5 હજાર મજૂરો દાહોદ પહોંચ્યા, બીજા પહોંચશે

દાહોદ જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ  જશવંત ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની 150 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોએથી 5000 જેટલા શ્રમિકોને માદરે વતન પહોંચાડવામાં આવ્યા છે. વધુમાં સાંસદએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરતાં બહારથી આવતા શ્રમિકોને દાહોદ ખાતે ચા,નાસ્તો,જમવાનું તથા પાણી પૂરા પાડવામાં આવ્યા હતા. દાહોદ બહાર 30 હજાર મજૂરો છે. જેઓ પણ વતન આવવા માંગે છે.