દિલીપ પટેલ
અમદાવાદ, 7 ઓક્ટોબર 2022
દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ કરી છે. ઓનલાઈન લુડો માર્કેટ 150 કરોડ છે. જે 2019માં 45 કરોડ હતું. કંપનીઓને મોટી જાહેરાતો મળી રહી છે. યૂઝર્સે ગેમ શરૂ કરતા પહેલા એક કે 3 જાહેરાત જોવી પડે છે.
ગુજરાતમાં
ગુજરાતમાં વર્ષે 1 લાખ 20 હજાર જુગારીઓ પકડાય છે. જેમાં ઓન લાઈન ગેમ લુડોનો જુગાર આવી જાય છે.
દેશની લોકપ્રિય ઓનલાઈન ગેમ્સનો જુગાર બાળકો રમવા લાગ્યા છે. તેના વ્યસની બની રહ્યાં છે. પહેલા પબજી ગેમ રમનારાઓ પર જે અસર થતી હતી તેનાથી ખરાબ અસર લુડો રમતમાં થાય છે. અનેક જિલ્લામાં પ્રતિબંધો મૂકાયા છે. કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાતમાં એક વ્યક્તિ લુડો પર સટ્ટાબાજીમાં 11 લાખ રૂપિયા હારી ગયો હતો અને લોન લેનારાઓએ તેના પર હુમલો કર્યો હતો. ગુજરાતના તમામ જિલ્લા મથકો અને ટાઉનમાં ઓન લાઈન લુડો ગેમ રતમા પકડાયા છે. કુલ 4 હજાર ગુના થયા હોવાનું માનવામાં આવે છે.
કાયદો
4 દીવાલની બહાર ગેમ્બલિંગ એક્ટ હેઠળ કલમ 12Aમાં પોલીસ પકડી શકે છે. કલમ 6A મુજબ ખોટું નામ જણાવે તો 100 રૂપિયાનો દંડ થાય છે. કલમ 9 મુજબ પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે. ગુજરાતમાં ઓનલાઈન જુગારને ગેમ્બલિંગ એક્ટ હેઠળ લાવવા અને જેલની સજા વધારીને 2 વર્ષ સુધીની કરવા માટે રાજ્યના લો કમિશને ગુજરાત સરકારને ભલામણ કરી હતી. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ઓનલાઇન ગેમિંગના નામે રમાતા જુગારને બંધ કરાવવા કહ્યું હતું. ગુજરાતમાં જુગાર પર પ્રતિબંધ છે. લોટરી પર પ્રતિબંધ છે. દારુ પીવા પર પ્રતિબંધ છે. પણ લુડો રમવા પર પ્રતિબંધ નથી. ટેકનોલોજીના વધતા વપરાશની સાથે મોબાઈલની સંખ્યા પણ ઉતરોતર વધી રહી છે. ઓનલાઈન ગેમ્બલીંગ વધી રહ્યું છે. શ્રાવણ મહિનામાં ગુજરાતમાં 25 ટકા કુટુંબો ઘરમાં જુગાલ રમે છે. જેમાં હવે લુડોનો જુગાર 2022માં વધારે દેખાયો હતો. ખાસ કરીને જન્માષ્ટમીએ ઓન લાઈન જુગાર વધારે હતો.
એક કલાકનો જુગાર
સરેરાશ એક વપરાશકર્તા લુડો ઓનલાઇન રમવામાં 55 મિનિટ વિતાવે છે. તેની સરખામણીમાં લોકો 40 મિનિટથી Facebook, ટ્વિટર પર 14 મિનિટ, ઈન્સ્ટા વગેરે કરતાં પણ વધારે સમય ઓન લાઈન રમતોમાં પસાર કરે છે. જુગારમાં જ્યાં સુધી રોકડ ન હોય ત્યાં સુધી આ વ્યવસાયમાં કોઈ કાનૂની સમસ્યા નથી. રોકડથી ગેમ રમાતી હોવાથી દેશની સ્થિતી ખરાબ થઈ રહી છે.
