ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ખેડૂતોની માંગણી

Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price

ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021
ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમાં સી-2 ગણતરી ઉમેરવાની કાયદાકીય લેખિત ગેરંટી આપે, જે ખેડૂતોના પાક માટે નિશ્ચિત ભાવની ખાતરી આપે છે. પણ ગુજરાત સરકાર ખેડૂતોના 22 પાકના કુલ ઉત્પાદનના માત્ર 2થી 5 ટકા જ ખરીદી કરે છે.

ખેડૂતો તાજેતરમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા અને વીજળી (સુધારો) બિલ 2020 સામે વિરોધ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના ખેડૂતો પણ ઘણે સ્થળે જોડાયેલા છે. ગુજરાતના ખેડૂતોની આ માંગણી ફરી એક વખત ઊભી થઈ રહી છે. ટેકાના ભાવ શું છે અને તેની સાથે સી-2 શું છે તેની સમજ ખેડૂતોએ આખા ગુજરાતમાં આપવાનું શરૂ કર્યું છે.

ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)

લઘુત્તમ ટેકાના ભાવ (MSP) એ કોઈ પણ પાકની ‘લઘુતમ કિંમત’ છે, જે સરકાર દ્વારા ખેડૂતોને મહેનતાણું તરીકે સ્વીકારવામાં આવે છે. તે ભાવે ખેડૂતોનો તમામ માલ ખરીદવાની સરકાર ખાતરી આપે છે. ખેડૂતોના ભાવ ઘટાડા સામે રક્ષણ પૂરું પાડવા માટે ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલી બજાર હસ્તક્ષેપની પદ્ધતિ છે. સરકારે ખરીદ કરેલો માલ પછી તે વેપારીઓને ખુલ્લા બજારમાં વેંચે છે કે ગરીબો માટેની સસ્તા અનાજની દુકાનોએથી તે આપવામાં આવે છે. ખેડૂતોના તમામ પાકોને આવી ખાતરી આપવામાં આવતી નથી. ફળ, શાકભાજી, બીજી કિંમતી ઉત્પાદનોને ટેકાના ભાવે ખરીદવામાં આવતાં નથી. જે ખરીદાય છે તેમાં 90 ટકા અનાજ અને કપાસ હોય છે. 210 પાકોમાંથી માત્ર 22 પાકને ટેકાના ભાવે ખરીદ કરવામાં આવે છે. જેમાં 14 પાક ચોમાસાના અને 6 પાક શિયાળાના હોય છે. શેરડીના વાજબી ભાવ નક્કી કરેલા હોય છે.

પાકની યાદી: 7 અનાજ : ડાંગર, ઘઉં, જવ, જુવાર, બાજરી, મકાઈ અને રાગી
દાળ 5 : ચણા, તુવેર, મગ, અડદ અને દાળ
તેલીબિયાં 8 : મગફળી, સરસવ, તોરિયા (લાહી), સોયાબીન, સૂર્યમુખી બીજ, તલ, કેસરબીજ, રામટીલ બીજ,
ઉપરાંત – કપાસ, કાચો જ્યુટ, લીલા નાળિયેર, સૂકા નાળિયેર, શેરડી (વાજબી અને નફાકારક ભાવ)

સરકારી એજન્સી દ્વારા 2018-19થી કેન્દ્રીય બજેટમાં સરકારે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને ખેડૂતોના ઉત્પાદન ખર્ચથી દોઢ ગણો વધારવાની જાહેરાત કરી હતી.

કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશન : 1965થી જે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ સરકારને સલાહ આપે છે.

લઘુતમ ટેકાના ભાવ નક્કી કરતી વખતે કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશન દ્વારા ખેતીના ખર્ચ સહિત વિવિધ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે.

ખેતી ખર્ચ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ વલણો, ગ્રાહક (ફુગાવો), પર્યાવરણ (જમીન અને પાણીનો ઉપયોગ) અને કૃષિ અને બિન-કૃષિ વચ્ચે વેપારની શરતો સિવાય અન્ય ઉત્પાદનની માંગ અને પુરવઠો ક્ષેત્રો વગેરે પણ ગણવામાં આવે છે.

વર્ષ 2018-19 માટે કેન્દ્રીય બજેટમાં ફેરફાર

વર્ષ 2018-19ના બજેટમાં તત્કાલીન નાણામંત્રીએ કહ્યું હતું કે ‘પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત’ તરીકે લઘુતમ ટેકાના ભાવ પાકના ઉત્પાદન ખર્ચના દોઢ ગણા નક્કી કરવામાં આવશે.

આમ કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશનનું કાર્ય હવે માત્ર એક સીઝન માટે પાકના ઉત્પાદન ખર્ચનો અંદાજ કાઢવાનું અને 1.5 ગણી ફોર્મ્યુલા લાગુ કરીને એમએસપીની ભલામણ કરવાનું છે.

