ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, નર્મદાના 15 અહેવાલો વાંચો

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે.

રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપ સાશનના 24 વર્ષમાં રૂ.2 લાખ કરોડનો ખર્ચ પાણી પાછળ કરાયો છે. આટલા નાણાંમાં ગુજરાતને પીવાના પાણીની તમામને સુવિધા મળી જવી જોઈતી હતી. તેમ છતાં હજું પણ વર્ષે રૂ.10થી 15 હજાર કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. જે કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો સદંતર નિષ્ફળ ગઈ છે.

2 લાખ કરોડનું ખર્ચ ગુજરાતના પ્રત્યેક વ્યક્તિના માથાદીઠ રૂ.33,300 થઈ ગયું છે. કુટુંબ દીઠ રૂ.1થી 1.50 લાખ થઈ ગયું છે. તામ છતા પીવાના પાણીની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તેનો સીધો મતલબ એ થયો કે, પીવાનું ચોખ્ખુ પાણી દરેકને મળી રહ્યું છે એવો દાવો 2001થઈ કરવામાં આવી રહ્યો છે તે માત્ર ભ્રમ હતો.

આ અંગે કોંગ્રેસે કેગનો હવાનો ટાંકીને જાહેર કર્યું છે કે, ગુજરાત સરકાર પાણીના સંચાલનમાં અને પાણીની વહેંચણીમાં સદંતર નિષ્ફળ છે. ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો અને ખેડૂતોની જીંદગી સાથે છેતરપીંડી કરી રહી છે. ગુજરાતમાં 10  હજાર કરોડના પાણીનો કાળો કારોબાર ભાજપ સરકારના મળતીયાઓ કરી રહ્યાં છે.

રાજ્યમાં પાણી નીતિ બનાવી શકાઈ નથી. કેગનો અહેવાલમાં કહેવાયું છે કે પાણીના ઓડિટ પર કોઈ તંત્ર કામ કરતું નથી. સીંચાઈ અને પીવાના પાણી માટે બજેટમાં મોટી જોગવાઈનો દેખાડો કરવામાં આવે છે.

પાણીની પાઈપલાઈનોમાં પાણીને બદલે પૈસા વહે છે. પાણીની તંગીમાં વચગાળાની વ્યવસ્થા, વિસ્તાર, નગરો, શહેર, પાણીની હાલની જરૂરિયાત, ઉપલબ્ધતા અને ભવિષ્યની જરૂરીયાત માટેની કોઈ આયોજન કે વિગતો કે નીતિ સરકાર પાસે નથી.

વૈજ્ઞાનિક સર્વે, પાણીનો જથ્થાના વ્યવસ્થાપનનો સદંતર અભાવ છે.

માથાદીઠ પાણીની જરૂરિયાત, પાણીનો વપરાશ, વસ્તી વધારો, જરૂરિયાતમાં વધારો ખેતી માટેની જરૂરિયાતમાં વધારો જેવી બાબતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે તુરંત પાણી નીતિ બનાવવી જોઈએ. પાણીનો જથ્થો સદઉપયોગ અને જરૂરિયાતને યોગ્ય રીતે વિતરણ, વ્યવસ્થાપન પણ જરૂરી.

કેગના વોટર ઓડીટમાં રાજ્યમાં પીવાના પાણીની ગુણવત્તા અને સ્થિતી ખુલ્લી પડી છે. ભાજપ સરકાર પાણીના મુદ્દે રાજનીતીને બદલે પાણીનીતિ લાવે.

CAGના વોટર ઓડીટ અહેવાલમાં રાજ્યના પીવાના પાણીની પોલ ખુલ્લી પડી ગઈ છે. રાજ્ય સરકારે દાવો કર્યા હતા 36 હજાર વસાહતો પૂર્ણ રીતે પાણી પુરવઠાથી જોડાઈ છે. હકીકતમાં 37 ટકા વસાહતો જોડાણ નથી. સરેરાશ 40થી 100 લીટર માથા દીઠ આપવામાં આવતું હોવાનો દાવો પોકળ નિકળ્યા છે. 40ના બદલે 10 લીટર પાણી પીવાનું મળે છે.

રૂપાણી, મોદી, શાહના બોગસ દાવા થતાં રહ્યાં છે.

45 ટકા ગામોને પાણી મળતું નથી છતાં મળતું હોવાનો ખોટો દાવો રૂપાણી, મોદી અને શાહ કરતાં રહ્યાં છે.

2352 ગામોને નર્મદાનું પાણી આપવામાં આવે છે એવો દાવો મોદી, અમિત શાહ અને રૂપાણી કરતાં રહ્યાં છે. ખરેખર તો 1587 ગામનો જ નર્મદાનું પાણી મળે છે. 45 ટકાને તો મળતું નથી. જેમને મળે છે તેમને પૂરતું મળતું નથી. ઘણી વખત દિવસો સુધી મળતું નથી.

