કુવો રિચાર્જ કર્યો અને આખુ વર્ષ સિંચાઈ કરશે
જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પઘ્ધતિનો ઉપયોગ કરતા વરસાદ પડવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. કૂવા રીચાર્જનીખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું....
૧૨ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી, ૩૭ ગોલ્ડ, ૩૮ સિલ્વર, ૪૫ પીએચ.ડી.ની ડિગ્ર...
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓમાંથી પાસ થઈને બહાર નીકળનારા વિદ્યાર્થી
બૌદ્ધિક અને વ્યવસાયિક રીતે સક્ષમ હોવા સાથે સમાજ સાથે નિસબત ધરાવતાં સંવેદનશીલ હોવા જોઈએ. ડો.
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલ ચોથા વાર્ષિક પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે, વિશ્વ
જ્યારે ગ્લોબલ વિલેજ બન્યું છે ત્યારે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મ...
ગુજરાતમાં મોબાઈલ ફોન ઘટી રહ્યાં છે, ડેટા વપરાશ વધે છે
રિલાયન્સ જિયોના ગુજરાતમાં 2 કરોડ ફોન, બજારહિસ્સો 29 ટકા
ભારતીય ટેલીકોમ નિયમનકારી સત્તામંડળ (ટ્રાઇ)નાં ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં ડેટા મુજબ, 30 એપ્રિલ, 2019નાં રોજ ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં 6.14 લાખનો ઘટાડો નોંધાયો હતો.
સર્કલમાં માત્ર જિયો અને બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર, 2016માં ટ...
રાજ્યમાં તેલ મીલોને પુનર્જિવીતકરવામાં આવશે
રાજ્યમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને પુનર્જિવીત કરવાના લક્ષ્ય સાથે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી-નાફેડ દ્વારા કૃષિભવન, ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો હતો.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્કશોપમાં ગુજરાતમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ફરીથી શરૂ કરવા વિચારણા કરાઇ હતી.
જેમાં ભા...
300 નવા CNG સ્ટેશનથી મારૂતી સૂઝુકી અને હ્યૂન્ડાઇને મોટો ફાયદો
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થપાશે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.૧નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો ૫૫.૯૫ થયો છે. જ્યારે પીએનજી (પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.૨નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ૨૬.૨૪ થયો છે. ગુ...
કોન્ટ્રાક્ટર ઉદ્યોગ 2022 સુધીમાં 7.5 કરોડ લોકોને રોજગારી આપશે
અમદાવાદ : કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ માટે પણ બહુ વિપુલ રોજગારીની તકો રહેલી છે. આગામી 2022 સુધીમાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ દેશમાં 7.5 કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગારી પૂરી પાડશે, એમ ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના ચેરમેન કિરણ કે. કપીલાએ જણાવ્યું હતું. ભારતમાં સૌથી વધુ રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો ગુજરાતમાં છે. જેની સંખ્યા અંદાજે 8000 જેટલી છે. ભારતમાં કૃષિ ઉદ્યોગ પ...
નફો કરવો તે સરકારનું કામ નથી, ST બસના રૂ.84 કરોડના કામો મંજૂર
એસ.ટી.ની ઇલેક્ટ્રિક બસ સેવાઓ શરૂ કરાશે.
એસ.ટી.નફાનું નહીં, સેવાનું સાધન છે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી હોવી જોઈએ. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે, પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સ...
બોર કૂવામાં પડી જતાં બાળકોને બચાવતો રોબોટ ગુજરાતના ઈજનેરે વિકસાવ્યો
તસવીરો - દિલીપ જીરૂકા
રાજુલાના ગરીબ ખેડૂત પુત્ર ઈજનેર દીકરા મહેશ ઉકાભાઈ આહીરે બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે. બોરવેલના તળિયા સુધી જઈ શકતાં રોબોટના બહારના સ્ક્રીન પર જોઈ શકાય એવા અંદર કેમેરા પણ છે. બાળકની હલન ચલન જોઈને બાળકને બહાર કાઢી શકાય છ...
100 કરોડની જમીન પર વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન બનશે
વડોદરા શહેરનો પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં રૂા. ૮.૧૮ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે.
ગૃહ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને
લૂંટફાટના બનાવો સતત બનતા ...
ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી...
દિલીપ પટેલ
ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જ...
ગુજરાતમાં બે ગણો નશો વધ્યો, ટેકનિકલ જાસૂસી કરાશે
કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-૨૦૧૮ માં કુલ- ૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે 170 જેવા ગુના નોંધાય એવી શક્યતા છે. આમ 3 વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા.
આવા પદાર્થો પકડી...
12 રાજ્યો પછી રહી રહીને ગુજરાતમાં ઈ સીગારેટ પર પ્રતિબંધ આવશે
ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકાયા બાદ હવે રહી રહીને ગુજરાતની રૂપાણી સરકાર યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતીઆરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા કાયદામાં ફેરફાર કરાશે. આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝ...
ફેસબુક પર ગે સંબંધો વિકસાવવા તે કંઈ ખોટું નથી : માનવેન્દ્રસિંહ ગોહેલ
સોશિયલ મિડિયા પર સજાતિય સબંધોની ઓળખ આપીને મિત્રતા કેળવવા માટે નવો ટ્રેન્ડ શરૂં થયો છે. જેમાં હજારો લોકો આ રીતે ઓળખાણ વધારીને શારીરિક અકુદરતી સંબંધો કેળવી રહ્યાં છે. જે અંગે નિષ્ણાંતો શું કરી રહ્યાં છે તે પત્રકાર સંજય દવેએ વિષય નિષ્ણાંતો સાથે વાત કરી ત્યારે તેઓ શું કહે છે જાણો.
દુનિયામાં જાણીતા ગુજરાતના "ગે" માનવેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, "ગે" ન...
1200 ગાયોને રાખી, ઘી અને દૂધ મફત આપી દેવાય છે
રાજકોટના લોધીકા તાલુકાના વાડાધરી ગામે આનંદી આશ્રમની સીતારામ ગૌશાળામાં 1500 ગાયો છે. ગાયો દત્તક લીધેલી છે. આજુબાજુના 3 તાલુકાના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે. ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે.
...
ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તકમાં 90 ગુજરાતી લોકગીતો
લોકગીતો હવે ગવાતા ઓછા થયા છે. રેડિયો અને નેટ પર જે સાંભળવા મળે છે. લુપ્ત થથાં ગુજરાતના લોકગીતોને ફરી ગુંજતા કરવા માટે એક પત્રકારે અભિયાન છેડીને પુસ્તક તૈયાર કર્યું છે અને સરકારે તે પ્રકાશિત કર્યું છે.
ગુજરાતીમાં લોક ગીતોનો વારસાગત ખજાનો છે. ગુજરાતી ફિલ્મોએ તેની ઉઠાંતરી કરીને ભરપૂર લાભ લીધો છે. લોકગીતો કાયમ લોકપ્રિય રહેતાં આવ્યા છે. તે બનવાની ઘણા...
ગુજરાતી
English