વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું

અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો
દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો હતો.   નિમણુંકથી જ વિવાદ શરૂ થઈ ગયા હતા. એક તો તેમની સામે 100 ગુનાનો વિવાદ અને પૂર્વ બુટલેગરનો વિવાદ થયો હતો.
અંધકારમાં નિમણુંક અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદો સાથે જ સી આર પાટીલની નિમણૂક કરી હતી ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમિત શાહને ખબર પણ ન હતી. જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતાં તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિર સી.આર.પાટીલને સોંપી હતી.કાળા કુચડાથી શરૂઆત BJP પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યા હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા. તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળો કૂચડો પાટીલ વિરોધી ભાજપના એક જૂથ દ્વારા ફેરવી દીધો હતો. તેથી કાર્યકરોનો રોષ જોઈ રેલી રદ કરી દેવી પડી હતી.ઓગસ્ટ 2016થી જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે હતા.
20 જુલાઇ 2020થી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવસારી બેઠકના સાંસદ, વડાપ્રધાન મોદીની અત્યંત નજીક ગણાતા સી.આર. પાટીલની નિમણૂક કરવામાં આવી હતી.
લગભગ સાડા ત્રણ વર્ષ સુધી તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા છે.
પક્ષમાં સાડા ત્રણ વર્ષમાં અનેક વિવાદો થયા હતા.
સરપંચે પાટીલનું નાક કાપ્યું
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના કપુરાઈ પાસે ઉદ્ઘાટન દરમિયાન પ્રદેશ પ્રમુખની વિકાસની વાતો દરમિયાન ભાજપના એક સરપંચ ત્યારે ગુસ્સે થઈ ગયા જ્યારે તેમણે કહ્યું કે ગામમાં શાળાનું નિર્માણ ન થવાના કારણે વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર દૂર જવું પડે છે. ખટંબા ગામના સરપંચ કમલેશ વાળંદ ભાજપનું પ્લેકાર્ડ પહેરીને આવ્યા હતા અને પ્રમુખને હોબાળો મચાવ્યો હતો. . અમારા ગામમાં શાળા ક્યારે બનશે તેની જાહેરાત કરવાનું બંધ કરો.

80 કરોડનું ફંડ
સુરતમાંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર અમદાવાદના જીનેન્દ્ર શાહે ચૂંટણીમાં રૂ. 80 કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને 10 ટકા કમિશન આપવાનું હતું. તે આપ્યું ન હોવાનો આરોપ હતો.

સની ઠક્કરે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચે ખંડણીનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. પાટીલ સામે પગલાં લેવાના બદલે જિનેન્દ્ર શાહ સામે પગલાં લીધા અને ધરપકડ કરવામાં આવી હતી. જીનેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે તેમણે રૂપિયા 80 કરોડ પાર્ટી ફંડ માટે ઉઘરાવી આપ્યા હતા. જેમાંથી વાયદા અનુસાર 10 ટકા લેખે 8 કરોડ કમિશન મને આપવામાં આવ્યું નથી. ખંડણી વસૂલવાના અસલી વીડિયો બનાવનારાને જેલમાં પુરવાનું કામ પાટીલે કર્યું હતું.

વસંત ગજેરા કાંડ
વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ, જમીન માલિક સી આર પાટીલ હતા. એ 600 કરોડના દંડનું શું થયું. સચિન GIDCમાં આવેલા તેમના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ થઈ હતી.

અભિષેક બિલ્ડર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ સાથે જોડાયેલા હતા. ગજેરાએ 6 લાખ 29 હજાર ચોરસ મીટર જમીન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પાસેથી ખરીદી હતી. આ પ્રોજેક્ટની જમીન રૂ.1200 કરોડની અને તેના ઉપરનો પ્રોજેક્ટ રૂ.4 હજાર કરોડનો હોઈ શકે છે.

