વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ

આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નિમણુંકને બહાલી આપી છે, અત્યાર સુધી ચર્ચાઓ હતી કે ગુજરાતમાં કોઇ પાટીદાર નેતાને ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવાશે, પરંતુ આ ચર્ચાઓ ખોટી પડી છે, હવે ટૂંક સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસમાં હાર્દિક પટેલને મહત્વનું પદ મળતા ભાજપે પણ તેની આગામી રણનીતિના ભાગરૂપે સી.આર.પાટીલ જેવા અનુભવી નેતાને ગુજરાતની કમાન આપી છે.

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

વધુ વાંચો: 2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’ ને ‘સાથ’ આપશે ?

વધુ વાંચો: કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

વધુ વાંચો: સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