[:gj]કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે[:]

[:gj]કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો.

ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા  અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી.

 

 

સવિનય જણાવવાનું કે,ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગલી ઓળખ ધરાવે છે. ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એક- એક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે.   છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, છપ્પનની છાતીની વાતો કરનારા શાસકો ગુજરાતની સરહદો સાચવવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય, દરરોજ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દારુ પકડાતો હોય, જે રાજ્યમાં ભાજપ સરકારના શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ

 

કરવાના કાવતરાના ભાગરૂપે જ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંક ને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર        છે. મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજ્યને સમૃદ્ધ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ભાજપના શાસકો પોતાની હપ્તાખોરીની લાલચને કારણે, સામેલગીરીના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને રોકવામાં, નાથવામાં આંખ આડા કાન કરીને રાજ્યની યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરાઓમાં ભાગીદાર અને કારણભૂત બની રહ્યા છે. રાજ્યના કોલેજો- યુનિવર્સીટી અને ઇન્સ્ટીટયુટ વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, યુવા પેઢીને નશાખોરીના રસ્તે આગળ લઇ જવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે તેને રોકવામાં નથી આવી રહ્યું. તો બીજીતરફ ગુજરાતમાં ૧૪૪ દેશના સૌથી લાંબા ૧૬૪૦ કિમીના દરિયાકિનારા પર ૧૪૪ નાના મોટા ટાપુઓ આવેલા છે, તેવી પરિસ્થિતિમાં દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર ૨૨ મરીન પોલીસ સ્ટેશન અને ફક્ત ત્રીસ જ ઇન્ટરસેપ્ટર બોટ છે, એક મરીન પોલીસ

સ્ટેશનેથી સરેરાશ ૭૨ કિમીના દરિયાકિનારાનો વિસ્તાર સાચવવો પડી રહ્યો છે. ગુજરાત

કરતાં ઘણો ઓછો દરિયાકિનારો અને પાકિસ્તાનથી દૂર હોવા છતાં મહારાષ્ટ્ર ,

તામિલનાડુ, કર્ણાટકથી  વધુ મરીન પોલીસ સ્ટેશન છે, જ્યારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે, પૂરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો

દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ.21,000 કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી

પોર્ટ પરથી ઝડપાયું હતું. ૧૫ નવેમ્બરે મોરબીમાં ૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, ૧૦ નવેમ્બરે દ્વારકાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું આ તમામ ડ્રગ્સ પાછળ વિદેશી કનેક્શનનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે.

ગુજરાતને જો સમૃધ્ધ – વિકસીત રાજ્ય બનાવી અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃધ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે તે માટેની જરુરી કાર્યવાહી  કરવામાં આવે, એ માટેની જરુરી વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન છેક તાલિબાન સાથે જોડાયેલા છે ? એની પણ તપાસ થવી જોઈએ. તેવી અમારી આપ શ્રી સમક્ષ માંગણી કરીએ છીએ..

ડ્રગ્સ પકડવાની બાબતોમાં અનેક દિવસો થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી, સરકારમાં બેઠેલા લોકોની મીલીભગત છે તેથી આપની કક્ષાએ એક તપાસપંચ નીમવામાં આવે , નામદાર હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં તપાસ થાય. ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબજ ચિંતાનો વિષય છે. દરેક પરિવાર સાથે જોડાયેલો વિષય છે તેથી તેની ન્યાયિક તપાસ થાય તે માટે આપની કક્ષાએથી યોગ્ય આદેશ આપવા માંગ ણી કરીએ છીએ.

[:en]કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને ઠીક કરો.[:hn]કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને [:]