સચિનમાં 17 ઓગસ્ટ, 2000એ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને રૂ. છ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો બીજી મે 2000એ જ અભિષેક એસ્ટેટને અપાયો હતો. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2008એ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સને જમીન સોંપવામાં આવી હતી.

21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 9 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરાએ નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.

આ જમીન રહેણાંક હેતુ માટે હતી. પણ તેના પર ટેક્સટાઈલ પાર્ક બનાવીને કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો હતો.GIDCએ રાજ્યના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ડેવલપર્સને જમીનની કિંમતના 2 ટકા અને અન્ય ચાર્જ સહિત રૂ.600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી હતી.

મહેશ સવાણી સુરતના ઉદ્યોગપતિઓ પાટીલ નામથી જ ભયથી ફફડે છે. અગાઉ શિવાજીએ સુરત બે વખત લૂંટીને એક વખત સળગાવી દીધું હતું. પણ હવે મરાઠી પાટીલ સુરતને રોજ દબાવતાં હતા. સુરતના સામાજીક અગ્રણી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પાટીલે કહ્યું કે, કોઈ ઉદ્યોગપતિ જ્યારે રાજકારણમાં  જોડાઈ છે ત્યારે પોતાના રાગ દ્વેષ કે કામ કરાવવાના આશયથી જોડાતા હોય છે, જયારે કાર્યકાર કે રાજનેતા પોલીટીકલ એકટીવ માટે જોડાતા હોય છે. પાટીલ તમારી પાસે 46 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા ? તમે પોતે જ ઉદ્યોગપતિ છો. 35 કરોડની છેતરપીંડી કરનાર ભાજપના પાટીલ સામેના ઉમેદવાર હીરામણીની ઘરપકડ કરી હતી.

રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટીલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ગુજરાત વડી અદાલતમાં કરેલી જાહેર હિતની રિટ અરજી કરી હતી. તે કેસમાં પછી અરજી કેમ પરત લઈ લીધી હતી.

મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગુમાવી.

પક્ષાંતર માર્ગ પાટીલે વલોપાત કરતાં કહ્યું હતું કે, સુરતમાં AAP સામે રસ્તો કાઢીશું, એમણે રસ્તો આપના સભ્યોને ભાજપમાં આયાત કરીને રસ્તો કાઢ્યો હતો. અમદાવાદમાં ધાર્યું પરિણામ નથી આવ્યું હોવાનું તેમણે જાહેર કર્યું હતું. આમ તો પાટીલનું પતન હતું. સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર મતથી હરાવ્યા હતા. તેમાં ઘણાંને પક્ષમાં લાવીને પક્ષને નકલી બનાવી દીધો હતો.
ભાજપની જીતનો જશ ખાટવા પાટીલ અને પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી વચ્ચે કાતિલ હરીફાઈ હતી. પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું જૂથ બનાવ્યું, અમિત શાહ અને રૂપાણીનો જૂથવાદ ખતમ કરવા માંગતા હતા.

ભાઈ વાદ
સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણી સરકારના પ્રધાનના ભાઈએ રાજીનામું આપી દીધું હતું.ભાજપમાં સગાવાદ નહીં ચાલે એવું કહેનારા પણ પાટીલ વાદ ચાલાવ્યો હતો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટિકિટ આપી હતી.

8 ધારાસભ્યોને લાંચ
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયો હતો. BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૂપિયા આપ્યા છે – સોમાભાઈ કોળી પટેલે એક સ્ટિંગ ઓપરેશનમાં જાહેર કર્યું હતું.

સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. કંઈ ન કર્યું.

ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માટે અંબાજી મંદિર કોરોનામાં બે દિવસ પહેલા ખોલી દેવાયું હતું.

ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી, રૂપાણી સરકાર પર પાટીલ કબજો લઈ રહ્યા હતા. રૂપાણી સાથે બનતું ન હતું. તેથી સરકાર ગબડાવી દીધી. નવી સરકાર આવી તો તેના એક પણ પ્રધાનને લેવામાં ન આવ્યા.

