બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા

Bullet train project delayed by 5 years, Modi’s big failure

દિલીપ પટેલ , જાન્યુઆરી 2022

સરકારની જોહુકમીના કારણે વિલંબ

મહારાષ્ટ્રમાં હજું જમીન સંપાદન થઈ નથી

2013માં નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન માટે જાહેરાત કરી હતી. આજે તેને 8 વર્ષ થયા છે.

4 વર્ષ પહેલાં 14મી સપ્ટેમ્બર 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ કાઉન્ટર પાર્ટ સિંઝો આબે દ્વારા અમદાવાદમાં ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો હતો. તેને પણ આજે 4 વર્ષ થયા છે. 2022માં બુલેટ ટ્રેન ચાલુ થઈ જવાની હતી. પણ નથી થઈ.

સમગ્ર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા ડિસેમ્બર 2018 નક્કી કરવામાં આવી હતી. આજ સુધી તેનો જમીન મેળવવાનું કામ પૂરું થયું નથી. સરકારની હુકમશાહીના કારણે આ  પ્રક્રિયામાં 3 વર્ષનો વિલંબ થયો છે.

ગુજરાતમાં જ્યાં સિવિલ વર્ક શરૂ કરવામાં આવ્યું છે ત્યાં 97.6 ટકા ખાનગી જમીન સંપાદન કરી લેવામાં આવી છે.

અમદાવાદ અને મુંબઇ વચ્ચેના 508.17 કિલોમીટરના વિસ્તારમાં દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદન થયું ત્યાં સિવિલ વર્ક શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ રાજ્યમાં હજી 15 ટકા જમીન મેળવવાની બાકી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારે આજે જે કર્યું તે 2017થી કર્યું હોત તો આજે મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું હોત. પણ તેમ કરવામાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ નથી.

ખેડૂતો અને મકાનો ગુમાવનારાઓ પૂરું વળતર માંગતા હતા. પણ આ બન્ને નેતાઓ ખેડૂતોને જંત્રીના ઓછા ભાવ કરતાં વધું ભાવ આપવા તૈયાર ન હતા. તેથી વિલંબ થયો છે.

બન્નેની ખેડૂત વિરોધી નીતિના કારણે પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે.  અને મહારાષ્ટ્રમાં 69 ટકા એવી જમીન સંપાદન કરવાની બાકી છે કે જ્યાં બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર કરવાનો થાય છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 7027 કરોડ રૂપિયાનું જમીન સંપાદન વળતર ચૂકવવામાં આવ્યું છે.

પૂર્વ મહેસુલ પ્રધાન કૌશિક પટેલે 200 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. હવે તે 6500 કરોડનું વળતર આપવું પડ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું છે. તેમણે આ પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેનને 2023ના અંત સમય સુધીમાં અમદાવાદથી મુંબઇમાં દોડાવવાની યોજના બનાવવામાં આવી છે પરંતુ હજી જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે.

જો કે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 1025 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે. જે પૈકી 5535 કરોડ રૂપિયા ગુજરાત અને 1421 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના ખાનગી જમીન માલિકોને આપી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જમીન સંપાદન થઇ રહ્યું છે અને ઉપયનગરીય મુંબઇમાં પ્રક્રિયા શરૂ થવાની બાકી છે, જ્યાં ચાર હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે. જો કે થાણેમાં 60 ટકા અને પાલઘર જિલ્લામાં હજી માત્ર 19 ટકા જમીન સંપાદન થઇ છે.

હજી જમીન સંપાદન પ્રક્રિયા બાકી હોવાથી સરકારે 1000 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થશે.

કોર્પોરેશન તરફથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદન પ્રક્રિયા 100 ટકા પૂર્ણ થઇ છે જ્યાં 7.52 હેક્ટર જમીન પેટે 70 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ગુજરાતના ખેડામાં 99  હેક્ટર અને આણંદમાં 47 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. ભરૂચમાં 99.81 ટકા જમીન સંપાદન થઇ છે, માત્ર ત્રણ પ્લોટ હસ્તગત કરવાના બાકી છે.