15 ટકાથી 19.54 ટકા પાણીમાં કેમિકલ્સ આવી રહ્યાં છે. 2013થી 2028 સુધીમાં 18 પાણીના નમુનામાં ઝેરી કેમીકલ જોવા મળ્યા, નાઈટ્રેટ, ફ્લોરાઈડ અને સોલીડ પાર્ટીકલ મિશ્ચિત જોવા મળ્યા.

નાઈટ્રેટ મિશ્ચીત પાણી છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા જ્યારે ખેડામાં ફલોરાઈડની મોટી માત્રા પીવાના પાણીમાં જોવા મળી છે.

245 તાલુકા માંથી 198 તાલુકામાં તાલુકા કક્ષાની પાણીના નમુના ચકાસણી માટે લેબોરેટરી નથી. લેબોરેટરી ન હોવાથી 32 ટકા સેમ્પલની ચકાસણી થાય છે.

18 ટકા પીવાના પાણીમાં મોટા પાયે બેક્ટેરીયાની હાજરી જોવા મળી.

આર્યન અને આસૈનિક જે પીવાના પાણીની ગુણવત્તા માટે ખાસ ચકાસણી કરવાની હોય છે, તે માટે એક પણ લેબોરેટરી ટેસ્ટ થયા નથી.

માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ. 3.13નો વધારો થશે.

ભાવનગરનાં ગામોમાં અઠવાડિયામાં એક વાર કે બે વાર પાણી આવે છે, ક્યાંક તો પંદર દિવસે પાણી આવે છે. એ પણ માંડ 40 મિનિટ માટે આવે છે અને એમાંથી જ બધાએ પાણી ભરવાનું હોય એવી પણ દશા છે.”

“ભાવનગર જિલ્લાનાં કેટલાંક ગામોમાં તો મહિલાઓ અને બાળકો 3થી 4 કિલોમિટર દૂર પાણી શોધવા જાય છે અને ઘોઘામાં તો શાળા બંધ કરવી પડે એવી સ્થિતિ છે.”

એપ્રિલથી જુલાઈમાં 500 ગામોને 4 હજાર પાણીનાં ટૅન્કરો સરકારે દોડાવવા પડ્યાં હતાં. આ વર્ષે પણ કપરી પરિસ્થિતિ છે, જળસંકટ માથે ઊભું જ છે.

વડોદરામાં જ વર્ષે સરેરાશ 40 હજાર ફાયર બ્રિગેડનાં ટૅન્કર દ્વારા અને આશરે 2 લાખ 75 હજાર ખાનગી ટૅન્કરોનો પાણીનો ઉપયોગ કરે છે.

970માં સ્થાનિક સ્રોતોને વિકસાવવાના પ્રયાસ હતા, 1990-99માં પ્રયાસો બદલાતા ગયા પછી બલ્ક વૉટર સપ્લાય સુધી પહોંચ્યા છે.

નર્મદાનું પાણી મધ્ય ગુજરાત અને કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય, તે 92 મિટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. રકાબી જેવા આજી ડૅમમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે, તેમાં આ પાણી નાખીએ એટલે લગભગ 40થી 50 ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે.

ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90 લાખ એકર ફૂટ પાણી પૈકી 60 લાખ 38 હજાર એકર ફૂટ પાણી મળ્યું છે. નર્મદા યોજનામાં આપણે ભાગે 9 મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. 455 ફૂટ એટલે કે પૂરેપૂરો બંધ ભરાય તો માત્ર 4.7 મિલિયન એકર ફીટ પાણી જ મળે. બાકીનું બારગી, માહેશ્વર જેવા મધ્ય પ્રદેશમાં વીજળી માટે બાંધેલા બંધમાંથી કટકે-કટકે આખું વરસ પાણી આવતું રહે તો જ આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળે. સિંચાઈ માટે 17 લાખ 92 હજાર હેક્ટર પાણી આપવાના બદલે ત્રીજા ભાગનું એટલે કે 6 લાખ 40 હજાર હેક્ટર જ આપવામાં આવ્યું છે. 24 લાખ 81 હજાર એકર ફૂટ પાણીની ઘટ પડી રહી છે એટલે કે એનો કોઈ હિસાબ જ નથી.

4.7 મિલિયન ફીટમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી તો ઉદ્યોગો અને પીવા માટે અનામત છે.

ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે. નર્મદા યોજનાના કારણે પીવાના પાણીની તંગી કંઈક હળવી થઈ છે, પણ તે સંપૂર્ણ ઉકેલ નથી.

