ગોડસેએ એક ગોળી મારી પણ, ગાંધી આશ્રમમાં ગાંધીજીની રોજ હત્યા
1030માં આશ્રમનો અંગ્રેજ સરકારને કબજો લઈ લેવા ગાંધીજીએ કહ્યું હતું. પણ તેમ ન થતાં 1-8-1933માં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને હરિજન આશ્રમમાં ફેરવી નાંખ્યો હતો. તેમના પુસ્તકોની રોયલ્ટીની આવકના 25 ટકા રકમ હરિજન પ્રવૃત્તિ માટે આપવા ગાંધીજીએ વસિયત નામું કર્યું હતું. તે માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી આઝાદી મળી અને આશ્રમની કરોડોની મિલકતો પર...
ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો
અમદાવાદ,તા.૦૭ દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદ...
જીએસટીની ઘટી રહેલી આવક રાજ્યો માટે વાગવા માંડેલી ચેતવણી ની ઘંટડી
અમદાવાદ, સોમવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવકમાં મંદીની અસર હેઠળ થઈ રહેલા ઘટાડાનો પરિણામે રાજ્ય સરકારને ઘટેલી આવકનું વળતર આપવું ડિસેમ્બર પછી કેન્દ્ર સરકાર માટે કઠિન બની જશે. જીએસટીના અમલીકરણ પછી રાજ્ય સરકારને 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને સરભર કરી આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાયેલી છે. આ જવાબદારી અદા કરવી કેન્દ્ર સરકાર...
અહેમદ પટેલ સોનિયા ગાંધીનો પડછાયો બનતાં ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે...
અમદાવાદ, તા.07 વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદને ઠારવા કોંગ્રેસનું મોવડીમંડળે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક ગુજરાત મોકલીને સ્થિતિને સાંભળવાનો આદેશ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જયરાજસિંહ પરમારને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે બેઠક થઈ હતી. અમિત ચાવડા પક્ષના ...
ગુજરાતમાં એપ્રેન્ટિસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવ...
ગાંધીનગર,તા:૦૭ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાને રાજ્યભરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ માટે રોકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટાઈપેન્ડ આપતી નથી અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાંઉ કરી જાય છે. જો સરકાર આ યોજનામાં તકેદારી નહીં રાખે તો વર્ષના અંતે સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે.
...
બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી
અમદાવાદ સોમવાર એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે. બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને ...
બામરોલી પાસે ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું ઘટનાસ્થળે મોત
બોડેલી, તા.07 બોડેલી નજીક ડભોઇ રોડ પર આવેલ બામરોલી ગામ પાસે ગતરાત્રિના રોડ પર ઊભી રહેલી ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ લઈને આવી રહેલો એક યુવાન ઘૂસી જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બોડેલી પીકઅપ સ્ટેન્ડ વિસ્તારમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરૈયા ગામના બ્રાહ્મણવાસમાં રહેતા ભરતભાઈ કનુભાઈ જોષીનો 22 વર્ષીય યુવાન દીકરો રાહુલ કુમાર જોષી છેલ્લા ...
મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ડેન્ગ્યુનો...
અમદાવાદ,તા.07 શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મેલેરિયા અને ફાલસીફેરમના સંખ્યાબંધ કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે મચ્છર નિયંત્રણની કામગીરીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં બ્રીડિંગ મળી આવતા સોલા સિવિલ હોસ્પિટલને રૂ ૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી...
રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...
રાજકોટ,તા:૦૮ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્યુ...
ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885
અમદાવાદ, તા.8 ‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...
ઓનલાઇન જુગાર રમવાની આદતે જીવ ગુમાવ્યોઃ 78 લાખ હારી જનારા યુવકનો આપઘાત
રાજકોટ, તા.૦૭ ગુજરાતના રાજકોટ જિલ્લામાં કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે મોટા માવામાં કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનલાઈન જુગાર રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ યુકવે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કૃણાલ મહેતાનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તપાસમાં જા...
શેત્રુંજી નદીમાં કાર ખાબકીઃ ચાલકનો આબાદ બચાવ
અમરેલી,તા.07 અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્ક...
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું...
ગાંધીનગર, તા.૦૭ ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેધરે દારૂ પિવાય છે એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજર...
ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો
ગાંધી આશ્રમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આશ્રમની ગૌશાળાની જમીન અંગે પણ વરવી હકિકત બહાર આવી છે. આજીવન સત્ય અને અહિંસાના ભેખધારી રહેલા મહાત્મા ગાંધી સનાતન હિંદુ સંસ્કૃતિને માનતા હતા અને તેના એક ભાગરુપે જ તેમણે આશ્રમમાં ગૌ શાળા શરુ કરી હતી. જેનું દુધ આશ્રમવાસીઓને પણ આપવામાં આવતુ હતુ. આજે આ ગૌશાળાની મોટાભાગની જમીન રહી નથી ત્યારે આ જમીનનો કયા અને ...

English