Wednesday, July 1, 2026

૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા BIMSTEC દેશોના પ્રતિનિધિઓ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા તારીખ ૧૭ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯- એમ ચાર દિવસ માટે ''બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપેરશન (BIMSTEC)ના સભ્યો માટે ક્ષમતા...

અમદાવાદની આયુર્વેદીક હોસ્ટિલોના નામ સરનામાં

આયુર્વેદિક હોસ્પિટલ સેવા વિષે માહિતી વિસ્તાર આયુર્વેદિક હોસ્પિટલ સરનામું ફોન નં અસારવા મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલની પાછળ, અસારવા, અમદાવાદ - ૩૮૦૦૧૬ (૯૧)-(૭૯)-૨૨૬૮૬૨૬૯ આશ્રમ રોડ વૈદ્ય માધવદાસ એ મહંત ૧૮, મંગલ મૂર્તિ કોમ્પલેક્ષ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૫૮૩૫૪૪ એલિસબ્રીજ ઓમ આયુ કેર ૩૦૧, વિવા કોમ્પલેક્ષ, પ...

બકરાના લોહીથી સારવાર થાય છે, તે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને નવી બના...

અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી સરકારી આયુર્વેદ હૉસ્પિટલ-અખંડાનંદનું નવીનીકરણ થશે ગુજરાતની સૌથી મોટી પંચાવન વર્ષ જૂની સરકારી આયુર્વેદ હૉસ્પિટલ (અખંડાનંદ)નું આગામી સમયમાં જર્જરીત ઈમારતનું નવીનીકરણ કરવામાં આવશે. હૉસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નક્કી કરાયું હતું. આયુર્વેદ હૉસ્પિટલના પંચકર્મ,ઓપીડ...

રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ

પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે.  પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય ...

બનાસ ડેરીને ખોરાક સલામતીનો પુરસ્કાર અપાયો

બનાસ ડેરીને ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્‌ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. સમિટમાં દેશની ૧૮૦૦ જેટલા ઉદ્યોગ જગતની સંસ્થાઓ હાજર હતી. એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીર...

8 IPS સહિત દેશના સૌથી નાના 24 વર્ષના સફિનને જામનગરમાં મૂકાયા

રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે. આઠ જેટલા પ્રોબેશનલ આઈ....

થરાદના ખેતરમાં બળાત્કાર કરનારને 6 વર્ષ પછી સાત વર્ષની સજા 

થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. .28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી  તેણી  બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. મજુરીએ રાખેલ શિવા ભીખા મેઘવાળ શેરાઉ થરાદનાએ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લીધો હ...

નિશાન એ પોલીસ મેળવતું ગુજરાત 7મું રાજ્ય

દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન  ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું. આ નિશાન દેશના 28 રાજ્યો પૈકી ગુજરાતને સાતમાં રાજ્ય તરીકે પ્રાપ્ત થયું છે. અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસ દળને આ નિશાન...

ફેફસામાંથી પ્રોટીન કાઢવાનું ગુજરાતમાં પ્રથમ સર્જરી જામનગરમાં  

ફેફસામાં એકઠા થયેલા પ્રોટીનને બહાર કાઢવાની સર્જરી જામનગરના જીજી હોસ્પિટલના તબીબોએ કરી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સર્જરી છે. પ્લમોનરી અલવેઓર પ્રોટેઇનોસીસ નામની બીમારી માં ફેફસાની વ્હોલ લંગ લેવેજ નામની સારવાર આપવામાં આવી હતી. ફેફસામાં પ્રોટીનના કારણે શ્વાસમાં તકલીફ રહે છે. ફેફસામાં સલાઈન નાંખીને ફેફસા સાફ કરવામાં આવે છે. આ સિવાયની બીજી કોઈ સાર...

વિદ્યામંડળ સાથે ચરોતરમાં 5 યુનિવર્સિટીઓ થઈ, 10 લાખ વિદ્યાર્થીઓ ભણ્યા

ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિ...

રમેશભાઈ કહે તેમ ખેડૂતો કરે તો રૂ.750 કરોડનો ફાયદો થાય

અમરેલી : અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢી...

3200 યુગલોએ જ્ઞાતિ છોડી લગ્ન કરી લીધા

આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અમલી ૨૦ જેટલી યોજનાઓ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન ક...

અમદાવાદમાં રૂ. ૩૩પ કરોડના 7 પુલ બનશે, 60 પુલ હયાત છે

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી હતી. વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2...

મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકોની મર્યાદા વધારીને 50 ટકા

ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ - પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ કવોટાની હાલની રપ ટકા બેઠકોની મર્યાદા વધારીને પ૦ ટકા કરવામાં આવી છે. રાજયની ખ...

મોડાસા નગર પાલિકાનું નવું મકાન બનશે

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં નગરપાલિકાને નગર સેવા સદનના નિર્માણ માટે રૂ. બે કરોડ ફાળવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યની ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને નવા નગર સેવા સદન માટે રૂ. બે કરોડની સહાય રાજ્ય સરકાર આપે છે. નવા નગર સેવા સદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા-જવામાં થતી મુશ્કેલી દૂર થશે.