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ – 26,489
હિન્દુસ્તાન પેટ્રોલિયમ – 14,675
ભારત પેટ્રોલિયમ – 14,161
એસ્સાર ઓઇલ – 3,980
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ – 1,400
વર્તમાન આંકડા પ્રમાણે દેશમાં 5,474 આઉટલેટ બે પ્રાઇવેટ કંપનીઓના છે. આમાં એસ્સાર ઓઇલના 3,980 તેમજ બાકીના પેટ્રોલ પંપ રિલાયન્સના છે.
દેશના બધા મળીને 70 હજાર પેટ્રોલ પંપોમાંથી ગુજરાતમાં 8 હજાર પેટ્રોલ પંપો છે. જેમાં બાયોડિઝલના હમણાં શરૂં થયેલા 1200 પંપો છે.