ડોરપોક મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અનાજની સહાયનું સત્ય જાણો

ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના 92 ટકા જેટલા લોકોને વિનામૂલ્યે 42.48 લાખ કવીન્ટલ બજાર કિંમત રૂ.975.93 કરોડનું આપ્યું છે. માણસ દીઠ રૂ. 162ની વસ્તુ એક મહિના માટે આપી છે. જે રોજના રૂ.5ની વસ્તુ થવા જાય છે. 7 કિલો અનાજ, ખાંડ, તેલ, મીઠુ, દાળ થવા જાય છે. આ બધું એક મહિનામાં માણસ દીઠ એક કે સવા કિલો આ પાંચ વસ્તુ આપવામાં આવી છે. રોજના 33 ગ્રામ ખોરાક થયો. જે ચકલી માટે પણ અપુરતો ખોરાક છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન પોતાને સંવેદનશિલ ગણાવે છે પણ આ આંક જોતા તો ભાજપની સરકારના વડા તેની 6 કરોડની જનતાની રીતસર મજાક કરી રહ્યાં છે. રોજના રૂ.5ની વસ્તુ આપીને મોટો ઉપકાર કર્યો હોય તે રીતે રૂપાણી સતત જાહેરાત કરતાં આવ્યા છે.

ડરપોક મુખ્ય પ્રધાન 

લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસ્યા-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી છે ત્યારે રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે, હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પોતે પ્રેરિત કર્યા હતા એવું ગૌરવ વિજય રૂપાણી લઈ રહ્યાં છે. પણ વાસ્તવીકતા તો એ છે કે, લોકોને ભૂખે રાખી રહ્યાં છે. બે ટાઈમ ભોજન તો શું રૂ.5માં ચા પણ બનતી નથી. પ્રજા ભૂખે મરી રહી છે અને તેના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કોરોનાથી એટલા બધા ડરી ગયા છે તે તેઓ એસી ઘર અને એસી કચેરીમાં જ હવે ભરાઈ રહે છે. તેઓ રીતસર ડરી ગયા છે. પ્રજા કેવી હાલતમાં જીવે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની ઝૂંપડ પટ્ટીમાં પગપાળા ચાલીને જુઓ તો ખબર પડે. તેઓ ક્યાંય ન જવા માંગતા હોય તો તેમના માર્ગમાં આવતાં ઈન્દિરા બ્રિજના છેડે સરણીયા વાસમાં જઈને કોઈ મહિલાને પૂછી આવે કે તેનો ચૂલો સળગ્યો છે કે નહીં. પણ તેઓ નહીં જાય, કારણ કે આપણા મુખ્ય પ્રધાન સંવેદનહીન અને ડરપોક છે. જો ડોક્ટર અને નર્સ કોરોનાના દર્દીની સારવાર ડર વગર કરી રહ્યાં છે તો મુખ્ય પ્રધાન કોરોના દર્દીની વચ્ચે કેમ નથી. જતાં પંજાબના કોંગ્રેસના મુખ્ય પ્રધાન લશ્કરી આદમી છે તે ડર વગર હોસ્પિટલમાં જાય છે. પણ ગુજરાતના મુખ્ય પ્રધાન ગાંધીનગરની બહાર નિકળવા માંગતા નથી.

ભાજપનો કાર્યક્રમ, સડેલું અનાજ 

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા 66 લાખથી વધુ લાભાર્થીઓને એપ્રીલ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરાયો છે. રૂપાણીએ જાહેર કર્યું હતું કે, ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. સડેલું અનાજ અનેક સ્થળે હતું. ઓછા વજનનું અનાજ અપાયું હતું. પ્રજાને અનાજ ન મળતું હોવાની ફરિયાદ પણ ઊઠી હતી. ભાજપના કાર્યકરો સસ્તા અવાજની દુકાને જઈને ભાજપનું દાન થતું હોય તેમ ગરીબો ઉપર રોફ જમાવવા દુકાનો પર હાજર હતા. સરકારી કામગીરી ભાજપ પોતે કરતાં હોવાના અનેક બનાવો બન્યા છે. સુરતમાં ભાજપના સાંસદ સી.આર.પાટીલની કચેરી બહાર સસ્તા અનાજની ખાનગી કારમાં હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું.

અનાજ ઉંદરો ખાઈ ગયા

15 દિવસમાં 17 હજાર દુકાનોએથી 6 કરોડ લોકોએ ખરીદી કરી લીધી છે એવું રૂપાણીએ જાહેર કર્યું છે. તેનો સીધો મતલબ કે એક દુકાનેથી સરેરાશ 3530 લોકોએ ખરીદી કરી. રોજના 235 લોકો ખરીદી કરવા ગયા હતા. એક કલાકના 20 લોકો ખરીદી કરે ત્યારે તે થઈ શકે. એક ગ્રાહકને ખરીદી કરવામાં સહેજે 15 મિનિટનો સમય લાગે તો પણ 300 મીનીટની જરૂર પડે. જે કામ 60 મીનીટમાં થયું છે. આમ સમયની ગણતરી પ્રમાણે પણ અનાજની ખરીદી કરવામાં કાંતો ભીડ થઈ છે, કાંતો સરકારી તંત્રએ ગરીબોના અનાજને કાળાબજારમાં વેચીં માર્યું છે. એક અંદાજ પ્રમાણે સસ્તુ અનાજ ખરીદ કરવા માટે માંડ અડધા લોકો જ ગયા છે. બીજું અનાજ ઉંદરો ખાઈ ગયા છે.