ગુજરાતમાં ગુના
મોટાભાગની રમતોમાં વ્યુઇંગ રૂમની લિંક્સ મોકલે છે, જેઓ રમતના પરિણામ પર દાવ લગાવી શકે છે. ગેમ્સ માત્ર પ્લેટફોર્મ છે. જો કોઈ તેમના પર દાવ લગાવે તો કંઈ કરી શકાતું નથી. દેશમાં એક નિયમ છે કે જો કોઈ રમતમાં કૌશલ્ય સામેલ હોય તો સટ્ટાબાજીને જુગાર ગણવામાં આવતો નથી. પણ ગુજરાતમાં 3 હજાર કેસ ઓન લાઈન ગેમમાં જુગાર રમતા હોવાના નોંધાયા છે.
8 મહિના પહેલા
આઈટી એકટ હેઠળ અને ગુજરાતના હાલના ગેમ્બલીંગ એકટમાં ઓનલાઈન ગેમીંગને લાવવાનું 8 મહિના પહેલા વિચારાયું હતું. ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટ જુગાર વિરોધી ધારો 1887 છે. 6 માસની જેલ સજાની જોગવાઈ છે, જે 2 વર્ષ સુધીની કરવા માટે ભલામણ કરી છે. પણ કંઈ થયું નથી. સરકાર અત્યારે આ મુદ્દામાં હસ્તક્ષેપ કરી રહી નથી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ખરેખર તો ગૂગલ પ્લે સ્ટોર અથવા સંબંધિત ફર્મને નોટિસ આપીને બંધ કરાવી શકે છે.
મની લોન્ડરિંગ કે વિદેશી ફંડના ગુના દાખલ થઈ શકે છે. કારણ કે, કાયદાની છટકબારી શોધી વર્ચ્યુઅલ સ્પેસમાં અને મોબાઇલ એપ્લિકેશન થકી જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.
મોદી રાજમાં બરબાદી
ભાજપના રાજમાં આખો દેશ જુગારધામ બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમાનામાં જુગારીઓ ઘરે-ઘરે ઝુપી લુડો જેવી બેફામ એપ પર જુગાર રમીને બરબાદ થઈ રહ્યાં છે. જુગારીઓ જે પૈસા રમે છે તેના 80 ટકા તો ઓન લાઈન જુગાર રમાડનારાઓના ખિસ્સામાં જઈ રહ્યાં છે. છતાં સરકાર તે અંગે કંઈ કરવા તૈયાર નથી.
લુડો રમીને પૈસા કમાવવાના નામે બાળકોને જુગારી બનાવી દેવામાં આવી રહ્યા છે. લુડો રમો અને પૈસા જીતોની જાહેરાતો કરવામાં આવે છે. અભિનેતાઓ જુડો રમતોનો પ્રચાર કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે. જેમાં યુવાનો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યાં છે. બરબાદી પછી ડ્રગ્સના રવાડે ચઢે છે. ભારતમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ કચ્છના અખાતથી મુંબદા બંદર પરથી આવી રહ્યું છે. લોકો જુગારની રમતો અને ડ્રગ્સના એમ બન્નેના વ્યસની બની રહ્યા છે.
લુડોના નામે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર રમાડીને રોજના કરોડો રૂપિયા કમાઈ રહી છે. આવી 1200 એપ દ્વારા જુગાર રમવાની ઘણી ફરિયાદો સરકારોને મળી છે. પણ સરકારો મૌન છે. લોકો તેના વ્યસની બની રહ્યા છે.
એન્ટ્રી ફી
100 થી 20 હજાર રૂપિયાની એન્ટ્રી ફી લઈને લુડો રમત રમાડે છે. જેમાં જ કરોડો રૂપિયા યુવાનો ગુમાવી રહ્યાં છે. તેવી જ રીતે, અગિયાર હજાર રૂપિયાની એન્ટ્રી ફી સાથેની રમત છે.
