Friday, July 3, 2026

પહ્મ ભૂષણ મેળવનારા ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન

70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ આ...

વેલેન્ટાઈન્સ ડે – કરોડપતિ પરિવારની આઠ યુવતીઓ દીક્ષા લેશે 

સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મ...

ગિરનાર રોપ-વેનો સામાન હેલીકોપ્ટરથી પહોંચાડાયો

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું કામ પુરજોશમાં થઇ રહ્યું છે. રોપ-વેનો સામાન ઉપર પહોંચાડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે.અંબાજી મંદિર સુધી સમાન પહોંચાડવામાં આવશે. પાંચ દિવસ સુધી આ કામગીરી ચાલશે, ત્યાર બાદ મીની રોપવે તૈયાર કરવામાં આવશે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ બનશે. તેની લંબાઇ 2230...

ચલાલા નગરપાલિકાના પ્રમુખે હરણને બચાવ્યું

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્‍થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા સ...

અંગદાનમાં સુરત સૌથી આગળ કેમ, હવે સોટો બનતાં ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્ર...

ગુજરાતમાં 2 હજાર નવા સાહસ બે વર્ષમાં શરૂં થશે

ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપ હશે.  રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડી છે. અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર...

સ્થાવર મિલકતની તબદીલી માટે સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી ફી ઇ-પેમેન્ટથી ભરી શક...

સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી સરળતાથી ગમે તે સમયે અને સ્થળેથી ઓનલાઇન ઇ-પેમેન્ટના માધ્યમથી ચૂકવી શકે તે માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઇ-પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવીન ઇ-પેમેન્ટ પદ્ધતિમાં નાગરિકોએ આ મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહે છે જેમાં પક્ષકારે gar...

અંધની સેવા કરવા મુક્તાબેન ડગલીએ લગ્ન ન કરી હજારોને નવજીવન આપ્યું ̵...

2019માં સમગ્ર દેશમાંથી 94 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા તેમાં ગુજરાતના પાંચ વ્યક્તિ છે. જેમાં સુરેન્દ્રનગરનાં વતની એવા મુક્તાબેન ડગલીને દિવ્યાંગો માટે સેવાની શ્રેષ્ઠ કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી આપવામાં આવ્યો છે. મેનેંજાઇટિસમાં  આંખોની રોશની જતી રહેતાં તેઓ ચીસ પાડી ઉઠ્યા હતા. રેટિનાની ટ્રાન્...

અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્ર...

70 હજારને ખાનગી ઉદ્યોગોમાં નોકરી માટે જોબ ફેર

જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી-ર૦૧૯ સુધી ૩૩ જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ૬૦ હજારથી વધુ રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેર નો પ્રારંભ થયો હતો. પ્લેડાયરેકટર ટેકનીકલ એજ્યુકેશન અને મારૂતિ મોટર્સ, CII સહિતના જૂથો સાથે સ્કીલ ડેવલપમેન્ટ અને સેન્ટર...

40 સભ્યોની માતા સિંહણનો કોલર આઈડી પટ્ટો દૂર કરાયો

સિંહપ્રેમીઓને ગર્વ છે કે રાજમાતા સિંહણ હવેગળામાં લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બૃહદગીરમાં વસતું 40 થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્‍યું છે. તેના ગળામાં 11 વર્ષ પહેલા વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટોટયુટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કોલર આઈડી લગાવાનો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં તે પટ્ટો દુર કરાયો ન હતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના...

5 લાખ મહિલાઓને 181ની મદદ મળી

181 હેલ્‍પલાઈનનો રાજયવ્‍યાપી વિસ્‍તરણ રેસ્‍કયુવાન સહિત સમગ્ર રાજયમાં ગત તા.8 માર્ચ ર01પ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનનાં રોજ કરવામાં આવ્‍યો હતો. આ રાજયવ્‍યાપી વિસ્‍તરણ બાદ માત્ર 4 વર્ષના સમય ગાળા દરમીયાનમાં જ પ લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્‍થિતિમાં સલાહ, બચાવ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું હતું. જયારે 1 લાખ કરતાં વધારે મહિલાઓને તાલીમબઘ્‍ધ કાઉન્...

પોતાના ખર્ચે ચેક ડેમ અને નહેર ઊંડી કરાવી

લાઠીના દુધાળા ખાતે દાતા ગોવિંદભાઈ ધોળકીયા સહિતના દાતાઓના આર્થિક સહયોગથી સને ર000ની સાલમાં પાણીની કાયમી સમસ્‍યા હલ કરવા ચેક ડેમો અને કેનાલો બનાવી વરસાદના પાણીના સંગ્રહ માટે સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવેલ હતું. જેના કારણે લોકો અને પશુઓને પીવાના પાણીનીમુશ્‍કેલી દૂર કરેલ અને ચેક ડેમના સંગ્રહિત પાણીથી કૂવા-બોરના તળ ઉંચા આવેલ. વર્ષો પહેલા બનાવેલ કેનાલો...

એક CCTV કેમેરા રૂ.3.18 લાખનો પડશે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારૂ, ગુનાઓને રોકવા તેમજ તેનું વૈજ્ઞાનિક ઢબે ડીટેક્શન કરવા સારૂ રૂા. ૨૩૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા અને ૬ ધાર્મિક સ્થળોએ ૭,૫૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમરા લગાવવાની કામગીરી ચાલુ છે. તેમજ, ૬ હજારથી પણ વધુ પોલીસ અને જેલ કર્મચારીઓની ભરતી કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. આમ રૂ.3,18,666 નો એક કેમે...

અમદાવાદના નીકોલમાં જાહેર કામો

સીંગરવા ગામે હાલ રૂ. ૧૬ કરોડના વ્કાસના કામો કાર્યરત છે. રૂ. ૧૦ કરોડ્ના ખર્ચે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે ગ્રીન સ્કુલ, રૂ. ૩ કરોડના ખર્ચે સી.સી રોડ તથા રૂ. ૨૨ લાખના ખર્ચે નવી પંચાયત ઓફીસના કામો હાલ ચાલુ છે. એટલું જ નહી સીંગરવા ગામે રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે ઔડામાંથી વિવિધ ટી.પી રોડ કામ, રૂ. ૧કરોડના ખર્ચે ટી.પી રોડ પર્સ્ટ્રીટલાઈટનું...