જ્યાં મગફળી નથી થતી ત્યાં કાગળ પર બતાવી કરોડોનું કૌભાંડ
બનાસકાંઠા જીલ્લાના વાવ- સૂઇગામપંથકમાં મગફળી કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે કોંગ્રેસના અગ્રણીઓએ સોમવારે પાલનપુર ખાતે ધરણા કરી જણાવ્યું હતુ કે, વાવપંથકમાં ક્યાંય મગફળીનું વાવેતર જ થયું નથી. તો પછી માર્કેટયાર્ડમાંથી સરકારે ટેકાના ભાવે કઇ રીતે મગફળી ખરીદી? તો બીજી તરફ સૂઇગામના કેટલાક ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ આક્ષેપો ખોટા હોવાનું જ...
કપાસની ખેતી ગુજરાતની મંદી દૂર કરશે
નોટબંધી, ટ્રક હડતાલ, જીએસટી અને બીજા કેટલાંક ખોટા નિર્ણયોને લઈને ગુજરાતમાં મંદી શરૂ થઈ છે. તેમાંથી બહાર આવવા માટે હાલ તો રૂપાણી સરકાર પાસે કોઈ આયોજન દેખાતું નથી. પણ તેમના ભવિષ્યનો આધાર હવે માત્ર કપાસ પકવતાં ખેડૂતો છે. કપાસ પકવતાં ખેડૂતો ગુજરાતને આર્થિક મંદીમાંથી બહાર લાવી શકે તેમ છે. ગયા વર્ષે કપાસના 20 કિલોના ભાવ 850થી વધીને માલ વેપારીઓ પાસે આવ્યો...
વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો ...
સમગ્ર રાજ્યમાં જમીન માપણી નો મુદ્દો વિવાદિત બનતા રાજ્ય સરકારે કરેલા પ્રોમોગેશન ઓર્ડરો સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતો અને જમીન ખાતેદારો તેમજ ધારાસભ્યોની વ્યાપક રજૂઆતો બાદ સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના ખાતા અનલોક કરવાની ફરજ પડી છે. આજે પ્રધાન મંંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય ની માહિતી આપતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ ...
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...
કપાસના રોગ જીવાતને અંકુશમાં રાખવાના ઉપાયો
અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસ ની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરૂ વાવેતર ની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતો થી બચાવી શકીયે. ૧) આગોતરા કપાસ માં અત્યારે પ્રોફેનોફોસ(૪૦%)+સાયપરમેથ્રિન(૪%) નો ૩૫-૪૦મિલી/પંપ અવશ્ય છટકાવ કરો જેથી ગુલાબી ઈયળ ના ઈંડા અને અન્ય જ...
ભાજપના બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ
જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે. જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરી...
વરસાદની પરિસ્થિતિની સરકારે સમીક્ષા કરી પાંચ ઇંચથી ઓછો વરસાદ થયો છે ત્ય...
રાજ્યના સરદાર સરોવર ડેમ સહિત ૨૦૩ જળાશયોમાં કુલ ૫૫૬ MCM નવું પાણી આવ્યું ગુજરાત સરકારે રાજ્યમાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. સરદાર સરોવર નર્મદા બંધમાં 278 MCM પાણી આવ્યું છે. સરદાર સરોવર ડેમમાં ૧ લાખ બે હજાર ક્યુસેક્સ પાણીનો આવરો રહ્યો છે. મધ્ય ગુજરાતના પાનમ, કરજણ, કડાણા અને ...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંચગવ્ય ઉપચાર તથા નિશુલ્ક ગૌ મૂત્ર – દવા વ...
સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગૌ ચિકિત્સા કેમ્પ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પંચગવ્ય ઉપચાર તથા નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલું હતું. 17 થી તા.19 દરમ્યાન ગૌ-વિજ્ઞાન કથા તથા નિદાન અને પંચગવ્ય દવાઓનું વિતરણ કરવામાં આવેલું હતું. કેમ્પનો લાભ આશરે 500 થી વધુ દર્દીઓએ લીધેલ હતો. કથા વિરામ પ્રસંગે ચિકિત્સક ટીમ તથા વક્તા...
ગૌચરની જમીન પર દબાણ
કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા અનેક લોકોએ ગૌચરની જમીન ઉપર તેમજ તળાવમાં દબાણ કરી દીધું છે. તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસો ફટકારવામાં આવી છે પણ તે માત્ર કાગળ પર બતાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર કરવામા આવે તો પશુઓ માટે ખરાબો ખૂલ્લો થાય અને માલધારીઓના માટે સાર્વજનિક રીતે જમીન ખૂલ્...
માણસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ
માણસા પંથકમાં ૨૩ દિવસ પછી ૪ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ૨૧ હજાર હેક્ટરમાં વાવણી કર્યા પછી વરસાદ નહીં આવતાં પાક સુકાવા લાગ્યો હતો. ગયા ચોમાસાની સિઝનમાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનં...
ડીસામાં વેપારી પેઢીએ રાજસ્થાનના ખેડૂતોના પૈસા ડૂબાડ્યા
બનાસકાંઠા જિલ્લામાં આર્થિક મંદીના કારણે પ્રજા સાથે છેતરપીંડીના બનાવોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. એક પછી એક પેઢીઓ છેલ્લા કેટલાય સમયથી લોકોના રૂપિયા લઇ ફરાર થઈ રહ્યા છે. ડીસા માર્કેટ યાડમાં એક પેઢીનું ઉઠામણું થતા રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા છે. જાલોર જિલ્લાના અનેક ખેડૂતો વાવેતર કરેલ અનાજ ડીસા માર્કેટયાડ માં આ પેઢી ઉપર ...
વરસાદથી 84 ટકા પાકને જીવતદાન, કૃષિ નિયામક
ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી ૮૪.૩૯ ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે, એમ રાજ્યના કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું છે. ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે કુલ ૭૨.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તાજેતરના વરસાદ પછી દિવેલા, કઠોળ, ગુવાર, જુવાર, બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરાશે. ક...
મગફળી કૌભાંડમાં હાઇકોર્ટના નિવૃત જજનું તપાસપંચ નિયુક્તક કરાયું
ગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત સરકારે કરી છે. ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટર...
વાજપેઈના નિધનથી મગફળી કૌભાંડના ધરણા કોંગ્રેસે મોકુફ રાખ્યા
મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે સવારે અમદાવાદના ગાંધીઆશ્રમ બહાર ૭૨ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સાંજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે વિપક્ષી નેતા ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ધરણાં સ્થળે બે મિનિટનું મૌન પાળીને સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી ...

English