ફરિયાદો
પૈસા ગુમાવવાની ફરિયાદો બિલકુલ સાચી છે. આ ગુનેગારોએ પૈસાના જોરે બધાને ચૂપ કરી દીધા છે. આખા દેશને જુગારધામ બનાવી રહ્યા છે. દેશનો વિકાસ એ રીતે થઈ રહ્યો છે કે, ઠેર ઠેર જુગારીઓ પેદા થઈ રહ્યા છે. 20 ટકા જીતે છે તે પોતાની જીતની ગાથાઓ કહેશે. લોકો રમવા આવે છે. જુગારને લાલચમાં ફેરવે છે.
નાના જુગારમાં દરોડા
ઓન લાઈન જુગાર જ્યારથી ચાલું થયો છે ત્યારથી જુગારના અડ્ડા પર લોકો ઓછા જવા લાગ્યા છે. આંકડા ભરતાં હતા તે ઓછા થઈ ગયા છે. પોલીસ નાની શેરીઓના જુગારીઓને પકડી લે છે, પરંતુ આટલા મોટા પાયે ચાલતા જુગારના ધંધા પર કોઈ બોલતું નથી. કંપનીઓને જનતાને લૂંટવા અને આખા દેશને જુગારખાનામાં ફેરવવાની છૂટ મળી ગઈ છે.
જુગાર અને ડ્રગ્ઝની લત
લોકો તેના વ્યસની બની રહ્યા છે. કિશોર અને યુવાન લોકોને લુડો જુગારની એટલી લત લાગી ગઈ છે કે તેણે તેના બધા પૈસા ગુમાવી દે છતાં લત છૂટતી નથી. ઘરેથી જુઠ્ઠું બોલીને પૈસા માંગે છે. દિવસ-રાત જુગાર રમવામાં લીન રહે છે. કુટુંબ દ્વારા મોબાઈલમાંથી આ એપ ડિલીટ કર્યા બાદ તે ડિપ્રેશનમાં આવી જાય છે. ઘણાં યુવાનોને મનોચિકિત્સક પાસે સારવાર લેવી પડે છે.
પ્લેસ્ટોર
દરેક હાથમાં મોબાઈલ અને ઈન્ટરનેટ છે. ઓનલાઈન ગેમ્બલિંગ એપ પર કોઈ પ્રતિબંધ નથી. ઘણી બધી એપ પ્લેસ્ટોર પરથી મળે છે.
જીત પછી હાર
પહેલા થોડું જીતે છે. ત્યારે મજા આવે છે. પછી હારવા લાગે છે. હાર્યો જુગારી બમણું રમે એમ, મોટી રકમ દાવ પર લગાવીને નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરતા ઘણા પૈસા ગુમાવે છે. પહેલા કમાય અને પછી રૂપિયા ડૂબે છે. રૂપિયા રમ્યા વિના કપાત થઈ જાય છે. એપ પર ઓનલાઈન ટિકિટ બનાવે છે.
વેબસાઇટ
વેરિફાઈડ ઓનલાઈન લુડો ગેમ કમાનારાઓની યાદી વેબસાઈટ પર બતાવીને વિશ્વાસ ઊભો કરે છે. પણ હારેલાની યાદી બતાવતાં નથી.
ગેમમાંથી રોજ 500થી 5 હજાર રૂપિયા કમાવાની લાલચ આપે છે. લુડો ગેમ પ્લે પૈસા જીતો નામથી એપ્લિકેશન જેવી અનેક છે. આટલી બધી લુડો મની એપ અને વેબસાઈટ જોવા મળે છે. જેમાં 99 ટકા તો લૂંટ ચલાવે છે. એપના વોલેટમાં પૈસા જમા કરાવો પછી જ રમી શકાય છે. ઘણા પ્રકારની મેચો હોય છે . મિત્રો સાથે, રેન્ડમ ખેલાડીઓ સાથેની મેચ અને ટુર્નામેન્ટમાં ભાગ લેવો વગેરે રમાય છે.