વડોદરામાં 108 હેક્ટર જમીનની આવશ્યકતા સામે 94 ટકા જમીન સંપાદન પૂર્ણ થયું છે. આ જિલ્લામાં 111 ખાનગી પ્લોટ હસ્તગત કરવાના બાકી છે. વલસાડમાં 98 ટકા જમીન પ્રાપ્ત કરવામાં આવી છે અને 102 પ્લોટ લેવાના બાકી છે. સુરતમાં સૌથી વધુ 137 હેક્ટર જમીન સંપાદિત કરવાની થાય છે અને તે જિલ્લામાં 96 ટકા કાર્યવાહી પૂર્ણ થઇ છે.

મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્યારે શરૂ થશે ટ્રેન ?

2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી.

5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે એમઓયુ સાઈન થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બુલેટટ્રેન રૃટની ડિઝાઈન આ કંપની તૈયાર કરી આપશે. ડિઝાઈનથી લઈને વિવિધ બાબતોની ડિઝાઈન અને ડ્રોઈંગ જાપાનની કંપની ભારતને આપશે.

વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના રૃટની રૃપરેખા તૈયાર કરવા માટે ભારતના નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની સાથે કરારો કર્યાં છે.

જાપાની કંપની અને ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. જાપાન દૂતાવાસના અધિકારી અને જાપાનની રેલવે કંપનીના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી.

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ધજાગરા ઉડી ગયા છે. ભારત-જાપાન વચ્ચે 2017માં 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટર વચ્ચે આ બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે.

મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની ટ્રેક બનાવવાની ના પાડી દીધી છે.

વિલંબ કેમ

પહેલેથી જ મોદી સરકારે જોહુમી કરીને ખેડૂતોની જમીન જપ્ત કરવા પોલીસ ફોર્સનો બેફામ ઉપોયગ ગુજરાતમાં કર્યો હતો. તંત્રનો ખોટો ઉપયોગ કર્યો તે મોદી અને રૂપાણી સરકારની મોટી ભૂલ હતી. તેથી પ્રોજેક્ટ વિલંબિત થઈ ગયો છે.

21 કિમી ભૂગર્ભમાં છે. ઉપર આવેલા મહારાષ્ટ્રના ફ્લેમિંગો અભ્યારણ્યને નુકશાન ન થાય. 11 ટેન્ડરો પ્રોજેક્ટની ધારેલી કિંમત કરતા 90% વધુ ભાવના આવેલા છે. મહારાષ્ટ્રમાં 430 હેકટરમાંથી 100 હેકટર જેટલી જમીન અત્યાર સુધી એકવાયર કરવામાં આવી છે.

ગુજરાતમાં 1000 હેકટર જમીન એકવાયર કરવાની થાય છે. એક વર્ષ પહેલા 40 ટકા જમીન આવી નથી. સુરત, નવસારીની જમીન મેળવવામાં વિલંબ થયો છે.  સિવિલ વર્કમાં 12માંથી 6 સ્ટેશનોનોના ઠેકા આપી દેવાયા છે. જેમાં મુંબઈના અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે.

ભારતીય રેલ્વે હવે ડિસેમ્બર 2023 ના અંદાજિત સમયમર્યાદામાં પાંચ વર્ષના વિલંબ સાથે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ટોબર 2028 સુધી પૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા રાખે છે.

આમ પ્રોજેક્ટ શરૂ થયો તેના 10 વર્ષમાં પૂરો થશે. પણ આયોજન થયું અને જાહેરાત થઈ તેના 16 વર્ષ આ પ્રોજેક્ટના થશે. 2013માં મોદીએ જાહેરાત કરી હતી.

સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી સુધારેલી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાપાની કંપનીઓ ઓછી ભાગીદારી જોઇ રહી છે, જ્યારે બોલી લગાવનારાઓ દ્વારા નક્કી કરેલા દરને કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે.

ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મોરચે અટવાઈ ગયો છે. લગભગ પાંચ વર્ષના વિલંબથી ચાલી રહ્યો છે. કદાચ તેનાથી પણ વધું વિલંબ થઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતો પોતાની જમીન આપી રહ્યા ન હતા. સરકારની નીતિના કારણે આ થયું હતું. કામ અટકી ગયું હતું.

