મરચાની ખેતીમાં 3 વર્ષથી માલામાલ, છતાં ગુજરાતના ખેડૂતો ભારતમાં પછાત, ચોમાસામાં 25 ટકા વાવેતર વધશે

मिर्च CHILLI
मिर्च CHILLI

Chilli farming best for 3 years, yet Gujarat lag behind in India and the world, planting increase 25%

ગાંધીનગર, 6 એપ્રિલ 2021

ગુજરાતમાં સૂકા મરચા માટે ખેતીમાં છેલ્લાં 3 વર્ષથી પૈસા કમાવાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. મોટા ખેતરો ધરાવતાં મરચાના ખેડૂતો લાખોપતિ થઈ ગયા છે. તેથી આ ચોમાસામાં મરચાનું વાવેતર 25 ટકા વધે એવી ખેડૂતો તૈયારી કરી રહ્યાં છે.

2020માં 22 હજાર હેક્ટર વાવેતર થયા હતા. જે 2021માં 25થી 28 હજાર હેક્ટરમાં વાવેતર થાય એવી શક્યતા ખેડૂતો તરફથી બતાવવામાં આવી રહી છે.

ગોંડલમાં ખેડૂતોને એક વીઘા દીઠ રૂપિયા 1 લાખથી રૂપિયા 1.25 લાખનું વેચાણ થયું હતું. સારા ભાવ મળતાં વાવેતર વધતાં ભાવ નીચા આવશે. ભારતના બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીએ ગુજરાતના ખેડૂતો ઉત્પાદન મેળવવામાં પછાત છે.

ભારતની સરેરાશ ઉત્પાદકતા 2400 કિલોની છે. ગુજરાતના ખેડૂતો 1900-2000 કિલો ઉત્પાદન એક હેક્ટરે કરે છે. આમ એક હેક્ટરે ગુજરાતના ખેડૂતોને 500 કિલોની ખોટ જતી હોવા છતાં 3 વર્ષથી ખેડૂતો માલામાલ થઈ ગયા છે.

ભારતમાં હિસ્સો

ભારતમાં મરચાંનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ 26% સાથે આગળ છે. મહારાષ્ટ્ર 15%, કર્ણાટક 11%, ઓરિસ્સા 11%, મધ્યપ્રદેશ 7%, ગુજરાત 2% અને બીજા રાજ્યો 20% ઉત્પાદન ધરાવે છે.

વિશ્વમાં ગુજરાતના ખેડૂતો

વિશ્વમાં ચીનના ખેડૂતો 6820 કિલો મરચા હેક્ટરે પેદા કરે છે. જે વિશ્વમાં સૌથી વધું છે. ગુજરાત કરતાં પાકિસ્તાનના ખેડૂતો વધું મરચા પેદા કરે છે. આંધ્ર પ્રદેશના ખેડૂતો 2017 પ્રમાણે હેક્ટર દીઠ 4580 કિલો મરચા પેદા કર્યા હતા.

આમ ગુજરાતના ખેડૂતો વિશ્વ કક્ષાએ અને ભારત કક્ષાએ અત્યંત પાછળ છે. ગુજરાતના ખેડૂતોને સારા બિયારણ આપવામાં 4 કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોએ દેશના ખેડૂતો સામે ટકી રહેવું હોય તો આંધ્ર પ્રદેશનું બિયારણ લાવીને ઉગાડવું જોઈએ.

ગોંડલના ખેડૂતોની શ્રેષ્ઠ ઉત્પાદકતા

ઉત્પાદકતામાં ગોંડલના ખેડૂતો દેશની સરેરાશ સાથે ટોચ પર છે. 2380 કિલો એક હેક્ટરે પેદા કરે છે. કારણ કે ગોંડલના દેશી મરચાને તિલાંજલી આપી દેવામાં આવી છે. ગોંડલમાં હવે હાઈબ્રિડ મરચા પકવે છે. તેથી ગુજરાતમાં ઉત્પાદકતા મેળવવામાં પ્રથમ ક્રમે છે.

બીજા ક્રમે અમરેલી મરચાના ઉત્પાદનમાં આવે છે. જ્યાં 2250 કિલો મરચું ખેડૂતો એક હેક્ટરે પેદા કરે છે. કડી-કલોલ મરચાની ઉત્પાદકતામાં ત્રીજા નંબર પર છે. જેનું મરચું દેશભરમાં જાય છે.

300 કરોડના મરચા

ગુજરાતમાં 50 હજાર જેટલાં ખેડૂતો વર્ષે રૂપિયા 200-300 કરોડનું મરચું પેદા કરે છે. જેમાં હજારો ખેડૂતો સારા નાણાં કમાયા છે.