નર્મદાનું 3.7 મિલિયન એકર ફીટ પાણીમાંથી ખેતી માટે અને તળાવો ભરવા કે બીજા કોઈ આયામો માટે વાપરવાનું છે.

ગુજરાતનો જળ વ્યવસ્થાપનમાં પહેલો નંબર કેન્દ્ર સરકારે આપ્યો છે. પરંતુ ગુજરાત રાજ્યમાં 23 ટકા વસ્તીને નળથી પીવાનું પાણી પણ મળતું નથી.

રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતમાં પીવાનું પાણી પહોંચાડવા માટે નર્મદા વોટર ગ્રીડ વિકસાવાઈ છે. 2800 કિમી જેટલી લાંબી પાઈપલાઈનથી દરરોજ સરેરાશ 300 કરોડ લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે.

રાજ્યના 12200 તમામ ગામડા વોટર ગ્રીડથી જોડવામાં આવ્યા હોવાનો રૂપાણી અને મોદી સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના 350 માંથી 200 શહેરી વિસ્તારોને આ વોટર ગ્રીડ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

વાસ્મો દ્વારા ગ્રામ્ય સ્તરે ગામડામાં પાણી પહોંચાડવાની અત્યાર સુધીમાં 16846 યોજનાઓ પુરી કરવામાં આવી છે. ગુજરાતમાં 77.5 ટકા વસ્તીને ઘરઆંગણે નળથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

22.50 ટકા વસ્તી ઘરઆંગણે પીવાના પાણી માટે તરસી રહ્યા છે. જોકે, જીએજીનો અહેવાલ જોતા તો 50 ટકા ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચતું હોય.

ગંદા પાણીને શુદ્ધ કરીને તેના પુનઃ ઉપયોગ માટેની નીતિ પણ ઘડવામાં આવી રહી છે. વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં સંપૂર્ણપણે ટ્રીટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે.

નર્મદા કેનાલના નેટવર્કનું હજારો કિલોમીટરનું કામકાજ બાકી છે.

વાંચો નર્મદા અંગેના 15 અહેવાલો

8,460 કિલોમીટર નર્મદા નહેરનું કામ બાકી
https://allgujaratnews.in/gj/construction-work-of-8460-km-minor-distribution-canals-of-the-narmada-project-is-yet-to-be-taken-up/

નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટરમાં સિંચાઈ
https://allgujaratnews.in/gj/narmada-dam-and-canal-work-completed-irrigation-in-5-lakh-hectare-instead-of-18-lakh-hindi-gujarati-news/

અડધી સદીની અધુરી નર્મદા યાત્રા
https://allgujaratnews.in/gj/adadhi-sadi-ni-adhuri-narmada-yatra-narmada-dam-gujarati-news/

નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

ભાજપે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી : નહેરમાં પાંચ વર્ષમાં 351 ગાબડા
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%ab%87-%e0%aa%aa%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%ab%8d/

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ભ્રષ્ટાચાર કર્યો

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ભ્રષ્ટાચાર કર્યો

નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
https://allgujaratnews.in/gj/narmada-water-pollution/

 

સૌની યોજનામાં 115 બંધોના 88 નર્મદાથી પાણી નહીં ભરાય, 10 લાખ એકરમાં સિંચાઈ નહીં થાય
https://allgujaratnews.in/gj/in-sauni-scheme-88-of-115-dams-will-not-be-filled-with-narmada-water-10-lakh-acres-will-not-be-irrigated/

એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી
https://allgujaratnews.in/gj/irrigation-of-narmada-canal-increased-by-1-50-lakh-ha-in-one-year/

નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ

નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ

ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%ab%83%e0%aa%97%e0%ab%81-%e0%aa%8b%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/

નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ
https://allgujaratnews.in/gj/narmada-dam-made-fools-now-spend-rs-20-thousand-crore-on-salt-water/

નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.91 કરોડના ખર્ચે 23 કી.મી. લંબાઇની ટ્રંક મેઇન્સ નાંખવામાં આવી
https://allgujaratnews.in/gj/23-km-pipe-line-for-narmada-water-is-being-constructed-at-a-cost-of-rs-130-91-crore-gujarati-news/

ગયા વર્ષ કરતાં આ વખતે નર્મદા બંધમાં ઓછું પાણી આવ્યું
https://allgujaratnews.in/gj/narmada-dam-gets-less-water-than-last-year/

મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ઘટ્યું
https://allgujaratnews.in/gj/bitter-facts-of-sweet-cane-sugarcane-cultivation-from-narmada-canal-did-not-increase-but-decreased/