2016 માં, મોદીએ જાપાનના વડા પ્રધાનને લીલીઝંડી આપી અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશન પરના પ્રોજેક્ટને શરૂ કરાવ્યો હતો. પાયાનો પથ્થર મૂકવામાં આવ્યો હતો.

લોન

508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ્વે કોરિડોર જાપાનની 15 વર્ષની લોનથી બનાવવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ મોટાભાગે જાપાની તકનીકીની તર્જ પર બનાવવામાં આવશે. અમદાવાદ-મુંબઇ હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) એ આ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવા માટે જરૂરી એક ટ્રિલિયનના 80 ટકાની 20 વર્ષની લોન આપવી પડશે. આ પ્રોજેક્ટનો બાકીનો ખર્ચ મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજ્ય સરકારો ઉઠાવશે. હવે આ લોક કઈ રીતે ભરી શકશે. કલાકમાં 300 કિ.મી.ની ગતિવાળી આગામી બુલેટ ટ્રેન, અમદાવાદ અને મુંબઇ વચ્ચેના મુસાફરીના સમયને નોંધપાત્ર ઘટાડો કરશે.

મોદી શક્તિ નહીં બતાવી શકે

મોદી સરકાર ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ઓગસ્ટ 2022 સુધીમાં પ્રોજેક્ટનો ઓછામાં ઓછો એક ભાગ શરૂ કરવા માટે ઉત્સુક હતી. અને રેલવે સત્તાવાર રીતે ખાતરી કરે છે કે મૂળ સમયરેખા હજી અમલમાં છે. શક્યતા અભ્યાસ મુજબ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની લક્ષ્યાંક તારીખ ડિસેમ્બર 2023 છે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે, અમલીકરણ એજન્સી, જે ઇક્વિટીની ભાગીદારીથી 2016 માં સ્થાપિત કરવામાં આવી હતી. રેલ્વે મંત્રાલય અને મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારો પણ છે.

બીજું સ્વપ્ન

ભારતીય રેલ્વે દિલ્હી અને અમદાવાદ વચ્ચે વધુ એક હાઇ સ્પીડ રેલ નેટવર્ક પર વિચાર કરી રહી છે. દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આશરે 886 કિલોમીટરના અંતરને આવરી લેશે અને રાજસ્થાનના જયપુર અને ઉદયપુરથી પસાર થશે. તાજેતરમાં, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા દિલ્હી-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) માટે ડેટા કલેક્શન અને સંબંધિત સર્વેક્ષણના કામ માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. અમદાવાદ મુંબઇ ટ્રેનનું કોઈ રિપેરિંગ નથી. બીજો પ્રોજેક્ટ શરૂ કરીને મોદીએ ભારતના લોકોના સપના કહેવાનું શરૂ કર્યું છે. જે અનેક ચૂંટણીઓ જીતાડવા માટે વહેંચવામાં આવશે.

કેન્દ્ર સરકાર અને સહભાગી રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ એનએચએસઆરસીએલ, અમદાવાદ-મુંબઇ હાઇ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ પર પહેલેથી જ કામ કરી રહ્યું છે, તે પ્રોજેક્ટ સંભાળશે.

—————

હજું જમીન પણ સંપાદીત થઈ શકી નહીં

ટ્રેનની 2018માં જમીન મેળવી દેવાની હતી

આજ સુધી તેનો જમીન મેળવી શકાય નહીં

જમીન સંપાદન થયું ત્યાં સિવિલ કામ શરૂ

રાજ્યમાં હજી 15 ટકા જમીન મેળવવાની બાકી

2017થી જમીનના બજાર ભાવ ન  અપાયા

2020માં સરકાર ખેડૂતો સામે ઝૂકવું પડ્યું

પંજાબના ખેડૂતો કરતાં પણ મોટી લડત આપી

ખેડૂતોની 2017થી 2021ની ભાજપ સામે લડત

ખેડૂતોની માંગ માની હોત તો કામ સમયસર

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાવ નિષ્ફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીદ નડી ગઈ

મિલકત ગુમાવનારાઓની પૂરા વળતર માંગ

ખેડૂતોને જંત્રીના કરતાં ઓછા ભાવ અપાયા

ખેડૂત વિરોધી નીતિથી બુલેટટ્રેનમાં વિલંબ

બન્નેની અનીતિના કારણે પ્રોજેક્ટ વિલંબ

મહારાષ્ટ્રમાં 69 ટકા જમીન સંપાદન ન થયું

7027 કરોડ રૂ જમીન સંપાદન વળતર અપાયું

મહેસુલ પ્રધાને 200 કરોડ આપવાનું કહ્યું હતું

પૂર્વ મહેસુલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું

હવે તે 6500 કરોડનું વળતર આપવું પડ્યું

પ્રોજેક્ટ ફાસ્ટ કરવા ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેન ધીમી દોડી

2023માં અમદાવાદથી મુંબઇમાં દોડવાની હતી

હવે 2028માં શરૂ થાય એવી શક્યતા છે

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન જવાબદાર

જમીન સંપાદન થયું ત્યાં સિવિલ વર્ક શરૂ કરાયું

ગુજરાત-મહારાષ્ટ્રમાં 1025 હેક્ટર ખાનગી જમીન

5535 કરોડ રૂ. ગુજરાતની પ્રજાએ આપ્યા છે

1421 કરોડ રૂ.મહારાષ્ટ્રના આપી દેવાયા છે

મહારાષ્ટ્રના 3 જિલ્લામાં જમીન સંપાદન બાકી

ઉપનગરીય મુંબઇમાં જમીન મેળવવાની બાકી

મુંબઈમાં 4 હેક્ટર જમીન સંપાદન કરાશે

થાણેમાં 60 ટકા જમીન મેળવી લેવાઈ છે

પાલઘર જિલ્લામાં 19 ટકા જમીન સંપાદન કરી

સરકારે 1000 કરોડ હજું આપવા પડશે

દાદરા-નગર હવેલીમાં જમીન 100 ટકા મળી

હાનહમાં 7.52 હેક્ટર જમીનના 70 કરોડ આપ્યા

ખેડામાં 99, આણંદમાં 47 હેક્ટર જમીન મળી

ભરૂચમાં 99.81 ટકા જમીન સંપાદન થઇ

ભરૂચમાં ત્રણ લોકોની જમીન હસ્તગત કરાશે

વડોદરામાં 108 હેક્ટર જમીનની જરૂર છે

વડોદરામાં 94 ટકા જમીન મેળવી લેવાઈ

વડોદરામાં 111 લોકોનો જમીન આપવા ઈન્કાર

વલસાડમાં 98 ટકા જમીન પ્રાપ્ત કરી લીધી

વલસાડમાં 102 લોકોની જમીન-મકાન બાકી

સુરતમાં 137 હેક્ટરમાંથી 96 ટકા લીધી

મોદીનું આડેધડ આયોજનથી વિલંબ થયો

બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન 5 વર્ષ પછી બની

મોદીએ 4 ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કર્યા

2013માં બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત

મોદીએ બુલેટટ્રેનની પહેલી જાહેરાત 2013માં કરી

2028માં પ્રોજેક્ટ પૂરો થાય એવી શક્યતા છે

16 વર્ષ સુધી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલશે

પ્રોજેક્ટના વિલંબ માટે મોદી-રૂપાણી જવાબદાર

મોદીએ પ્રોજેક્ટની જાહેરાત કરી તેને 8 વર્ષ થયા

કેન્દ્ર સરકારે ખેડૂતો પર પોલીસ અત્યાચારો કર્યા

ખેડૂતોની સાવ સસ્તામાં જમીન આંચકી લેવી હતી

જમીન આંચકી લેવા ખેડૂતો પર સરકારી દમન

સંપાદનના કાયદાઓ બદલી કાઢી અન્યાય કર્યો

સરકારના કારણે અદાલતોમાં કેસ થયા

મુંબઈમાં જમીન સંપાદન સામે સરકારનો વિરોધ

મહારાષ્ટ્રમાં હજું જમીન સંપાદન થઈ નથી

