બ્લડ માટે 100 નંબર ડાયલ કરો, પોલીસ લોહી આપશે

Dial 100 for blood, police will provide blood

અમદાવાદ, 10 માર્ચ 2020 allgujaratnews.in

અમદાવાદ પોલીસ હવે 100 નંબર પર ફોન કરનારને તુરંત લોહી આપવાનું કામ કરશે. કોઈને પણ બ્લડની જરૂર હોય તો તે 100 નંબર પર કહેશે તો તુરંત તેને બ્લડ મળી શકશે. અમદાવાદ પોલીસ અને રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક, પાલડી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગેની જાહેરાત 11 માર્ચ 2020ના આજના દિવસે અમદાવાદ પોલીસે જાહેર કર્યું છે.

100 નંબર કઈ રીતે કામ કરે છે

ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં કોઈ પણ સ્થળે હોય તે વ્યક્તિ 100 નંબરને ફોન કરે ત્યારે મોબાઈલ ફોન નેટવર્કના આધારે નજીકના 100 નંબરના કંટ્રોલરૂમમાં ફોન લાગે છે. અમદાવાદ કંટ્રોલરૂમમાં 8થી 10 ટેલીફોન છે જ્યાં પોલીસ સ્ટાફ 24 કલાક ફરિયાદ નોંધી કંટ્રોલરૂમના અધિકારી સુધી પહોંચાડે છે. તે વિસ્તારની ફરિયાદ હોય તે પોલીસ સ્ટેશનને જાણ કરાય છે.

પોલીસ 12 મીનીટે પહોંચે છે ?

16 જૂન 2016માં અમદાવાદ પોલીસે આદેશ આપ્યો હતો કે 100 નંબર પરથી ફોન કોલ આવે એટલે 12 મીનીટની અંદર ઘટના સ્થળે પહોંચી જવું ન પહોંચે તો, આળસ કે બેદરકારીમાં 500થી 1000 સુધીનો દંડ અથવા ખાતાકીય તપાસ કરી પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. આજે પણ કોઈપણ દુર્ઘટના કે બનાવ બની ગયા પછી પોલીસ 12 મીનીટ પછી પહોંચે છે. સ્ટેટશના અહેવાલો આપતી નથી. અમદાવાદમાં 2016માં 100 નંબરના ઈમરજન્સી ફોન ધરાવતા કંટ્રોલરૂમ પર 500-600ફોન આવતા હતા. 2020માં 900ની આસપાસ આવે છે. પોલીસે પારદર્શકતા માટે ડેટા જાહેર કરવા જોઈએ.

પીસીઆર વાન

કંટ્રોલરૂમ દ્વારા ઘટનાસ્થળની નજીકની પીસીઆર વાન (પોલીસ કંટ્રોલ રૂમ વાન) ને સીધો સંદેશો પહોંચાડવામાં આવે છે. પીસીઆર વાનમાં નાયબ ફોજદાર અથવા જવામદાર હોય છે.

સાયબર ક્રાઈમ

12 જાન્યુઆરી 2020માં ગૃહ વિભાગે જાહેર કર્યું કે, સાયબર ક્રાઇમની ફરિયાદ 100 નંબર પર શક્ય બનશે.

મહિલાઓની ટેક્સી પીસીઆર વાન

વિશ્વ મહિલા દિને 9 માર્ચ 2019માં ટિ્વટર પર જાહેર કર્યું કે, અમદાવાદમાં મોડી રાતે વાહન ન મળે તો 100 નંબર ડાયલ કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી પીસીઆર વાનમાં મૂકી જશે

100 નંબર પર ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત નથી રહેતી

કાયદાકીય જોગવાઈ મુજબ ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવી પડે છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે મદદ કરનારા વ્યક્તિની ઓળખ ગુનેગારોને આપી દે છે. દારુ જુગારના અડ્ડાની ફરિયાદ 100 નંબર પર કરવાથી તેની ગુપ્ત વિગતો દારુ અડ્ડાના માલિક સુધી પોલીસ કંટ્રોલ રૂમમાંથી લીક થઈને ગુનેગારોને પહોંચતી કરવામાં આવે છે. ફરિયાદ કરનારને ધમકી આપવામાં આવે છે.

બીજી હેલ્પ લાઈનના ફોન નંબર

108 મેડિકલ સારવાર ઈમરજંસી એમ્યુલંસ અને કેર વાન માટે

101 ફાયર બિગ્રેડ

ભારતમાં ક્યાંય પણ આગ લાગવાની દૂર્ઘટના પર આ નબર પર કોલ કરીને તરત જ ફાયર બિગ્રેડને બોલાવી શકાય છે.

102 એમ્બયુન્સ

આ નંબરની મદદથી ભારતમાં કોઈપણ સ્થળે દર્દીની મદદ માટે એમ્બયુલન્સ બોલાવી શકાય છે.

104 મેડિકલ હેલ્પલાઈન

આ નબંર પર કોલ કરીને ભારતમાં કોઈપણ રાજ્યમાં મેડિકલ અથવા હેલ્થ સંબંધિત બાબતોમાં મદદ લઈ શકાય છે.

1071 એયર અકસ્માત

વિમાન દૂર્ઘટના થવા પર આ નંબર પર કોલ કરીને મદદ લઈ શકાય છે.

1073 રોડ અકસ્માત

ભારતમાં ક્યાંય પણ રોડ અકસ્માત થવા પર મદદ માટે આ નંબર પર ફોન કરી શકાય છે.

1096 પ્રાકૃતિક આફત

ભારતમાં ક્યાંય પણ પ્રાકૃતિક આફત થવા પર આ નંબર પર કોલ કરીને સહાયતા મેળવી શકાય છે.

139 રેલવે ઈન્કવાયરી

ભારતીય રેલવે સાથે સંબંધિત રિજર્વેશન ડિટેલ્સ, ટ્રેન પીએનઆર અથવા ટ્રેનનું સ્ટેટ જાણવા માટે પેસેન્જર્સ આ નંબર પર કોલ કરીને સૂચના પ્રાપ્ત કરી શકે છે.

181 મહિલા હેલ્પલાઈન

ભારતમાં મહિલા છેડતી અથવા કોઈપણ જાતનો ખતરો હોય તો આ નંબર પર કોલ કરીને સહાયતા પ્રાપ્ત કરી શકાય છે.

155333 વિજળીથી સંબધિત ફરિયાદ

વિજળી સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા અથવા સૂચના જાણવા માટે આ નંબરનો ઉપયોગ કરી શકાય છે.

95401, 61344 એયર એમ્બયુલન્સ

ક્વોલિફાઈડ ડોકટટર્સ અને પૈરામેડિકલ્સની નજર હેઠળ દર્દીને કોમર્શિયલ એયરલાઈન, ચાર્ટડ પ્લેન અથવા હેલિકોપ્ટરથી લઈ જવા માટે આ નંબર પર ફોન કરો.

1717 મોસમની જાણકારી

ભારતમાં મોસમ સંબંધિત જાણકારી લેવા માટે આ નંબર પર કોલ કરી શકાય છે.

1800-111-139 (IRCTC)

આ નંબર પર પેસેન્જર રેલ કેટરિંગ અથવા પેન્ટ્રી સર્વિસ સાથે સંબંધિત ફરિયાદ કરી શકાય છે.