900 વર્ષનું ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ વૃક્ષ વડોદરામાં
ગુજરાત નું બીજા નંબરનું સૌથી મોટું આ વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું હોય છે.આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે.જે ૬૦૦૦ વર્ષ જુના છે. જેમાં એક બાઓબાબ વૃક્ષ ના થડ ના અંદરના ભાગમાં એક પબ બિયર શોપ બનાવવામાં આવેલી છે.જેમા એકિ સાથે ૬૦ માણસો બેસી શકે છે. ગુજરાત માં વડોદરા શહેરના ગણપતપુરા ગામ માં ...
ડોકટરના જીવનમાં બનેલી ઘટનાએ જીવનનો રાહ બદલી નાખ્યો
'સાહેબ , બે દિવસ નો ધંધો છે, અહીં ગાડી ન મુકો તો સારું .' 'અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?'
' સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?' મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી .
ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી. તેથી સ્વાભાવિક રીતે, તેને ત્ય...
ગાંધીનગર વનસ્પતિ ઉદ્યાનમાં બાળકોએ જીંદગી જોઈ
લેખક - કનુ યોગી
ગાંધીનગરને અડીને આવેલ બોરીજ ગામની શાળાના આચાર્ય રુબરુ મળવા આવ્યા ત્યારે તેમણે વાત કરી ' મારે મારી શાળાના બાળકોને તમારા વનસ્પતિ ઉદ્યાનમાં ફરવા લાવવા છે , આ બાળકોએ તેમજી જીંદગીમાં કદી કોઇ પ્રવાસ કર્યો નથી. હું આ વરસેજ નિવૃત્ત થાઉ છું , મારે તેમને ઔષધીય ઉદ્યાન બતાવવો છે...તમે કહો તો કાલે પ્રવાસ ગોઠવું....' અમારો જવાબ હતો ' ચોક્કસ લાવો...
3કુટ ઊંચાઈના ગણેશ સુપ્રીમ કોર્ટમાં લડીને હવે ડોક્ટર બનશે
અહેવાલ - શૈલેષ સપરિયા ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈપણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઊંચ...
ઉમાઘામ ગાંઠીલાની ગાથા
રઠની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’ને તેમની શ્રઘ્ઘા અને ભકિતના પ્રતિકરૂપે પ્રાપ્ત થયેલ માં ઉમાની ચાંદીની પ્રતિમાને બિરાજમાન કરવા પોતાની પાંચ વિઘા જમીન મંદિર બનાવવા આપી હજારો શ્રઘ્ઘાળુઓ એકઠા થઈ ટ્રસ્ટ રચી આજથી ૪૦ વર્ષ પહેલા એક નાનકડુ મંદિર બાંઘ્યુ હતું. આ નાનકડુ મંદિર સમગ્ર ...
ડોકટર પત્ની અને પતિએ આદિવાસીની સેવામાં જીંદગી જીવી
નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત...
આગ્રાનો તાજ 8 વર્ષે બન્યો દિલીપ ઝીંઝુવાડીયાની અદભુત કલાકૃતિ જેવો તાજ 9...
તાજનું નિર્માણ કરનાર દિલીપ ઝીંઝુવાડીયા કહે છે કે, “ મેં તાજમહેલ ક્યારેય જોયો નથી. ફોટોમાં જોયો હતો. છતાં તાજ મહેલ બનાવી આપ્યો છે. તાજની તમામ વસ્તુ આબેહુબ બની છે. ક્યાંય બેલેન્સ તૂટતું નથી. હું ઈશ્વરની ભક્તિ કરતો નથી, પણ ભગવાન મારી સાથે રક્ષા કરે છે. પ્રેમની ભાષા તાજ મહાલમાં છે, તેવી ભાષા મારી કલામાં બોલે છે.”
તેમણે મીની તાજ મહેલની કલાકૃત્તિ બનાવી ...
અમદાવાદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીનો પ્રારંભ
અમદાવાદ જિલ્લામાં બાવળા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ટોકન રૂપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરૂઆત થઈ હતી. બાવળા એ મોટા પ્રમાણમાં ડાંગર પકવતો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સમયે પાણી અને વિજળી પૂરી પાડી ખેડૂતની લાગણી અને માંગણીને વાચા આપી આ વિસ્તારને વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતો કર્યો છે. ટેકાના ભાવે ખરીદીમાં ક્યા...
નર્સિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થવાની સંભાવના
જુનાગઢ જુની સિવિલ હોસ્પિટલનો ઝનાના અને બાળકોનો વિભાગ જ્યા કાર્યરત છે એ બિલ્ડીંગ ત્યાં જ કાર્યરત નર્સિંગ સ્કૂલ, જુનાગઢને ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે આ નર્સિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થશે અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રે અભ્યાસ કરવામાં વધુ સરળતા થશે. જુનાગઢ તથા ગીરસોમનાથ બંને જિલ્લા વચ્ચે નર્સિંગનું શિ...
23 સિંહોનાં મોતની માર્ગદર્શિકા વડી અદાલતે જાહેર કરી હાઈકોર્ટે જારી કરી...
ગીરનાં જંગલોમાં છેલ્લાં એક મહિના દરમિયાન 23 સિંહોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને ત્રણ મુદ્દાઓ પર ધ્યાન આપવાનો નિર્દેશ કરાયો છે, જેમાં ઈલેક્ટ્રિક ફેન્સિંગ, ખુલ્લાં કૂવાઓ અને વાઈરસ ઈન્ફેક્શન જેવા મામલે સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લઈને તેનો ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે દર પંદર દિવસે ...
અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રંગ લાવીઃ ગીર સોમનાથના છારા ગામે સેનેટરી ને...
બોલિવૂડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અભિનિત હિન્દી ફિલ્મ પેડમેને સમગ્ર દેશમાં મહિલાઓને સેનેટરી નેપકીનનાં ઉપયોગ માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. સમગ્ર દેશમાં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન તેનાંથી બચવા માટે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સંદેશો આ ફિલ્મમાં આપવામાં આવ્યો હતો. અને તેનાં કારણે લગભગ દરેક સ્ત્રી જાગૃત બની છે અને તેનાં ઉપયોગ માટે પગલાં ભરી ...
ગ્રામજનો જાત મહેનતે બનાવી રહ્યાં છે પોતાનાં ગામનો રસ્તો
“સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના”. આ પંક્તિને સાર્થક કરે છે છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં છેવાડાનાં ગ્રામજનો. આ તાલુકાનાં વાડિયા અને સાંકળ ગામને જોડતાં રસ્તા બાબત અનેકવાર રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તેમ જ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી, પરંતુ આદિવાસીઓની આ રજૂઆતોને તમામ લોકોએ આંખ આડા કાન કરી લીધાં. છેવટે હ...
આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ
પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં
મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું ...
જીતાલી ગામે યોજાયાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્ન, આદિવાસી સંસ્કૃતિની ઝલક
આદિવાસી પટ્ટીને અડીને આવેલાં અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વસતાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા ઢીંગલીનાં લગ્નનો ભાતીગળ મેળો ભાદરવી અમાસના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજનાં લોકો મેળામાં ઉમટી પડ્યાં હતાં. અને જીતમ ભવાની મંદિરે યોજાયેલા ઢીંગલા ઢીંગલીનાં લગ્નસમાંરભમાં ભાગ લીધો હતો
અંકલેશ્વર તા...
પાટણમાં પરંપરાગત ભવાઈ દ્વારા નવરાત્રિની ઉજવણી
રાજ્યમાં વર્ષો જૂની ભવાઈની પરંપરા લૂપ્ત થઈ રહી છે. પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારો એવાં છે કે જ્યાં આ પરંપરાને જીવંત રાખવાનાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. હાલમાં રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રિ પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભવાઈનાં રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.
નવરાત્રિ...

English