Friday, July 3, 2026

સુરતની પ્રીતિ અને દિપીકા એડવોકેટનો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટમાં...

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટ, લંડનમાં સુરતનાં 25 વર્ષથી વકીલાતમાં જોડાયેલા અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના એડવોકેટ અને નોટરી પ્રીતિ જિજ્ઞેષ જોષી અને એડવોકેટ દિપીકા પી. ચાવડાને 4 વર્ષ માટે સભ્યપદ મળ્યું છે. જેથી સુરત અને ગુજરાતનું વધાર્યું છે. સુરતની બે મહિલા વકીલોએ સુરતના ગૌરવમાં વધારો કર્યો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટની ...

સુરતના રાજુભાઈ 225 વૃદ્ધોને હરિદ્વારની જાત્રા કરાવશે

સુરતના અડાજણમાં રહેતા રાજુભાઇ દિયોરા કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તે વડીલો માટે હવે હરિદ્વાર અને ઋષિકેશની યાત્રાનું આયોજન અડાજણના રાજુભાઇ દિયોરાએ કર્યું છે. હરિદ્વાર અને ઋષિકેશ માટે 10 દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ...

રસ્તા પરથી ઉંચકીને 80 લોકોને સાચવતું સુરતનું માનવ મંદિર

સુરત-કામરેજ રોડ ખાતે આવેલા માનવ સેવા સમાજ ટ્રસ્ટ 2016થી સંચાલિત જીવન જ્યોત માનવ મંદિર 80 મંદબુદ્વિ આશ્રમ  બિનવારસી, રખડતા, ભટકતા, તરછોડેલા, અપંગ,વૃદ્વ, ભુલા પડેલા બાળકો સહિત લોકોને આશ્રમમાં એમ્બ્યુલન્સ મારફતે લાવે છે, અને તેમની દેખભાળ અને સેવા કરે છે. રોડ પરથી લાવીને સૌ પ્રથમ સ્નાન કરાવાય છે. વાળ કાપી અને નાસ્તો કરાવીને સિવિલ હોસ્પિટલમાં તેમને સ...

પ્રાધ્યાપકને એવોર્ડ મળ્યો અને તેમના પુસ્તકો 40 ટકાના ડિસ્કાઉન્ટમાં અપા...

ગુજરાતી સાહિત્ય જગતના પ્રખર વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે આગવી ઓળખ ઊભી કરી ચૂકેલા ડો. શરીફા વીજળીવાળાને એમના વિવેચનાત્મક નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથા માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષ 2018નો પુરસ્કાર મળ્યો. શરીફાબેનના 20-25 વર્ષ જૂના વિદ્યાર્થીઓ એકઠા થઈ એવોર્ડની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ સુરતની વનિતા વિશ્રામ કોલેજના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ ...

અમદાવાદના બે બાળકોને ફ્રાંસના દંપતિએ દત્તક લીધા

અમદાવાદના પાલડી ખાતે બાળ સંરક્ષણ ગૃહ ખાતે છેલ્લાં એક વર્ષથી આશ્રય લઇ રહેલા બે બાળકોને 27 માર્ચ 2019ના રોજ ફ્રાન્સના દંપતિને કાયદાકીય અને જરૂરી દત્તક લેવાની વિધિ બાદ દત્તક તરીકે આપવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સીંઘની હાજરીમાં વિનાયક અને વિજ્ઞેશ નામના આ બાળકોને ફ્રાંસના દંપતિ ઝેરમી અને માર્લીન પ્લાટીનને દત્તક તરીકે આપવામાં આવ્યા હતાં...

21 વિધાનસભામાં 100 વર્ષથી વધું ઉંમરના 719 મતદારો, ધંધુકામાં લોકો કેમ વ...

અમદાવાદ જિલ્લામાં 100થી વધુ ઉંમરના 719 મતદારોમાંથી સૌથી વધુ ધંધુકામાં 88 તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં 07 છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે. અમદાવાદના મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે ૧૦૧ વર્ષ છેઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. અનેક ચુંટણીઓ તેમણે ...

સોંદર્ય સ્પર્ધા જીતતા કચ્છના મહિલા પોલીસ અધિકારી શેરીગીલ

આ એ મહિલા PSI છે કે જે કદાચ ગુજરાતના પોલીસ દળના સૌથી સ્વરૂપવાન પોલીસ ઑફિસર છે. આ PSIએ બબ્બે સૌંદર્યસ્પર્ધાઓમાં તેમના સૌંદર્ય, દેહલાલિત્ય, શારીરિક સજ્જતા અને ચુસ્તી અને બુધ્ધિથી ચંદ્રકો જીત્યાં છે. વાત છે આદિપુરમાં આવેલા પૂર્વ કચ્છ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવનારાં PSI એમ.બી.શેરગીલની. ગત 23 ડિસેમ્બરે ગાંધીધામમાં યોજાયેલી રાજ્યસ્તરની સૌંદર્ય સ્પર્ધા ‘...

