Friday, August 7, 2026

અમરેલી જિલ્લાના 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ

કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા ...

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યુ...

દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...

દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્...

અમદાવાદ, 18 જૂન 2020 અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનોને થર્મલ ચેકીંગનું ઈન્સ્ટ્રુમેન્ટ તથા પલ્સ ઓક્સિમીટર અપાયા છે. એટલે જ 600 થી 1000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર 20 થી 25 કેસ પોઝીટીવ જણાય છે. સાથે સાથે જિલ્લામાં નાના બાળકો, સગર્ભા માતાઓ અને વયો વૃધ્ધ લોકોને રિવર્સ ક્વોરન્ટાઈન કરાયા હોવાથી કેસનું પોઝીટીવ પ્રમાણ ઘણું ઘટાડી શકાયું છે. જ...

ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓમાંથી સામાન્ય પ્રવાહની શાળાઓનું ૮૦% પરિણ...

ગાંધીનગર, 18 જૂન 2020 ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધો...

પેટ્રોલ ભાવ વધારા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદી માં સપડાયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કારણે બે મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા વેપાર ધંધા પડી ભાંગતા લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલીનો સામનો કર...

અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...

ભરૂચના લીંકરોડ પર જુગાર અને દારૂની મહેફિલ પર LCB પોલીસના દરોડા

ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદ...

26 હજાર કરોડની આવક ઘટી – મોદીએ ગુજરાતને 1 લાખ કરોડ તો ન આપ્યા પણ...

ગાંધીનગર, 17 જૂન 2020 કેન્દ્રની મોદી સરકારે પ્રજા માટે રૂ.20 લાખ કરોડનું પેકેઝ બનાવેલું છે. જેમાં ગુજરાતને રૂ.1 લાખ કરોડ મળવા જોઈતા હતા. જે મળ્યા નથી. સામે ગુજરાત સરકારે રૂ.14452 કરોડના સહાય પેકેઝ જાહેર કરેલા છે. જેમાં રાજ્ય સરકારે રૂ.14022 કરોડનું ગુજરાત પેકેજ જાહેર કરેલું છે. આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ.430 કરોડનો વધારા...

વેરા સમાધાન યોજના-૨૦૧૯ની મુદત ત્રણ માસ લંબાવવામાં આવી

સરકારના નાણાં વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે.આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સ...

33 લાખ નાના ઉદ્યોગોમાંથી માત્ર 90 હજારે 15 દિવસમાં લોન લીધી

ગાંધીનગર, 17 જૂન 2020 ૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ગુજરાત રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે. સરકારે ગત તા.૩૦મી મે ના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રિયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે...

દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  ૯૭.૭૬ ટકા સાથે રાજય...

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલું આમૂલ પરિવર્તન દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  પરિણામમાં ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમસ્થાને ધો.૧૨(સા.પ્ર)માં રાજયનું ૭૬.૨૯ ટકા પરિણામ જ્યારે  બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું પાલનપુર, 15 જૂન 2020 રાજય સરકારના વિવિધ અભિયાનોથી જિલ્લાના લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી રહી...

15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

પાલનપુર, 15 જૂન 2020 બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...

કોરોનાને કારણે પોલીસ કર્મચારીનું મોત, સુરતમાં પ્રથમ કેસ

કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક  ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે. કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા  ASI મગન બાર...

હવે શૈક્ષણિક ફી માસિક હપ્તાથી ભરી શકાશે: શિક્ષણ મંત્રી

રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. ૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાન...