ગાંધીનગર, 20 નવેમ્બર 2020
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10-12ના 1.20 લાખ વિદ્યાર્થીઓ છે. એટલાં જ કોલેજોના છે. તમામ મળીને કુલ 3.60 લાખ વિદ્યાર્થીઓ છે. જેમની સામે જોખમ ઊભું છે. ગુજરાતમાં 20 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના છે. આખા ગુજરાતમાં 1 કરોડ વિદ્યાર્થીઓ છે. તેઓ શાળાએથી ઘરે આવશે ત્યારે ઘરના લોકોમાં પણ કોરોના ફેલાઈ શકે છે.
રાજહઠ સાથે રાજકારણ
આમ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન અલગ અલગ સરકાર ચલાવી રહ્યાં છે. બન્ને વચ્ચે બનતું ન હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. શિક્ષણ પ્રધાન રાજહઠે ચઢીને પોતાની ભાજપ સરકાર સામે રાજકારણ કરી રહ્યાં છે. શિક્ષણ પ્રધાન ચૂડાસમા પોતે મુખ્ય પ્રધાનના નિર્ણયને પડકારી રહ્યાં હોય એવી તેમની જાહેરાત છે. તેમણે કહ્યું કે કાળજી લેવાથી કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ શાળા-કોલેજો શરૂ કરીને ગુજરાત આપશે.
કોને ફાયદો
રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, શાળા સંચાલકો તેમજ સરકારી, ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરઓ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ડીજીટલ વાત કરીને ફરીથી કહ્યું હતું કે, 23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો પૂન: શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 11 નવેમ્બરે નિર્ણય લેવાયો હતો. શિક્ષણ પ્રધાન ચૂડાસમા ખાનગી શાળા કોલેજોને શિક્ષણની ફીમાં ફાયદો કરાવવા હઠે ચઢ્યા છે. કારણ કે ખાનગી શાળા કોલેજોમાંથી 80 ટકા ભાજપના નેતા કે ભાજપ સાથે જોડાયેલા લોકોની છે.
ટાસ્કફોર્સ
એસ.ઓ.પી.ના પાલન માટે જિલ્લા, નગરો, તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. DEO, સરકારી, ગ્રાન્ટેડ, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ આયોજન કરી લીધું છે. શાળાઓ શરૂ થવાથી ઓનલાઇન એજ્યુકેશન-લર્નિંગ બંધ કરવામાં આવશે નહિ. હાજરી પણ મરજીયાત રાખી છે. વાલીના સંમતિપત્રક મેળવવાનું જરૂરી રાખ્યું છે.
કન્ટેનમેન્ટમાં શાળા નહીં તો અમદાવાદમાં કેમ
વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વાલીઓની સંમતિ આવી છે તેની માહિતી 3 દિવસમાં રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરેલી છે. જિલ્લા કલેકટરો સાથે સંકલનમાં રહિને કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. કોઇ જ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં શાળા-કોલેજો શરૂ કરવામાં નહિ આવે. તો પછી અમદાવાદમાં કેમ ચાલુ કરીને જોખમ ઊભું કરવામાં આવે છે. થર્મલ ગન, ફરજીયાત માસ્ક, સેનીટાઇઝર, શાળાની નજીકમાં જ આરોગ્ય કેન્દ્ર દવાખાનાની સગવડતા રાખવાની રહેશે. રેમિડિયલ એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવશે. હેલ્થ હાઇજિન પ્રોગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ પણ કરવામાં આવશે.
કોરોનાનું જોખમ
સરકારના આપેલા આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 16100થી વધુ એક્ટિવ કેસો છે. સંક્રમિત દર્દીઓને હાલ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં. અમદાવાદ સિવિલની કેન્સર અને કિડની હોસ્પિટલમાં પણ બેડની સુવિધા ઉભી કરવી પડે તેવી પરિસ્થિતિ છે.
ભાજપ નિષ્ફળતા માટે ધ્યાન આપે
ગુજરાત સરકાર કોરોનામાં શિક્ષણની ચિંતા કરે છે પણ તેમની પારાવાર નિષ્ફળતાઓ માટે ધ્યાન આપતી નથી. 1986થી ભાજપ 25 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે. તેમ છતાં શિક્ષણમાં ગુણવત્તા કથળી છે. સરકારની આવકના 6 ટકા શિક્ષણ માટે ફાળવવાના બદલે ગુજરાતમાં સરેરાશ માત્ર 1.5 થી 2 ટકા જેટલું જ નાણાં ફાળવવામાં આવે છે. તે બાબતો માટે ભાજપના નેતાઓએ ધ્યાન આપવાના આ 10 મુદ્દા છે.
1- શિક્ષણની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે. એમાં કોઈ નોંધપાત્ર સુધારો થયેલો દેખાતો નથી. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 2001માં 69.14 ટકા હતું, તે વધીને 2011માં 78.03 ટકા થયું છે.
2 – શિક્ષણમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો ક્રમાંક 16માંથી નીચો ઉતરીને 18 થયો છે. 11 થી 14 વર્ષના 5 ટકા બાળકો હજુ સ્કૂલમાં જતા નથી.
3 – સરકારી શાળામાં 5માં ધોરણમાં ભણતા 47 ટકા અને 8મા ધોરણમાં ભણતા 23.4 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ગુજરાતીનું – પોતાની માતૃભાષાનું પુસ્તક વાંચી શકતાં નથી.
4 – 5માં ધોરણના 83.9 ટકા અને આઠમા ધોરણના 65.2 ટકા વિદ્યાર્થીઓ સાદા ભાગાકાર કરી શકતાં નથી.
5 – શિક્ષણમાં ભારતનાં 27 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન અનુક્રમે 24મુ અને 19મુ છે. 2016નાં રિપોર્ટ પ્રમાણે ગણિત અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓના દેખાવમાં ગુજરાતનો ક્રમાંક અનુક્રમે 21 અને 27 હતો.
6 – ખાનગી શાળામાં પ્રાથમિક શિક્ષણની વાર્ષિક ફી 5 હજાર રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની છે. દિલ્હીની જેમ શિક્ષણ મફત કરો.
7- ભાર વિનાનું ભણતર” માત્ર દીવાલ પર લખેલું સૂત્ર છે. બાળકોનો ભાર ઓછો કરો.
8 – ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્ત્વની 6 સંસ્થાઓ, 18 રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યુનિવર્સિટી, 4 કૃષિ યુનિવર્સિટી, 3 સેન્ટ્રલ યુનિવર્સિટી, અને 19 ખાનગી યુનિવર્સિટી છે. છતાં એક પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ નથી. તે સુધારો.
9 – 136 એન્જિનિરિંગ કોલેજો ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એમાંની માત્ર 17 કોલેજો જ સરકારી અથવા સરકારના અનુદાન મેળવે છે અને 87 ટકા કોલેજ સ્વનિર્ભર છે. સરકાર પોતે કોલેજો ખોલે અને દિલ્હીની કેજરીવાલ સરકારની જેમ સારી ગુણવત્તાનું મફત શિક્ષણ આપે.
10 – એન્જિનિયરિંગની 71 હજાર બેઠકોમાંથી 27 હજાર બેઠકો ખાલી રહી હતી.