ઉત્પાદન ખર્ચ નક્કી કરવાની પદ્ધતિ
કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ દ્વારા જમીનના સ્તરના સર્વેક્ષણ દ્વારા પાકના ઉત્પાદનનો ખર્ચ નક્કી થતો નથી.

તેના બદલે, આયોગ કૃષિ મંત્રાલય હેઠળ અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક દ્વારા પૂરા પાડવામાં આવેલા રાજ્યવાર અને પાક-વિશિષ્ટ ઉત્પાદન ખર્ચ અંદાજ સંબંધિત ડેટાનો ઉપયોગ કરે છે.
જો કે, આ આંકડા ફક્ત ત્રણ વર્ષના અંતરાલો પર ઉપલબ્ધ છે.

સીએસીપી દરેક પાક માટે રાજ્ય અને અખિલ ભારતીય સ્તરે ત્રણ પ્રકારના ઉત્પાદન ખર્ચનો અંદાજ આપે છે.

‘A2’
આ ગણતરીમાં ખેડૂતોના બિયારણ, ખાતર, જંતુનાશકો, મજૂર, લીઝ પર લીધેલી જમીન, બળતણ, સિંચાઈ વગેરે પર સીધો ખર્ચ ગણવામાં આવે છે.

‘A2+FL’
તેમાં ‘A2’ તેમજ અવેતન કૌટુંબિક શ્રમનું લાદવામાં આવેલા મૂલ્યનો સમાવેશ થાય છે.

‘C2’
સી-2 વધુ વ્યાપક ખ્યાલ છે, તેમાં ‘A2+FL’ ઉપરાંત ખેડૂતની માલિકીની જમીન અને સ્થાવર મિલકત પર ભાડું અને વ્યાજ પણ શામેલ છે. ખેતીના સાધનોની ખરીદી અને તેનો ઘસારો પણ સામેલ કરવામાં આવે છે.

કિંમતના મુદ્દાઓ:
2018-19ના કેન્દ્રીય બજેટ ભાષણમાં સરકારે ઉત્પાદન કિંમતનો ઉલ્લેખ કર્યો નથી કે જેના પર 1.5 ગણા ફોર્મ્યુલાની ગણતરી કરવાની હતી.

સીએસીપીની ‘ખરીફ પાક માટે ભાવ નીતિ: માર્કેટિંગ સિઝન 2018-19’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની ભલામણો ‘A2+FL’ ખર્ચ પર આધારિત છે.

ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓ દ્વારા માંગમી કરવામાં આવી રહી છે કે, એમ.એસ. સ્વામીનાથનના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય ખેડૂત આયોગ દ્વારા ભલામણ કરાયેલા 1.5 ગણા એમએસપી ફોર્મ્યુલાનો અમલ ‘સી 2’ ખર્ચે થવો જોઈએ.

ડાંગરમાં અન્યાય
ગુજરાતમાં 8.40 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર 2020-21માં થયું હતું. જેમાં સૌથી વધું મધ્ય ગુજરાતમાં 5.40 લાખ હેક્ટર અને ગુજરાતમાં સૌથી વધું વાવેતર અમદાવાદના ખેડૂતો 1.33 લાખ હેક્ટરમાં કરે છે. આણંદ 1.17, ખેડા 1.14 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. દક્ષિણ ગુજરાતમાં કુલ 2.70 લાખ હેક્ટર વાવેતર થયા હતા. જેમાં સરકારે ટેકાના ભાવે 1 ટકો પણ ખરીદી જ કરી નથી. ટેકાનો ભાવ સારી ડાંગરનો ક્વિન્ટલ દીઠ રૂ. 1,888 અને અન્ય ડાંગર માટે રૂ. 1,868 છે.

તલના ટેકાના ભાવ વધાર્યા તેમાં કિલોએ 4.50, તૂવેર-અડદ-દાળના ટેકાના ભાવમાં કિલોએ રૂ.3નો વધારો કરી મોદીએ ખેડૂતોની મજાક કરી છે.

મગમાં અન્યાય
ગુજરાતમાં 2021માં ઉનાળું મગના સારા ભાવ ન મળવાના કારણે કરોડોનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ટેકા કરતાં પણ નીચા ભાવે ખેડૂતો વેચી રહ્યાં છે. 60 હજાર હેક્ટરમાં 3.60 કરોડ કિલો મગ પાકવાની ધારાણા હતી. એક કિલોના 95 ભાવ મળવો જોઈતો હતો. તેના સ્થાને એક કિલોના રૂ.60 માંડ મળે છે. આમ એક કિલોએ રૂપિયા 35ની ખોટ જઈ રહી છે. કુલ ખોટ રૂ.126 કરોડની ગણી શકાય છે.

