૧૬/૦૨/૨૦૨૦ના રોજ મે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વિભાગના સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ.ડી.(ઇન્ટે.), એ.ટી.એસ., તકનિકી સેવાઓ, કોસ્ટલ સિક્યુરીટીના વડાઓ, તમામ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ વડાશ્રીઓ અને તમામ પોલીસ અધીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ. કોન્ફરન્સમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા, મહિલા અને બાળકોની સુરક્ષા સબંધિત તથા પોલીસ વિભાગને લગતા વહીવટી મુદ્દા અંગે જરૂરી સૂચનો અને આગામી સમયમાં અગત્યના વી.વી.આઇ.પી. બંદોબસ્ત અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ.