કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના પોચા ને ઢીલા

ગાંધીનગર, 15 મે 2020

કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખેડૂતોને નહીં થાય.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, “ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે.”

ચાલુ વર્ષે પાછોતરા વરસાદથી કપાસના પાકને મોટું નુકસાન થયું છે. બીજીતરફ કપાસના પોષણક્ષમ ભાવો પણ ખેડૂતોને નથી મળી રહ્યા. સરકાર દ્વારા સી.સી.આઈ. મારફતે ખરીદી કરવાની જાહેરાત ઘણા સમય પહેલાં 40 કિલોના 2200 રૂપિયા ભાવે થઈ ચૂકી છે. છતાં ખરીદી થતી નથી. મોદી સરકાર ગુજરાતના ખેડૂતોને અન્યાય કરે છે અને રૂપાણીનું કંઈ ઉપજતું નથી.

વેપારીઓએ 40 કિલોના 2000થી 2050 સુધીમાં ખરીદી કરી લીધી છે. મણ દીઠ 150 રૂપિયા તૂટી જતાં ખેડૂતોને ખોટ ગઈ છે.

હાલમાં કપાસની કવોલીટી સારી નથી આવતી ના બહાના હેઠળ તા. ૩૦-૧-૨૦૨૦ થી ખરીદી બંધ કરી ખેડૂતોના વાહનો પાછા લઇ જવાની ફરજ પડી હતી. સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરાતાં ખેડૂતોેને ખાનગી વેપારીઓ પાસે ફરી જવાનો વારો આવેલ અને રૃ. ૪૬૦૦ થી રૃા. ૪૮૦૦ ક્વિન્ટલના ભાવે વહેચવાની નોબત આવી હતી.

લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ?

4 મે 2020ના રોજ સુધીમાં મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ કપાસના ખેડૂતો પાસેથી રૂ. 4995 કરોડમાં કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો

ખેડૂતોને ખરીદેલા કપાસની બાકી ચુકવણી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે; કુલ ખરીદ મૂલ્યમાંથી રૂ.4987 કરોડની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે

મહારાષ્ટ્રમાં ઓક્ટોબર 2019થી લઘુતમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી ચાલી રહી છે. 25 માર્ચ 2020 સુધીમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ મહારાષ્ટ્રમાં આવેલા 83 કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી રૂ.4995 કરોડની કિંમતે કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસની ખરીદી કરી લીધી હતી.

25 માર્ચ 2020 સુધીમાં મહારાષ્ટ્રમાં ઉત્પન્ન થયેલા કુલ કપાસમાંથી લગભગ 77.40% કપાસ બજારો સુધી પહોંચી ગયો હતો અને CCI તેમજ ખાનગી વેપારીઓએ તે ખરીદી પણ લીધો છે. લૉકડાઉનના સમય દરમિયાન 22.60% કપાસ બજારોમાં આવવાનો બાકી હતો. બાકી રહેલા રૂ.2100 કરોડની કિંમતનો 40 થી 50% કપાસના મહામારીની સ્થિતિના કારણે વેપારીઓ સારો ભાવ ન આપતા હોવાથી ખેડૂતો લઘુતમ ટેકાનો ભાવ મળવાની આશા રાખે છે.

CCI દ્વારા 34 કેન્દ્રો પરથી ખરીદી થઇ હતી. લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં CCI દ્વારા કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસ ખરીદવામાં આવ્યો છે.

ખરીદવામાં આવેલા કપાસ માટે ખેડૂતોને બાકી નાણાંની ચુકવણી કરવા CCI દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ખેડૂતોને કુલ રૂ.4995 કરોડમાંથી રૂ.4987 કરોડની રકમની ચુકવણી અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે.

કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (CCI) 1 લી ઓક્ટોબર 2018માં કપાસની 100 લાખ ગાંસડીની ખરીદી 10 જિલ્લાના 350 ખરીદ કેન્દ્રો પરથી કરવાનું નક્કી કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે અગાઉ કહ્યું હતું કે, કપાસના 1500ના 20 કિલોના ભાવો આપવાની વાત કરતી ભા.જ.પ.ની સરકારને શાસનમાં કપાસના 20 કિલોના ભાવ 800 થી 900રૃપિયા મળે છે.

કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના પોચા ને ઢીલા છે એમ ગુજરાતના ખેડૂતો કહી રહ્યાં છે.