ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ્યાપી આંદોલન કરવા તૈયાર નથી. તેથી ભાજપ જે ધારશે તે કરી શકશે.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના ફલ્લા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનની શરૂઆત થઇ છે, ત્યારથી કોંગ્રેસ પોતાની મેળેજ આંતરીક વિખવાદના કારણે તુટતી રહી છે. હવે એવો ધક્કો દેવો છે કે, ધીમે ધીમે નહીં પણ આખે આખી કોંગ્રેસ પડી જાય.
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા માટે બે બે વખતે ગુજરાતે લોકસભાની 26 માંથી 26 બેઠકો આપી છે. રાજ્યમાં પણ વિકાસને અવરોધ ન આપતાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ બેઠકો જીતાડવા મતદાન કરવા અપીલ કરી હતી.