જોકે શાકભાજીમાં વપરાતા લીલા મરચા સાથે કુલ ઉત્પાદન તો ઘણું વધારે થાય છે. સૂકા મરચા માટે ખેડૂતોએ 5 મહિના મહેનત કરવી પડે છે. 20 કિલો સૂકા મરચામાંથી 3 કિલો લાલા મરચા બને છે. જેનો પાઉડર બનાવીને ઉદ્યોગપતિઓ વેચે છે.

ગોંડલના ખેડૂતો

ગોંડલમાં ઉત્પાદકતા વધું મળતી હોવા પાછળ નવા બિયાણો છે. જેમાં રેશમપટ્ટા, રેવા, શાનિયા, 220, 035, 735 જાતોનું વાવેતર થાય છે. અહીંના એપીએમસી બજારમાં રોજની 2500 ભારીના સોદા થાય છે. જે ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ લઈ જાય છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં ગોંડલનું મરચું 9 ટકા હિસ્સો ધરાવે છે.

રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. કુલ 1100-1200 ટન મરચા ગોંડલમાં પાકે છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે. તેઓ ચોખ્ખા મરચાનો પાઉડર કરવાના બદલે તેમાં ડીંડલા, પાન ભેળવીને ધંધો કરી લે છે. વળી ગુજરાતમાં મરચામાં કુકડનો વાયરસ રોગ આવે ત્યારે ખેડૂતો બેફામ દવા છાંટે છે. તેથી નિકાસમાં નમુના નિષ્ફળ જાય છે.

ગોંડલમાં રેશમ પટ્ટા 42507 ક્વિન્ટલ, ઘોલર 10208 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. હવે કાશ્મિરી મરચું ઉગાડવાની શરૂઆત થાય છે. 2021માં કાશ્મિરી મરચાની સારી આવક થઈ હતી.

ગુજરાતમાં સુકા મરચાલું વાવેતર હેક્ટર અને ઉત્પાદન ટનમાં છે
2019-20 મરચાનું હેક્ટરે શ્રેષ્ઠ
ખેતીની મરચાનું ઉત્પાદન ઉત્પાદકતા ઉત્પાદકતા
જિલ્લો કૂલ જમીન વાવેતર 2019-20 કિલો ક્રમ
સુરત 251300 98 145 1479
નર્મદા 113000 14 20 1428
ભરૂચ 314900 386 695 1800
ડાંગ 56500 29 37 1275
નવસારી 106800 0 0
વલસાડ 164300 90 140 1555
તાપી 149100 1205 2109 1750
દક્ષિણ ગુ. 1663700 1822 3146 1726
અમદાવાદ 487400 254 505 1988
અણંદ 183800 0 0
ખેડા 283500 30 50 1666
પંચમહાલ 176200 725 1508 2080 6
દાહોદ 223600 1305 2375 1820
વડોદરા 304700 120 216 1800
મહિસાગર 122400 580 1247 2150 4
છોટાઉદેપુર 206600 80 152 1900
મધ્ય ગુ. 1988200 3094 6054 1955
બનાસકાંઠા 691600 600 1140 1900
પાટણ 360400 0 0
મહેસાણા 348100 1380 2760 2000 8
સાબરકાંઠા 271600 37 61 1648
ગાંધીનગર 160200 50 110 2200 3 કડી કલોક
અરાવલી 202700 30 56 1866
ઉત્તર ગુજ. 2034600 2097 4127 1968
કચ્છ 733500 77 150 1848
સુરેન્દ્રનગર 621000 1118 2236 2000 9
રાજકોટ 536300 820 1952 2380 1 ગોંડલ
જામનગર 366200 56 118 2107 5
પોરબંદર 110900 0 0
જૂનાગઢ 358700 300 486 1620
અમરેલી 538200 397 893 2250 2 અમરેલી
ભાવનગર 454700 361 606 1678
મોરબી 347000 120 222 1850
બોટાદ 199700 325 673 2070 7
સોમનાથ 217000 0 0
દ્વારકા 229600 712 1388 1919 10
સૌરાષ્ટ્ર 3979300 4209 8574 2037
ગુજરાત કૂલ 9891500 11299 22051 1951
ભારત 733000 1764000 2406
સ્ત્રોત – ગુજરાત સરકારનો કૃષિ વિભાગ
કૃષિ વિભાગના અધિકારીઓએ ખેતરમાં જઈને આ સરવે કરેલો નથી
પાકિસ્તાન 65000 150000 2310
થાઈલેન્ડ 70000 156000 2230
ચીન 44000 300000 6820
વિશ્વ 2020000 3762132 1860
આધ્રપ્રદેશ વર્ષ 2017 131300 602000 4580
તેલંગણા વર્ષ 2017 78900 279800 3550
મધ્ય પ્રદેશ વર્ષ 2017 54400 93600 1720
ગુજરાત વર્ષ 2017 43400 68500 1580