મુંબઈ, 26 નવેમ્બર 2020
જિયોગેમ્સ 27 દિવસની ક્લેશ રોયલ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના વિજેતાને ‘ઇન્ડિયાના ગેમિંગ ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવશે.
ક્લેશ રોયલ એ ફ્રીમિયમ, રિયલ ટાઇમ, મલ્ટીપ્લેયર સ્ટ્રેટેજી વીડિયો ગેમ છે, જેમાં રોયલ અને તમારા મનગમતાં લડવૈયાઓ ઉપરાંત અનેક ભૂમિકાઓ ધરાવતાં પાત્રો ગેમ રમે છે. ધ ક્લેશ ઓફ ક્લેન્સ ટ્રૂપ્સ, સ્પેલ્સ, ડિફેન્સ યુ નો એન્ડ લવ સાથે રોયલ્સ જેવા કે પ્રિન્સેસ, નાઇટ્સ, બેબી ડ્રેગન્સ અને અન્ય ઘણા બધા ડઝનેક કાર્ડ્સ ખેલૈયાઓ કલેક્ટ કરી તેને અપગ્રેડ પણ કરી શકે છે.
સુપરસેલ સાથેના સહયોગથી જિયોગેમ્સ ક્લેશ ટુર્નામેન્ટ થકી ખેલૈયાઓ પોતાની સ્પર્ધાત્મકતા, કુશળતા અને માનસિક વ્યૂહરચનાની ક્ષમતાને ચકાસી શકે છે. 28 નવેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં ગેમિંગના રસિયાઓ બિગિનર, એમેચ્યોર અને પ્રો-ગેમર્સ એમ અલગ અલગ લેવલ પસંદ કરી શકે છે.
ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થવા માટે સ્પર્ધકે ‘1-વર્સિસ-1 ગેમ્સ’માં મહત્તમ સ્કોર મેળવવાનો રહેશે. અહીં વિજેતા મોટું કેશ પ્રાઇઝ જીતી શકે છે અને દર અઠવાડિયે પણ ઇનામો મેળવી શકશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલૈયાઓ https://play.jiogames.com/clashroyale પર રજિસ્ટર કરી શકે છે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ જિયોટીવી પર સ્ટ્રીમ કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન, 26 નવેમ્બર – 19 ડિસેમ્બર 2020 સુધી છે. કોન્ટેસ્ટ પ્રારંભ – 28 નવેમ્બર 2020, ફાઇનલ 21 ડિસેમ્બર – 25 નવેમ્બર 2020 સુધી.