વોલેટ ખાતુ
મેચ અથવા ટૂર્નામેન્ટ જીતે ત્યારે પૈસા લુડો વોલેટમાં જમા થાય છે. જે રકમ બેંક એકાઉન્ટ અથવા પેટીએમમાં ટ્રાન્સફર કરી શકાય છે. લુડો રમતના નિયમો અટપટા હોય છે. જે હારનું મોટું કારણ છે. પસંદગીની ભાષા પણ આપવામાં આવે છે. લુડો ગેમ ઓનલાઈન રમીને મજા માણે છે.
ટીમ ગેમ
ઓનલાઈન લુડો ગેમમાં મિત્રો કે અન્ય કોઈ સાથે ટીમ બનાવીને રમે છે. ટીમ જીતે છે તો તેના બદલે કમિશન મળે છે. રોકડ પુરસ્કારની રકમ આપવામાં આવે છે. તીન પત્તા કેશ ગેમ પણ રમાય છે. લુડો માત્ર ઓનલાઈન જ નહીં પણ ઓફલાઈન પણ રમી શકાય છે. પહેલા બધા મિત્રો સાથે બેસીને ઓફલાઇન ગેમ રમતા હતા. ત્યાં સુધી જુગાર ન હતો. હવે ગેમ ઓનલાઈન રમીને પૈસાની હાર જીત થઈ રહી છે.
કોડીંગની ગંદી રમત
આ રમતની સૌથી શંકાસ્પદ બાબત એ છે કે ડાઇસનું કોડિંગ નાણાં લૂંટવા માટે કરે છે. 100માંથી 80 જણ હારી જાય એવું કોડીંગ એપમાં કરવામાં આવે છે. હારી જતાં લોકોને પછી બ્લેકમેલ કરવામાં આવે છે.
ડેટા સુરક્ષા
ખાતું બનાવવું પડે છે. ફક્ત મોબાઇલ નંબરની જરૂર પડે છે. મોબાઇલ નંબરના ઓટીપી – વન-ટાઇમ પાસવર્ડ – વડે વેરિફિકેશન થતાં જ મોબાઇલ નંબર પરથી પ્રોફાઇલ બનાવવામાં આવે છે.
બેંક ખાતું, UPI, ઈમેલ આઈડી, સરનામું અથવા પેમેન્ટ વોલેટ જરૂરી છે. ડેટાની સુરક્ષા હોતી નથી. ડેટા એકત્ર કરે છે અને શેર કરે છે. ડેટાને ખાનગી અને સુરક્ષિત રાખી શકાતા નથી. તેની ચોરી કરવામાં આવે છે. જુગારની એપનું કોઈ સરનામું, મોબાઈલ નંબર કે મેઈલ આઈડી નથી. આ જુગારનો વ્યસની બની જાય છે.
ભારત જન્મ સ્થાન
ભારતમાં લુડો રમતની શોધ થઈ હતી. ભારતમાં લુડોના નામ અને નિયમો ઘણા બદલાયા છે. પુરાણોમાં ભગવાન શિવ અને કૃષ્ણના સમયમાં રમાતી હતી. ત્યારે રમત કાગળ પર રમાતી હતી. હવે, મોબાઇલ પર રમાતી લુડો ગેમ આજે ગૂગલના પ્લે સ્ટોર પર લુડો ગેમની ઘણી એપ્સ પરથી રમાય છે. જે રીતે ચાઈનાની એપને બાન મૂકી તેમ ભાજપ સરકારે જુગાર રમાડતી ગેમને બાન કરી નથી. તેને પ્રોત્સાહન આપીને યુવાનનોને રમત અને ડ્રગ્સના નશામાં ડૂબાડી રહી છે. જે ચીનની એપ કરતાં પણ ખતરનાક છે.