નકલી સરકાર  કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે 2050 સુધી ગુજરાતમાં ભાજપની સત્તા રહેશે એવું કહ્યું તેના પગલે આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકાર જ રહેશે – ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ. પણ એમણે તો વિજય રૂપાણીની આખી સરકાર જ તોડી પાડી હતી. નવી ભૂપેન્દ્ર પટેલની મનગમતી સરકાર લાવ્યા તેમાં પણ રૂપાણીના એક પણ પ્રધાનોને લેવામાં આવ્યા ન હતા. આવું જો ભારતમાં પહેલી વખત થયું હતું. આલબત્તે મોદીની મંજૂરી વગર પાટીલ આવું કરવાની હિંમત ન કરે. કારણ કે અસલી ભાજપની સરકાર હાંકી કાઢીને તેઓ નકલી ભાજપ અને નકલી સરકાર લાવ્યા હતા. અસલી ભાજપના પ્રધાનો ઓછા અને ભાજપમાં ભાજપની વિચારધારાની વગરના નકલી 25 હજાર કાર્યકરો, ધારાસભ્ય, 200 નેતાઓને ભાજપમાં લાવીને ભાજપને જ નકલી વિચારધારા ધરાવતો પક્ષ બનાવી દીધો હતો.

પોસ્ટર બોયનું પોસ્ટર કૌભાંડ નવસારીના ભાજપના સાંસદનું પોસ્ટર છપામણી કૌભાંડ એક દરોડામાં પકડાયું હતું. આ દરોડા બિહારમાં પડ્યા હતા. પછી 2019સુધી આ પ્રકરણ પર કાયમી પડદો પડી ગયો છે. જેની સત્યતા બહાર આવી નથી. મોદીના તમામ કામો સી આર પાટીલ કરી રહ્યાં હોવાની આ એક મોટી ઘટના બહાર તો આવી પણ તેની તપાસ થવા દેવામાં આવી નથી. 15 જૂન 2010માં આ ઘટના કોંગ્રેસે જાહેર કરી હતી, તેને 14 વર્ષ થયા પણ સત્ય બહાર આવ્યું નથી.

સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર કરાયો હતો.

ભાજપના ધારાસભ્યના પુત્રની ગુંડાગીરી, ગોંડલને ગુંડાનગરી બનાવવામાં પાટીલનો મોટો હાથ રહ્યો હતો. એક પત્રકાર સામે રૂ. 100 કરોડનો દાવો પણ અહીંથી કરાયો છે.

ધર્મેન્દ્ર શાહ
ભાજપના પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હકાલપટ્ટી જુલાઈ 2024માં કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના ખાસ અને ભાજપના સહકોધાક્ષ્યક રહેલાં પરીંદુ ભગત ઉર્ફે  કાકુભાઈની જગ્યાએ ધર્મેન્દ્ર શાહને નરેન્દ્ર મોદીની મંજૂરીથી લાવવામાં આવ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહની પણ ભલામણ હતી. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ટેન્ડર પાસ કરાવવું હોય તો 2 ટકા કમિશન પ્રદેશ ભાજપને આપવું પડે છે. તેની ગાંધીનગરની કચેરીની જવાબદારી શાહને પાટીલે સોંપી હતી. અમદાવાદના મેયરની કચેરીને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધી હતી.

કૌભાંડ-કાંડોને લીધે પાટીલનો કાર્યકાળ અને તેમણે બનાવેલી સરકારને ભારે બદનામી વહોરવી પડી હતી.

મોરબી પુલ હોનારતમાં ભાજપના નેતાઓની બેદરકારી. ખ્યાતિ કાંડ, હરણી કાંડ, ટીઆરપી ગેમ ઝોન કાંડ ઉપરાંત નકલી સીએમઓ,નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલ સરકારની ભારે નામોશી કરી દીધી હતી.