ખૂબ જ ટૂંકાગાળામાં 12 લાખ કવીન્ટલ ઘઉં, 5 લાખ કવીન્ટલ ચોખા, 90 હજાર કવીન્ટલ ખાંડ, 70 હજાર કવીન્ટલ ચણા અને તુવેર દાળ તથા 78 હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને 19.38 લાખ કવીન્ટલ અનાજ જથ્થાને જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની પડકારરૂપ કામગીરી પોતે કરી હોવાનું વિજયભાઇ રૂપાણીએ છાતી ફૂલાવીને કહ્યું છે.

ખાનગી સંસ્થા પાસે સરવે કરાવો

જો રૂપાણી સાચા હોય તો તેના સરવેની કામગારી આઈઆઈએમ-એને સોંપીને ખરેખર કેટલાં લોકોએ અનાજ લીધું છે. તે જાણી શકાય તેમ છે. પણ જો રૂપાણી તેમ કરે તો તેમની પોલ ખુલ્લી પડી જાય તેમ છે. સરકારનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. એક સરવે ગયા અઠવાડિયે થયો હતો તેમાં લોકોએ અનાજ ન મળ્યું હોવાનું કહ્યું હતું.

એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા 66 લાખ પરિવારોને રાજ્ય સરકારે 445 કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને અંત્યોદય પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.

60 લાખ મધ્યમ વર્ગી ગરીબ કુટુંબોને અનાજ 

60 લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના 3 કરોડ લોકોને 13 એપ્રિલ 2020થી વિનામૂલ્યે અનાજ વિતરણ કર્યું હતું.  જેમાં 45 લાખ કાર્ડધારકોએ 4.50 લાખ કવીન્ટલ ઘઉં જેની બજાર કિંમત રૂ.94.50 કરોડ થાય છે, 1.40 લાખ કવીન્ટલ અને રૂ.30.80 કરોડની બજાર કિંમત ધરાવતા ચોખા, રૂ.18 કરોડની બજાર કિંમત ધરાવતી 45 હજાર કવીન્ટલ ખાંડ અને રૂ.27 કરોડની કિંમતના મૂલ્યની તુવેર અને ચણા દાળ મળીને કુલ રૂ.170.30 કરોડની બજાર કિંમતનું 6.80 લાખ કવીન્ટલ અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર દુકાનો પરથી મેળવ્યું છે.

આ અનાજ પણ સગેવગે થઈ ગયું છે. સરકારે સત્ય બહાર લાવવા કાર્ડની અને ઘરનો સેમ્પલ સરવે કરવાની જવાબદારી અમદાવાદના આઈઆઈએમને આપવી જોઈએ.

અન્નબ્રહ્મ 

અન્નબ્રહ્મ યોજના અંતર્ગત 14190 કવીન્ટલ ઘઉં, 6390 કવીન્ટલ ચોખા, 4260 કવીન્ટલ ખાંડ અને 4260 કવીન્ટલ તુવેર-ચણા દાળ મળીને કુલ રૂ.8.63 કરોડની બજાર કિંમતનું 29100  કવીન્ટલ અનાજ આવા શ્રમિકો, કામદારો, દરિદ્રનારાયણોને વિનામૂલ્યે અપાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ તે કેટલાં લોકો લઈ ગયા તેનો હિસાબ 29 એપ્રિલ 2020એ જાહેર કર્યો નથી. શું રંધાયું છે તે જાહેર કરો. જો બહારના રાજ્યના મજૂરોને આ અનાજ અપાયું હોય તો તેઓ શા માટે હિજરત કરી રહ્યાં છે.

ગરીબ પેકેઝ 
ગરીબ પેકેજ અન્વયે રૂ.1,000 સહાય NFSA યોજનાનો લાભ મેળવતા કાર્ડધારકોના ખાતામાં સીધી ડી.બી.ટી દ્વારા 50.52 લાખ લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ.505 કરોડ રાજ્ય સરકારે જમા કરાવ્યા છે. જે વધારીને 66 લાખ પરિવારોને  વ્યકિતદિઠ 3.50 કિલો ઘઉં, અને 1.50 કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો હતો. 25 એપ્રિલ થી 29 એપ્રિલ દરમિયાન આ અનાજ વિતરણ કરવાના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ.247 કરોડની બજાર કિંમતના 11.80 લાખ કવીન્ટલ ઘઉં અને 110 કરોડ રૂપિયાની કિંમતના 5 લાખ કવીન્ટલ ચોખાનું વિતરણ થયું છે.