ગુનાખોર ગુજરાત કોરોનાના કેરમાં ગુના સાવ ઘટી ગયા
અમદાવાદ, 11 એપ્રિલ 2020
ભારત સરકારના છેલ્લાં જાહેર અહેવામાં ગુજરાતમાં કેટલા લોકોના મોત વર્ષે થાય છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી ગુનાખોરી સાવ ઘટી ગઈ છે. લોકડાઉન થતાં લોકો ગુનો કરતાં બંધ થઈ ગયા છે.
ભાજપ અને સંતો જે રામ રાજ્યનઓ આદર્શ રજૂ કરીને કલ્પના કરે છે. કે કોરોનાની મહામારીમાં જોવા મળે છે. ગુજરાતમાં ખરા અર્થમાં રામ રાજ્ય આવી ગયું છે. 88 ટકા પેટ્રોલ અને 70 ટકા ડીઝલની ખપત ઘટી છે.
રોજ નોંધાતા ગુના 90 ટકા ઘટી ગયા છે. વર્ષે તમામ પ્રકારના 12 લાખ ગુના નોંધાતા હતા. રોજના 4 હજાર ગુના થતાં હતા. જેમાં હવે કોરોના સંબંધી જ ગુના મોટા ભાગે થઈ રહ્યાં છે.
વર્ષમાં કેટલાં ગુના નોંધાય છે ?
1,50,000 – ગુના આઈપીસી હેઠળ
2,45,620 – કુલ કોગ્નિઝેબલ એસ.એલ. ગુનાઓ
9,034 – મહિલાઓ ગુમ થાય છે.
17,595 – આરોપીઓની મહિલા સામેના ગુનામાં ધરપકડ
4929 – બાળકો વિરુદ્ધના ગુના
2021 – બાળકોના અપહરણ
1100 – ખૂન
9,201 – માર્ગ અકસ્માતમાં મોત
1200 – હીટ એન્ડ રન
1998 – અપહરણ
27,000 – માનવ શરીર સંબંધી ગુના
1893 – રાઓટીંગ
8312 – ચોરી
4120 – ઘરફોડ ચોરી
21420 – મિલકત સંબંધી ગુના
3210 – બનાવટી દસ્તાવેજ
5271 – અધિકારીઓને ફરજ બજાવતા રોકવાના ગુના
29790 – જાહેર સ્થળોએ ભયજનક વાહનો ચલાવવાના ગુના
40,782 – જાહેર માર્ગ પર અવરોધના ગુના
2923 – પતિ કે તેના કુટુંબ દ્વારા પત્ની પર અત્યાચાર
14,212 – ગુનાહિત ધાકધમકી
28,764 – અમદાવાદમાં આઈપીસીના ગુના નોંધાતાં હતા.