એક કાંડ પૂરું થાય ત્યાં બીજી શરૂ થઈ ગયું હોય છે.
પાટીલનો સમય ખરાબ સમય હતો.
પક્ષની અંદર અને સરકારમાં ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર હતી.
ભાજપ અને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હોય એવું વાતાવરણ હોવા છતાં તમામ ચૂંટણીઓ પાટીલ જીતતા આવ્યા હતા.

પક્ષ પર પાટીલ અને સરકારની વહીવટી તંત્ર પર પકડ ન હતી.

રાજકીય કઠીન માર્ગ હતો.
ગુજરાતમાં એક પછી એક એવી ઘટનાઓ બની કે, પુરા દેશમાં પક્ષને નીચાજોણું કરવું પડ્યું હતું કેમ કે, સ્થાનિક તંત્રની ઘોર નિષ્ફળતાને લીધે સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયો હતો. જેમાં નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા.મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો અને લોકો પાણીમાં ડૂબી મર્યા હતા. ખાનગીકરણનો આ બુરો અંજામ હતો. ઐતિહાસિક પુલની જવાબદારી સરકારની હતી તો ઓરેવા કંપનીને તે સોંપી દીધો. જયસુખ પટેલે તુટેલા કેબલ સારા ન કર્યા, જેમાં લોકો મોતને ભેટ્યા હતા.

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાળજીને લીધે હરણી તળાવમાં માસુમ ભૂલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજકોટમાં હોસ્ટેલમાં ભાજપના નેતાઓએ યુવતીઓને શિકાર બનાવતાં આખોય મામલો ચગ્યો હતો.

ખ્યાતિ કાંડે તો ભગવાન સમાન ડોક્ટરો નાણાં કમાવવા માટે કેટલી હદે જઈ શકે તે વાત ઉઘાડી પડી હતી. જેમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી હતી.

બામણબોર-વાંકાનેર હાઇવે પરથી નકલી ટોલનાકુ પકડાયુ જેમાં ભાજપ સાથે ભળેલા લોકોની સંડોવણી બહાર આવી હતી.

નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી ઇડી ઓફિસર, નકલી સીબીઆઇ,નકલી એનઆઇએ અધિકારી અને નકલી આર્મીમેન પણ પકડાયાં હતાં.

ગુજરાતનું કરપ્શન મોડલ બનાવી દેવાયું હતું.

એક પછી એક કૌભાંડ-કાંડ બહાર આવ્યા પછી ભાજપે કોઇ ધડો લીધો નહીં. કોઇ નક્કર પગલાં લીધા નહીં. જેથી આજે ભાજપ અને તેની સરકાર લોક અદાલતમાં ઉભી હતી.

ગુજરાતના વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું જેમાં ભાજપના એક કાર્યકરોની સંડોવણી બહાર આવી હતી,

દાહોદમાં આરએસએસ સાથે સંકળાયેલાં આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલાં કર્યા હતાં.

ઝઘડિયામાં નિર્ભયા કાંડ થયો હતો. આ બધી ઘટનાએ ગુજરાતમાં દિકરી-મહિલા સલામત નથી તે વાતને પ્રસ્થાપિત કરી દીધી હતી. અમરેલીમાં ભાજપના નેતાઓ જ યુવતિની જાહેરમાં પરેડ કરાવી જેમાં આખા રાષ્ટ્રમાં બદનામી થઈ અને છેલ્લી આ બદનામી પછી પાટીલ વિદાય લઈ રહ્યા છે.

પાટીલના ખાસ એવા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના વિભાગમાં આ બધી ઘટનાઓએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા હતાં.

ગુજરાતમાં નકલીની બોલબાલા હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી હતી.