ઘઉંમાં 1 ટકો ખરીદી ન થઈ
2021ના શિયાળામાં ગુજરાતમાં 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. તેની સામે માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં ગુજરાતમાંથી કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી.

મગફળીમાં 26 લાખ ટનમાંથી 5-7 લાખ ટન માંડ ખરીદ કરવામાં આવે છે.

માત્ર 6 ટકા ખરીદી
શાંતા કુમાર સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં માત્ર 6 ટકા ખેડુતોને એમએસપીનો લાભ મળે છે. તેની અસર એ છે કે દર વર્ષે ખેતીનો ક્ષેત્ર ઓછો થઈ રહ્યો છે. ખેડુતો ખેતી છોડી દે છે અને વેતન કે મજૂરી જેવા કામમાં લાગી ગયા છે. રોજગારની શોધમાં ગામડામાંથી ટાઉનમાં કે શહેરમાં સ્થળાંતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે, દેશ તેના ખેડુતોને ગુમાવી રહ્યો છે. એવા પણ સંકેત મળી રહ્યા છે કે બેરોજગાર હોવા છતાં ઘણા ગામ લોકો ખેતીમાં રસ દાખવતા નથી. આ બતાવે છે કે ભારત કૃષિના અધોગતિના મોટા પરિવર્તનની ધાર પર છે.

ખેતી છોડતા ખેડૂતો
સાતમા દાયકામાં, કૃષિ ગ્રામીણ ઘરની આવકનો ત્રીજો કે, ચોથા ભાગનો હિસ્સો હતો. 2020માં એક તૃતીયાંશથી ઓછું થઈ ગયું છે. હવે મોટાભાગના ગ્રામીણ પરિવારો બિનખેતીના કામોથી આવક મેળવી રહ્યા છે. તેઓ ખેતી છોડી રહ્યાં છે.

માર્કેટિંગ સિઝન 2020-21 માટે તમામ ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ:

માર્કેટિંગ સિઝન 2020-21 માટે તમામ ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ:
ક્રમ પાક અંદાજીત કિંમત 2020-21 ખરીફ માટે એમએસપી 2020-21
1 ડાંગર (સામાન્ય) 1,245 1,868
2 ડાંગર (ગ્રેડ એ) 1,888
3 જુવાર (સંકર) 1,746 2,620
4 જુવાર (માલંડી) 2,640
5 બાજરી 1,175 2,150
6 રાગી 2,194 3,295
7 મકાઈ 1,213 1,850
8 તુવેર (અરહર) 3,796 6,000
9 મગ 4,797 7,196
10 અડદ 3,660 6,000
11 મગફળી 3,515 5,275
12 સૂર્યમુખીનાં બી 3,921 5,885
13 સોયાબીન (પીળો) 2,587 3,880
14 તલ 4,570 6,855
15 કાળા તલ 4,462 6,695
16 કપાસ (મધ્યમ તાર) 3,676 5,515
17 કપાસ (લાંબો તાર) 5,825

આ પણ વાંચો 

માંડ 6 ટકા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે છે
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-6-%e0%aa%9f%e0%aa%95%e0%aa%be-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%ab%82%e0%aa%a4%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9f%e0%ab%87%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/

7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે
https://allgujaratnews.in/gj/7-97-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95-%e0%aa%9f%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0/

90 દિવસમાં 6.5 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કેમ કરવામાં આવતું નથી ?
https://allgujaratnews.in/gj/90-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-6-5-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%9f%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%9f%e0%ab%87%e0%aa%95%e0%aa%be/

તલમાં 4.50, તૂવેર-અડદ-દાળના ટેકાના ભાવમાં કિલોએ રૂ.3નો વધારો કરી મોદીએ ખેડૂતોની મજાક કરી
https://allgujaratnews.in/gj/modi-farmers/

સરકારે મગની ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોને એક કિલોએ 35ની ખોટ
https://allgujaratnews.in/gj/farmers-lose-support-price-in-gujarat/

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજાબને જલસા-ગુજરાતને અન્યાય
https://allgujaratnews.in/gj/48-lakh-tonnes-of-wheat-produced-in-gujarat-purchased-only-1-percent-on-support-price/

ખરીફ સીઝન 2020-21 માટે લઘુત્તમ ટેકાના ભાવનો અમલ, 95318.50 મેટ્રિક મગ, મગફળી અને સોયાબીન ખરીદી
https://allgujaratnews.in/gj/msp-operations-during-kharif-marketing-season-2020-21-95318-50-mt-of-moong-urad-groundnut/

ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો
https://allgujaratnews.in/gj/farmers-fooled-peanut-support-price-hike-by-1-85-rupees-gujarati-news/

ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)
https://allgujaratnews.in/gj/minimum-support-prices-msp-for-kharif-crops-for-2020-21/