જ્યુસ અને સલાડ માટે ઘરે 10 દિવસમાં શાક, ભાજી, અનાજ તૈયાર કરતી માઈક્રોગ્રીન્સ ખેતી

Cultivating vegetables, vegetables, cereals, micro greens at home for juices and salads

ગાંધીનગર, 16 એપ્રિલ 2020

તાજા અને રસાયણ મુક્ત શાકભાજી ખૂબ જ અગત્યનો વિષય છે. માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરી શકે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રોગ્રીન્સ સરળતાથી જમીનનો ઉપયોગ કર્યા વગર અથવા ઉપયોગ કરીને 10-15 દિવસના ટૂંકા સમયમાં જૈવિક રીતે ઉત્પાદિત કરી માઈક્રોગીન્સ તાજા આરોગી શકાય છે.

નાના છોડથી મોટા છોડ તરફ વધે છે ત્યારે તેના તત્વો ઘટતાં હોય છે. માઈક્રોગ્રીન્સ 4-6 ગણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આરોગ્યવર્ધક અને રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે. તેને શહેરનો કાર્યક્ષમ ખોરાક કહે છે.

કોકોપીટ પર ઉગાડાય છે

માઈક્રોગ્રીન્સનો રંગરૂપ , અલગ પડતો સ્વાદ , વિવિધ રંગ , ભરપૂર પોષક તત્વો , વિટામિન્સ , મિનરલ્સ અને માઈક્રોગ્રીન્સની એન્ટિબાયોટિક પ્રોપર્ટી વગેરેના કારણે શહેરોમાં ઘરે જ કોકોપીટ-નાળિયેળના છોતરામાંથી કાર્પેટ જેવું બજારમાં તૈયાર મળે છે તેના પર બી નાંખીને માઈક્રોગ્રીન્સ ઉગાડવાનું શરૂ થયું છે.

10-15 દિવસમાં તૈયાર

ઘરે આવતા શાકભાજી બી 10 કે 15 દિવસ વાસણ કે માટીના પહોળા કૂંડામાં તેના બી નાખવાથી અને નીચે નાળિયેળની તૈયાર ચાદર કે કાપડ અથવા કાગળની નીચે ચાદર પાથરી દઈને તેના પર બી નાંખીને પાણી નાંખવામાં આવે છે. થોડા પોષક તત્વો કે અળસિયાનું ખાતર વાપરવામાં આવે છે. પાણી છાંટવાના ફૂવારાથી પાણી છાંટવાથી તે 10 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ઘઉંના જવારા માઈક્રોગ્રીન્સ છે

ઘઉંના જવારા માઈક્રોગ્રીન્સનું ઉત્તમ ઉદાહરણ છે. તે રીતે ઘણાં ગ્રીન્સ તૈયાર કરીને સલાડ ઉપર, જ્યુસમાં, શાક બનાવવામાં કે કાચા ખાવામાં આવપરી શકાય છે. હવે મોલમાં ટ્રેમાં ઉગેલા માઈક્રોગ્રીન્સ સીધા ઘરે લાવીને ઉપયોગમાં લાવી શકાય એવા દિવસો બહુ દૂર નથી.

માઈક્રોગ્રીન્સ એક ખાદ્યનો ઊભરતો નવો વર્ગ છે. એક ખૂબ જ ચોક્કસ પ્રકારે શાકભાજી , ઔષધિય છોડ અથવા અન્ય છોડનો સમાવેશ થાય છે. જેનું કદ 5 થી 10 સે . મી . હોય છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના શાકભાજી વિજ્ઞાન વિભાગ દ્વારા માઈક્રોગ્રીન્સ ઉગાડવા માટે પદ્ધતિ તૈયાર કરી છે.

માઈક્રોન્સ ત્રણ ભાગ ધરાવે છે જેમાં કેન્દ્રિય પ્રકાંડ , બીજપત્રની જોડી અને સાચા પાંદડાની કુમાશવાળી પ્રથમ જોડીનો સમાવેશ થાય છે.

છોડની વૃદ્ધિના તબક્કાને આધારે માઈક્રોગ્રીન્સ એ સ્પ્રાઉટ ( ફણગાવેલા ) કરતા મોટા અને બેબી ગ્રીન્સ કરતા કદમાં નાના એવા તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે .

ઘરગથ્થુ અને વ્યવહારિક ઉપયોગિતા માટે કેટલાક મહત્ત્વના માઈક્રોગ્રીન્સ આવેલા છે .

ગુજરાતમાં ગ્રીન્સ તરીકે વપરાતા શાકભાજી

લાલ તાંદળજો – મીઠો અને રસાદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે. જેનો ઉપયોગ, વાનગી પર સુશોભન કરવા માટે થાય છે.

બીટ – આકર્ષ લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. એન્ટિઓક્સિડન્ટનું ગુણધર્મો અને વિટામિનથી ભરપૂર છે .

બ્રોકોલી – બ્રોકોલી વિટામિન્સ , મિનરલ્સ , ખનીજ , પાચક રસો , પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે , તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે .

સુવા –  નાનો સુક્ષ્મ , પીંછાકાર પાન સમૂહ ધરાવે છે. લિજજતદાર સ્વાદ આપે છે . તે કાકડી , અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે.

મેથી – પ્રોટીન , વિટામિન એ , ડી , ઈ , બી અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે . ભૂખ વધારે છે , એમોનિયા અને થકાવટ સામે અસરકારક છે.

અળસી – તેના છોડ મસાલેદાર , કુમળા ( નાજૂક ) , પૌષ્ટિક છે. ઓમેગા – ૩ , ફેટી એસિડ્રસથી સમૃદ્ધ અને વિટામિન્સ , ખનિજો , એન્ટિઓક્સિડન્ટો અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે.

મૂળા – કેલ્શિયમ , આર્યન , પોટેશિયમ , ઝિંક જેવા ખનીજ તત્વો , કેરોટીન , એન્ટિઓકસિડન્ટસ , વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે.

વરિયાળી – ઉચ્ચ પ્રમાણમાં કે, સી , બી અને ફાયટોન્યુટ્રિન્ટ ધરાવે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે.

લાલ કોબી – વિટામિન્સ એ , બી , સી , એફ , કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે . રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવે છે.

ડુંગળી – વિટામિન , મિનરલ જેમ કે કેલ્શિયમ , પોટાશિયમ , સલ્ફ૨ તથા પ્રોટીન , પાચક રસ અને હરિતદ્રવ્યથી ભરપૂર છે.

વટાણા – પૌષ્ટિક અને વિટામિન એ , સી , કે તથા મિનરલ કેલ્શિયમ, આયર્ન, રસાયન , મેગ્નેશિયમ , પોટાશિયમ , ફોસ્ફરસ , એમિનો એસિડ અને પ્રોટીનનો સ્ત્રોત છે.

મીઠી મકાઇ – મીઠી સુગંધ ધરાવે છે . તેનો ઉપગ વાનગી સુશોભન માટે થાય છે. તે વિટામિન  બી , એન્ટિઓક્સિડન્ટ અને કેરોટીનોઇડસનો સારો સ્રોત છે.

ગાજર – એ બીટા કેરોટીન , ફાયટોન્યુટીયન્ટ જેવા કે લ્યુટીન અને ઝીયાઝેનન્થીનથી સમૃદ્ધ છે. સુંદર ત્વચા માટે ઉત્તમ છે. કેન્સર નિવારણ તથા વૃદ્ધત્વ વિરોધી છે.