Crores of rupees will be wasted in building sponge city in Gujarat, गुजरात में स्पंज सिटी बनाने में करोड़ों रुपये बर्बाद होंगे
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2024
ગુજરાતના મોટા ભાગના શહેરો ચોમાસામાં પાણીથી ભરાય જાય છે. પ્રજા પરેશાન થાય છે. ગુજરાતના 250 નાના અને 15 મહાનગરો વરસાદી પાણીથી ભરાય જાય છે. સડકો તૂટી જાય છે. લોકોના ઘરમાં પાણી ભરાય જાય છે. વેપારને પારાવાર નુકસાન કરે છે. ત્યારે હવે પ્રજાના પૈસાનું પાણી કરવા માટે સ્પન્જ સિટી બનાવવાના તુઘલખી નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. મોટા ભાગના શહેરો નદી કિનાર કે દરિયા કાંઠે વસેલા છે. તેના વોકળા સાફ થતાં નથી અને સ્પન્જ સિટી બનાવવા યોજનાઓ બનાવીને પ્રજાના પૈસાનું પાણી વહેવડાવવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાના 2024-24ના અંદાજપત્રમાં સ્પન્જ સિટી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના ભાયલીમાં સ્પન્જ વોર્ડ અથવા તો સ્પન્જ સિટિ બનાવવા માટે યોજના બતાવવામાં આવી છે.
સ્પન્જ સિટિનો અર્થ તેના નામમાં જ છે. જે રીતે એક સ્પન્જ એટલે કે ફોમ કામ કરે છે, તેવું જ આમાં થાય છે. સ્પન્જ આસપાસનું પાણી શોષી લે છે અને કંઈક સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
સ્પન્જ સિટિ એક રીતે જોઈએ તો પુરની તિવ્રતા ઘટાડે છે. પૂર અને વરસાદી પાણીનો સાચી રીતે નિકાલ કરવામાં આવે છે. આનો હેતુ જમીનના જળસ્તરને વધારવા અથવા તો એ પાણીનો ફરી ઉપયોગ કરવાનો છે.
વરસાદી પાણી અને વરસાદી ગટરનું પાણી એક જ જગ્યાએ ભેગું કરવામાં આવે છે, અને પાણી જમીનમાં ઉતારવામાં આવે છે. જો કે આના માટે આખી ટેકનિકલ કામગીરી કરવાની રહે છે. જમીનમાં 100 ફૂટ સુધી પાણી રિચાર્જ કરવા બોર બનાવાય છે. જેના માધ્યમથી પાણી ભૂગર્ભમાં ઉતરે છે. થોડા વખત અગાઉ ચેન્નાઈમાં સ્પન્જ સિટિ ડેવલપ કરવાનું વિચાર્યું હતું. ગુજરાતમાં ક્યાંય સ્પન્જ સિટિ નથી. 3 કરોડ લોકો શહેરોમાં રહે છે.
ગુજરાતના 8 મહાનગરોમાં ચોમાસાનું પાણી બોર દ્વારા ભૂગર્ભવમાં ઉતારવા માટે કરોડો રૂપિયાની મિલકતો વસાવી હતી. તે કામ વગર પડી રહી છે. અમદાવાદના 258 બગીચાઓમાં આવા વેલ બનાવવામાં આવ્યા હતા. ગુજરાતના 15 મોટા શહેરોમાં 2700 બગીચાઓ છે જેમાં પાણીને રીચાર્જ કરવાની યોજનાઓ બની છે. તેનો કોઈ ઉપયોગ થતો નથી ત્યારે હવે સ્પન્જ સિટી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.
સ્પન્જ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરરોજ 200 મિલીમીટર (7.9 ઇંચ) કરતાં વધુ વરસાદનો સામનો કરી શકતા નથી. ગુજરાતના અનેક શહેરો 10 ઈંચ વરસાદમાં ડૂબી મરે છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. હજારો મકાનો ધરાશાયી થાય છે. આવી સ્થિતિમાં પૂર વિરોધી સ્પન્જ સિટી મોડલ પર સવાલો ઊઠી રહ્યા છે. વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં પૂર અથવા દુષ્કાળની વધુ સંભાવના હોય છે.
ચીનનાં મોટાં શહેરોમાં પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોનો સામનો કરવા માટે સ્પન્જ સિટી મોડલ વિકસાવાયું હતું. બાંધકામને કારણે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે. વૃક્ષો કાપીને મેદાનની જમીનને કોંક્રિટથી ઢાંકી દેવામાં આવે છે. જેના કારણે પાણી જમીનની અંદર ઉતરતું નથી. આવી સ્થિતિમાં વરસાદ પડતાં પૂરનું જોખમ વધી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સ્પન્જ સિટી બનાવવામાં આવે છે. તે શહેર જે પાણીને શોષી શકે છે.
ચીનમાં 2015 અને 2016માં પાઈલટ પ્રોજેક્ટ માટે કુલ 30 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાં વૃક્ષો વાવવામાં આવ્યાં, નહેરો અને તળાવો બનાવવામાં આવ્યાં. જેથી વધારાનું પાણી શહેર બહાર નિકળી જાય. આનાથી પૂર અને દુષ્કાળ બંનેનું જોખમ ઘટશે. પરંતુ સ્થિતિ વિપરીત જોવા મળી છે.
રાજ્યના 8 મોટા શહેરોમાં 2700 બગીચાઓમાં સવારથી લોકો ફરવા નિકળી પડ્યા
પ્રદુષણ વધતાં અરબી સમુદ્ર ગરમ થયો, 20 વર્ષમાં ગુજરાતમાં વાવાઝોડાંનો વિનાશ
ગુજરાતના શહેરો ગરમી, પૂર, પ્રદૂષણ, કૃષિકાર અને દુષ્કાળથી ત્રસ્ત
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા મેળવો
ગુજરાતી
English





