Wednesday, August 12, 2026

નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ

બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા ...

બનાસ ડેરીને ખોરાક સલામતીનો પુરસ્કાર અપાયો

બનાસ ડેરીને ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્‌ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. સમિટમાં દેશની ૧૮૦૦ જેટલા ઉદ્યોગ જગતની સંસ્થાઓ હાજર હતી. એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીર...

શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી

ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપન...

ગોલા ગામની ગો ગૌશાળામાં ચાર ગાયો મોત, પીવાનું પાણી ન હતું  

ધાનેરા તાલુકાના ગોલા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ૫૦૦૦ જેટલી વસ્તી છે. પાણી માટેનો બોર 15 દિવસથી બંધ છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાના લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી માટે નજીકના ખેતર સુધી પાણી ભરવા જવું પડે છે. પાણી ન મળતાં ગામની ગૌ શાળાની ગાયો તરસના કારણે મોતને ભેટી છે. ગૌ શાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ ક...

શંકર ચૌધરીનો પુત્ર વિક્રમ ગુમ થતાં ધારાસભ્યની રજૂઆત, વર્ષે 2307 બાળકો ...

પાલનપુર - ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની ...

બનાસ ડેરીમાં પાણીની મિલાવટ કરી દૂધ વેચી મારવાનું કૌભાંડ

થરાદના ચુડમેરની દુધ મંડળીનું  દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે. પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળ...

ડીસામાં હનુમાન મંદિર તોડી પાડ્યું

બનાસકાંઠાના ડીસા શહેરના વેલુંનગરની બહારની બાજુ ભારે આસ્થા ધરાવતું ઇચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર પુલ બનાવવા નડતર રૂપ જણાતું હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુરુવારે તોડી પાડ્યું હતું. ધાર્મિક સ્થળ તોડવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી ઉઠતા અનેક શ્રદ્ધાળુંઓ દોડી આવ્યા હતા. લોકો વિરોધ ન કરે તે માટે હાઇવે ઓથોરિટી દ્વારા મોટો ચુસ્ત પોલોસ બંદોબસ્ત બોલાવવ...

બાળકોનું ભોજન બનાવવા આપેલા સારા સાધનો કાટ ખાઈ રહ્યાં છે

પ્રાથમિક શાળાના બાળકોને ગરમ - પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 2017-18માં આધુનિક રસોઈના સાધનો આપ્યા હતા. જે આજે બે વર્ષ પછી પણ વપરાયા વગરના ધુળ ખાઈ રહ્યાં છે. મધ્યાહન ભોજન યોજના માટે ખાસ ગ્રાન્ટ સમગ્ર રાજ્યમાં આપવામાં આવી હતી. સરકારે બાળકો માટે આધુનિક કિચન સેટ તમામ શાળામાં પહોંચાડી દીધા હતા. તમામ સાધનો વપરાયા વગરના બિસ્માર હાલતમાં પડ્‌યા છે. સાધનોના...

8 IPS સહિત દેશના સૌથી નાના 24 વર્ષના સફિનને જામનગરમાં મૂકાયા

રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે. આઠ જેટલા પ્રોબેશનલ આઈ....

થરાદના ખેતરમાં બળાત્કાર કરનારને 6 વર્ષ પછી સાત વર્ષની સજા 

થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. .28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી  તેણી  બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. મજુરીએ રાખેલ શિવા ભીખા મેઘવાળ શેરાઉ થરાદનાએ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લીધો હ...

ક્રિક્ટના સટ્ટામાં 57 બોબડી સીમ કાર્ડ અમદાવાદમાં મળી આવ્યા

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો થયો છે. આ ઘટનામાં  ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે.  88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું...

ગુજરાત પોલીસ વિલંબ વિના તુરંત એફઆઈઆર નોંધે – ઉપરાષ્ટ્રપતિ

ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું. ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા...

પ્રેમ કરવાના કારણે ગુજરાતમાં બળાત્કાર વધું – રૂપાણી સરકાર કહે છે...

ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આંકડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બે નંબર પર સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. વિધાનસભામાં ભાજપ સરકારે જણાવ્યુ હતું કે, યુવાન છોક...

જામનગરમાં નળ જોડાણ ભૂત કરી ગયું ?

જામનગરમાં નળ જોડાણનું કામ મૃત્યુ પામેલી વ્યકિતના નામે મેળવીને કરવામાં આવ્યું છે. કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા નળ જોડાણ પેટે નાણા ભરનાર લોકોએ પહોંચ મેળવી લેવા માટે વિડિયો મોકલી આપ્યો છે. જે આખા જામનગરમાં ફરી રહ્યો છે. જામનગરમાં 1.09 લાખ નળ જોડાણ છે. 2013થી ભળેલા નગરસીમ વિસ્તારના કુલ 15,461 જોડાણો છે. 3 હજાર નળ જોડાણ વોર્ડ 12ના વિસ્તારમાં આવેલા છ...

ફેફસામાંથી પ્રોટીન કાઢવાનું ગુજરાતમાં પ્રથમ સર્જરી જામનગરમાં  

ફેફસામાં એકઠા થયેલા પ્રોટીનને બહાર કાઢવાની સર્જરી જામનગરના જીજી હોસ્પિટલના તબીબોએ કરી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સર્જરી છે. પ્લમોનરી અલવેઓર પ્રોટેઇનોસીસ નામની બીમારી માં ફેફસાની વ્હોલ લંગ લેવેજ નામની સારવાર આપવામાં આવી હતી. ફેફસામાં પ્રોટીનના કારણે શ્વાસમાં તકલીફ રહે છે. ફેફસામાં સલાઈન નાંખીને ફેફસા સાફ કરવામાં આવે છે. આ સિવાયની બીજી કોઈ સાર...