કચ્છની રોગાન કલાને સાચવતા ખત્રી પરિવારને પદ્મશ્રી

કચ્છના નિર્જીવ રણ પ્રદેશમાં હૃદયમાં ઉમટતાં રંગો કલાસ્વરૂપે ઉભરી-ઉતરી આવ્યા છે. 3 સદી પ્રાચીન અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી રોગાન કલાને જાળવવા ઝઝુમી રહેલાં નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી જાહેર થતાં નાનકડું નિરોણા જ નહીં આખો કચ્છડો અને કચ્છના કલારસિકોના હૈયે હરખ છવાઈ ગયો છે. 300 વર્ષ જૂની પર્સિયન કળા- કાપડ પર...

કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપનીને નારી શક્તિ પુરસ્કાર

વંશપરંપરાગત રીતે હસ્તકળા સાથે સંકળાયેલી કચ્છના 62 ગામની બારસો મહિલાઓના કસબની નોંધ લઈ ભારત સરકારે આ મહિલાઓએ સ્થાપેલી કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડને નારી શક્તિ પુરસ્કાર-2018થી સન્માનિત કરી છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ગઈકાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિને આ એવોર્ડ એનાયત કરાયો હતો. રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ 44 મહિલાઓ-સ...

અમેરિકાના ચિકુન હેલિકોપ્ટર ભારતના હવાઈ દળમાં મુંદરાથી સમેલ

અમેરિકાથી કચ્છના મુંદરા બંદર પર ઉતારાયેલા 4 અમેરિકન ચિનુક હેલિકોપ્ટરની પહેલી બેચ 25મી માર્ચે ભારતીય વાયુદળમાં વિધિવત સામેલ કરી દેવામાં આવ્યા છે. ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ બેઝ ખાતે તૈનાત કરાશે. ભારતે અમેરિકા પાસેથી 15 ચિનુક હેલિકોપ્ટર મેળવવાનો સોદો કર્યો છે. જે પૈકી પ્રથમ ચાર હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરી 2019માં મુંદરા પોર્ટ ખાતે ડિલિવર કરાયા હતા. આ હેલિકો...

ગળાના કેન્સરના ડોક્ટરે 1000 ઓપરેશન કરવાની સિદ્ધી

ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન, નાક અને ગળાનાં વડા ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાંએ ગળા અને મોઢાના કેન્સરનાં 1,000  ઓપરેશન કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવતદાન આપ્યું ...

વિશ્વના દેશોમાં હોળી ને ધુળેટી ઊજવાય છે

આપણા દેશમાં જેમ હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે તેમ વિદેશોમાં પણ હોળીને જુદી જુદી રીતે ઊજવવામાં આવે છે. હવે વિદેશોમાં પણ આપણી હોળીને મળતા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં કિચડ, માટી, ટમેટાં અને પાણી એકબીજા પર નાખીને ઊજવવામાં આવે છે. જોઈએ તેની એક ઝલક. શ્રીલંકા પાડોશી દેશ શ્રીલંકામાં આપણા દેશની જેમ જ હોલિકા દહન કરવામાં આવે છે. ત...

હળવદની શાળામાં પ્રયોગશાળા કેન્દ્ર સરકારે મંજૂર કરી

અટલ ઈનોવેશન મિશન હેઠળ ઈન્કરીંગ લેબોરેટરીની સ્થાપના મોરબી જિલ્લામાં હળવદમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવી છે.  કેમેસ્ટ્રી, ફિઝિકસ બાયોલોજી અને ખગોળશાના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધી, શકિત અને તર્ક શકિતનો ઉપયોગ કરીને સંશોધનો કરી શકશે. રૂ.20 લાખના ખર્ચે પ્રયોગ શાળા બનશે. હવાના દબાણના પ્રયોગો, વિવિધ કેમિકલના પ્રયોગો, બળ અને ગતિના પ્...

મનથી ચાલતી મોબાઈલ એપ ઈલેકટ્રીક સાધનો ચાલુ બંધ કરી શકે તેવી શોધ

ભાવનગરની જ્ઞાનમંજરી ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (જી.એમ.આઈ.ટી.)ના વિદ્યાર્થીઓએ એવું ડિવાઈસ વિકસાવ્યું છે જેનાથી ઘરમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણો રિમોટ કંટ્રોલ અને મોબાઈલના માધ્યમથી ઓપરેટ થઈ શકે છે. ફેકલ્ટી ગાઈડ પ્રકૃત્તિ પરમાર, જયા દુબે, જયદીપ ડુંગરાણી, દર્શન ગુજરાતી અને ધાર્મિક ત્રિવેદીએ એવી મોબાઈ ફોન એપ વિકસાવી જેમાં પ્રોગ્રામિંગ, સેન્સર અને સર્કિટ...

28 લાખ બાળકોને સરકાર ગણવેશ આપશે

રાજ્યની આંગણવાડીમાં ભણતાં 28 લાખથી વધુ બાળકોના વાલીઓને આકર્ષવા ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પહેલાં બાળકોને યુનિફોર્મ આપશે. આવનાર 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે જોકે આ અંગે ગુજરાત સરકારે ઘણા લાંબા સમય પહેલાં જ જાહેરાત કરી હતી પણ લોકસભા ચૂંટણી નજીક આવતાં બાળકોના વાલીઓના મત અ...