વૃધ્ધ પેનેશન યોજનામાં ધાંધિયા
આજથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 15,000થી ઓછી આવક ધરવતા શ્રમિકોને 60 વર્ષ પછી માસિક 3 હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા જોવા મળ્યા હતા. અમદાવાદની RTO કચેરી ખાતે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રીક્ષા ચાલકોની રજિસ્ટ્રેશન માટે લાંબ...
દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે
ભ્રષ્ટાચારનો સાગર - દિલીપ પટેલ – ખાસ અહેવાલ મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને ર...
બનાસ ડેરીના કરોડોના કૌભાંડની તપાસ શંકર ચૌધરીએ કેમ ન કરી ?
શંકરભાઇ ચૌધરી જવાબ આપશે ખરા ?? 27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુ...
વિશ્વ ઉમિયા મંદિરની ઈંટ રાખવા મોદીનો વિરોધ કેમ થઈ રહ્યો છે ?
મહાશિવરાત્રીના દિવસે એટલે કે 4 માર્ચ 2019માં પાટીદારોના સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન છે, જેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ભાજપને કઠણાઈ બેઠી છે. ભાજપનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. માંડ માંડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ મ...
14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ
ગત વર્ષે ચલાવવામાં આવેલા અભિયાનની સફળતાનો આલેખ આપતા રૂપાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે ૧૩ હજાર તળાવોની સામે ૧૪ હજાર તળાવોમાંથી કાંપ કાઢવામાં આવ્યા આવ્યા હતા. ૧૧ હજાર લાખ ઘનફૂટ માટી કાઢવાના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લાખ ઘન ફૂટ માટી કાંઢવામાં આવી હતી. જો તમે જ હોય તો પછી 2019ના ઉનાળામાં અત્યારથી જ શા માટે પાણીની તંગી લોકોને અનુભવવી પડે છે. હવે પાણીન...
જળ, જમીન અને આકાશ અદાણીને આપતી મોદી સરકાર
દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી અને અપગ્રેડેશ માટેની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી છે. દેશના જે 5 એરપોર્ટની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે, તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ, લખનઉનો સમાવેશ થાય છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, અદાણી ગ્રુપ 50...
મુખ્ય પ્રધાન રૂપાણી સાચા ઠર્યા, ગૃહ અને મહેસુલ વિભાગ સૌથી વધું ભ્રષ્ટ
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છે...
યુદ્ધની ધમકી બાદ ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના ચૂકાદાને પડકા...
ગુજરાત સરકારે વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું વિચારવામાં આવી રહ્નુંયું છે. છોટુભાઈ વસાવાએ જાહેર કર્યું છે કે જો જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો સિવિલ વોર ફાટ...
સ્વામીનારાયણ સાધુ પર બળાત્કારની ફરિયાદ
જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્સ્વામીનારાયણ આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વડીયા સ...
જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે
જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે. ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે. જૂન...
બુલેટ ટ્રેનના નામે રૂ.60કરોડનું કૌભાંડ
બુલેટ ટ્રેન ચલાવવા માટેની કોર્પોરેશનની પરમીશન કે કોન્ટ્રકટ આપ્યો નથી તે પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગમાં બુલેટ ટ્રેન લાવીને કોન્ટ્રકટરે મૂકી દીધી. કમાટીબાગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધારવા સામે કોર્પોરેટ અમી રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક મળી શકે તે પ્રોજેક્ટમા...
અમદાવાદના બિલ્ડર દિનેશ શાહનું બોગસ ખેડૂતનું રૂ.2000 કરોડનું કૌભાંડ છતા...
અમદાવાદમાં પણ રૂ.2000 કરોડનું બિલ્ડર દેવાંગ દિનેશ શાહે ખોટું પેઢીનામું બનાવીને બોગસ ખેડૂત બન્યા હોવાનું કૌભાંડ 3 મે 2018માં બહાર આવ્યું છે. ભાજપની રાજકીય વગ અને ભ્રષ્ટાચારના જોરે દેવાંગ કેન્દ્ર સરકારનો વેરો ન ભરવો પડે તે માટે બોગસ ખેડૂત બની ગયો હતો. તે પ્રકરણને એક વર્ષ થવા આવ્યું છતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે 24 ફેબ્રુઆરી 2019 સુધીમાં કોઈ પગલાં ન ...
દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દાબી દેવાયું
મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર ...
એસ ટી નિગમે એક લાખ મુસાફરોની ટિકિટ રદ કરી અને 25 ટકા પૈસા પણ કાપી લીધા...
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટર નેટ દ્વારા વેબસાઈટ પર ઓન-લાઈન ટિકિટ બુક કરાવે છે. તેમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા બે દિવસની હડતાલ પડતાં ઓન-લાઈન બુકીંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છે. એકવાંસ – આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના 52 હજાર જેટલાં મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂ.200ની...
ગુજરાતના જંગલમાં રહેતાં 1.30 લાખ આદિવાસી કુટુંબોને હાંકી કઢાશે
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ...

English