સભ્ય બનાવવાનો વિવાદ ભાજપના નકલી સભ્યો બનાવ્યા હતા.
વિવાદાસ્પદ રીતે ભાજપ સભ્ય નોંધણી કરી હતી. લોકો સભ્ય બનવા તૈયાર ન હતા. કેટલાં સભ્યો બન્યા તે જાહેર આજ સુધી થયું નથી. ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ. વેપારી, રમતવીરો, કલાકારો તો ઠીક, આંગણવાડીની બહેનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કિન્નરો, નિરાશ્રિતો,અનાથ બાળકો-મહિલા, વિધવા,ત્યકતાને પણ  ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. સભ્ય બનાવવા જે અવનવી રીત અપનાવી તે ટીકાપાત્ર બની રહી હતી.

મોંઘવારી, બેકારી, અનેક સમસ્યાથી પીડાતી પ્રજા ભાજપથી ખફા છે.

અમદાવાદના ભાજપના પૂર્વ ધારાસભ્યની ઓફિસમાં જ કૌભાંડ થયા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્યની ઓફિસ જે નવાવાડજમાં આવી છે ભાજપના કોર્પોરેટર વિઝા અપાવવાના રોકાણના નામે બે લોકોએ 3.10 કરોડ પડાવ્યા હતી.

10 હજાર ટન મોલાસીસનું ભાજપના નેતાઓનું કૌભાંડ બહાર આવ્યું હતું.

એકના બે કરી આપવાના ભાજપના નેતા ભુપેન્દ્રસિંહે રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે.
BZ ફાઇનાન્સના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજ બનાવી અને ચૂંટણી પણ લડ્યો હતો. નકલી નાણાંનો ભાજપના નેતાનો કારોબાર બહાર આવ્યો હતો.

વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભાજપના નેતાઓનાં કૌભાંડો ઉઘાડાં પાડ્યાં,પરાક્રમસિંહ સામે ઇડી અને સીબીઆઇની તપાસ કરાવવાની માંગણી હતી.

પાટણમાં ભાજપ નેતાના પુત્રએ 400 કારનું કૌભાંડ, ભાજપના નામે 400 ગાડીઓ પચાવી પાડી હતી.

ભાજપના નેતાઓ મનફાવે એમ જમીન કૌભાંડ કરી રહ્યા છે, ભાજપના ભૂમાફિયાઓ પર કોઈ કાયદો વ્યવસ્થા લાગુ પડે છે કે નહિ. નકલી રાષ્ટ્રવાદના અને નકલી હિંદુત્વ જાહેર કરીને બનાવેલી સરકાર કે પક્ષ પણ નકલી બની ગયા હતા.
કયા કયા નકલી, કૌભાંડ, કાંડોને લીધે ભાજપ અને ભાજપની સરકારે નીચાજોણું થયું
– ખ્યાતિ કાંડ
– આયુષ્યમાન કાર્ડ કાંડ
– હરણીકાંડ
– ટીઆરપી ગેમ ઝોન કાંડ
– બોગસ ડિગ્રી કાંડ
– આટકોટ છાત્રાલય રેપકાંડ
– અમરેલી-વિરમગામ અંધાપાકાંડ
– બીઝેડ પોન્ઝી કાંડ
– દાહોદ-ઝઘડિયા રેપકાંડ
– નસબંધી કાંડ
– સિરપ કાંડ-નડિયાદ
– વલસાડ જમીન કૌભાંડ
– દાહોદ ખેતી જમીન કૌભાંડ
– નકલી જજ-કોર્ટ કાંડ
– ગેરહાજર શિક્ષકોનું કાંડ
– સહકારી સંસ્થામાં મેન્ડેટ વિવાદ
– એમ્બ્યુલન્સ-રોડના અભાવે

નકલીની બોલબાલા હતી
– નકલી શાળા
– નકલી સરકારી કચેરી
– નકલી હોસ્પિટલ
– નકલી કોર્ટ-આર્બિટ્રેટર
– નકલી સીબીઆઈ
– નકલી સીએમઓ-અધિકારી
– નકલી ઇડી અધિકારી
– નકલી આઇએએસ
– નકલી એનઆઇએ  અધિકારી
– નકલી સચિવાલય અધિકારી
– નકલી કલેકટર
– નકલી આર્મી કેપ્ટન
– નકલી ખેડૂત