શિવસેનાએ મોદીના વલણની ટીકા કરી

પ્રોજેક્ટનો ફાયદો માત્ર ઉદ્યોગપતિઓને મહારાષ્ટ્ર

હુકમશાહીના કારણે જમીન મેળવવામાં ભારે વિલંબ

2012માં મનમોહન સીંગની બુલેટ ટ્રેનની જાહેર

2013માં નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનની જાહેરાત

જાહેરાતને 10 વર્ષ થયા છતાં ઠેકાણું ન પડ્યું

સરકારની હુકમશાહીના કારણે વિલંબ થયો

અમદાવાદ અને મુંબઇ વચ્ચે 508 કિ.મી. માર્ગ

14મી સપ્ટેમ્બર 2017માં ટ્રેનનો પાયો નંખાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયો ખોદ્યો

જાપાનીઝ કાઉન્ટર પાર્ટ સિંઝો આબે હાજર

અમદાવાદમાં ફાઉન્ડેશન સ્ટોન રખાયો હતો

2022માં બુલેટ ટ્રેન ચાલુ થઈ જવાની હતી

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન

જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી વચ્ચે એમઓયુ

વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટર

ડિઝાઈન-ડ્રોઈંગ જાપાનની કંપનીએ કરી

મેક ઈન ઈન્ડિયાની મોદીની વાતના ધજાગરા

ભારત-જાપાન વચ્ચે 2017માં કરાર થયો

1.08 લાખ કરોડનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિ.મી. દોડશે

મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની ના પાડી દીધી

શિવસેનાએ ટ્રેન સામે ઇન્કાર કરી દીધો હતો

પહેલેથી જ મોદી સરકારે જોહુમી કરી હતી

ખેડૂતોની જમીન જપ્ત કરવા પોલીસનો ઉપયોગ

પોલીસ ફોર્સનો બેફામ ઉપોયગ ગુજરાતમાં કર્યો

જમીન મેળવવા ભાજપે તંત્રનો દૂર ઉપયોગ

મોદી અને રૂપાણી સરકારની મોટી ભૂલ હતી

જોહુમીના કારણે પ્રોજેક્ટ વિલંબિત થયો

21 કિમી ભૂગર્ભમાં મુંબઈ પાસે ટ્રેન દોડશે

મહારાષ્ટ્રના ફ્લેમિંગો અભ્યારણ્યને નુકશાન

11 ટેન્ડરોમાં નક્કી કિંમત કરતા 90% વધું ભાવ

સુરત, નવસારીની જમીન મેળવવામાં વિલંબ

12માંથી 6 સ્ટેશનોનોના ઠેકા આપી દેવાયા

મુંબઈના ભઊગર્ભ સ્ટેશનનો ઠેકો અપાયો

ભારતીય રેલ્વે ડિસે.2023માં શરૂ કરવાની હતી

હવે બુલેટ ટ્રેન ઓક્ટો 2028માં પૂર્ણ થઈ શકે

પ્રોજેક્ટ શરૂ થયો તેના 10 વર્ષમાં પૂરો થશે

આયોજન-જાહેરાતના 16 વર્ષ પછી ટ્રેન દોડશે

2012માં મનમોહન-2013માં મોદીની જાહેરાત

ઠેકામાં જાપાની કંપનીઓ ઓછી ભાગીદારી

નક્કી કરેલા દરને કારણે ટેન્ડર રદ કરાયા

ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોટમાં

પ્રોજેક્ટ અનેક મોરચે અટવાઈ ગયો

ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ

સરકારની નીતિના કારણે વિલંબ થયો

15 વર્ષની 80 હજાર કરોડની લોન જાપાને

કામ પૂરું થતાં જ લોન પરત કરવી પડશે

સિસ્ટમ મોટાભાગે જાપાની તકનીકી પર છે

કલાકમાં 300 કિ.મી.ની ગતિવાળી ટ્રેન

મોદી શક્તિ નહીં બતાવી શકે

મોદી ઓગસ્ટ 2022માં ટ્રેન ચલાવાના હતા