મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ અને અધિકારીઓ રસીના કાળાબજાર કરશે તો શું ?

modi
Prime Minister,

ગાંધીનગર, 29 નવેમ્બર 2020
ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે બાળકો અને મતદાન તરીકે ન નોંધાયા હોય એવા નાગરિકોને કઈ રીતે રસી અપાશે.

1 લાખ કોવીડ સ્ટેશવન મતદાન મથકે ઉભા કરાશે

મતદાન મથકોના સ્થાને અને શાળાઓમાં 1 લાખ કોવીડ મથકો ઊભા કરાશે. અવિલોપ્ય શાહી લગાવીને પછી કોવીડ રસી આપવામાં આવશે. જેથી બીજી વખત કોઈ તે લઈ ન જાય. indelible ink કર્નાટક સરકારની મૈસુર પેઈન્ટ્સ એન્ડ વોર્નીશ લીમીટેડ કંપની બનાવે છે, શાહીની ખાસ ફોર્મુલા નેશનલ ફિઝીકલ લેબોરેટરીએ તૈયાર કરી છે. જે 7થી 15 દિવસ શાહી સુધી જતી નથી. 23% પદાર્થ સિલ્વર નાઈટ્રેટ છે. મતદાન કેન્દ્રો માટે તેઓ 5.5 મિલીલીટરની અને 7.5 મિલી લીટરની કુલ 1 લાખ નાની શીશીઓ તૈયાર કરવી પડશે. એક બોટલમાંથી 350 લોકોને નિશાન કરી શકાય છે. 2 કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ શાહી પાછળ થશે. ગુજરાતના 6.50 કરોડ લોકોને મતદાન મથક પર જ શાહી લગાવવામાં આવશે.

કોવીડ રસીમાં ભ્રષ્ટાચારની શક્યતા

જોકે, જે રીતે હોમીયોપેથીની કાર્સેજીન દવા ગાંધીનગરના નેતાઓ અને અધિકારીઓએ હડપ કરી હતી એવું રાજ્યભરમાં ન થાય તે માટે આ સમિતિ ધ્યાન રાખશે કે કેમ તે એક સવાલ છે. સત્તાધારી પક્ષના 1 કરોડ સભ્યો છે તેમને ત્યાં આ રસી પગ ન કરી જાય તે માટે ધ્યાન રાખવું પડશે. કારણ કે રસી આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થવાનો છે. લાગવગ અને સગાવાદ ચાલવાનો છે તેથી દરેક સ્ટોકની નોંધ રાખવી પડશે.

આરોગ્ય કર્મીઓ પહેલા

સચિવાલયના સૂત્રએ જણાવ્યું હતું કે, મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી કમિટી તાજેતરમાં પહેલીવાર મળી હતી. અઠવાડિયામાં એકવાર મળશે. સામાન્ય નાગરિકો માટે, હાલની ચૂંટણી બૂથ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મતદારોની બધી વિગતો જેમ કે ઉંમર, સરનામું અને અન્ય વિગતો ઉપલબ્ધ છે. મતદાર યાદીના આધારે લોકોને રસી આપવા માટે ખાસ બૂથ બનાવવામાં આવશે.

રસી આપવામાં આવી છે તેની ઓળખવા માટે નખ પર શાહી પણ લગાવવામાં આવશે. રસીકરણ કાર્યક્રમના અમલ માટે લાયકાત ધરાવતા સરકારી અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે કલેક્ટરને કહેવામાં આવશે. રસી સામાન્ય નાગરિકોને આપતાં પહેલાં આરોગ્ય સ્ટાફ, સરકારી અધિકારીઓ, વડીલોને પહેલાં આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ આમ કરવાની જાહેરાત કરી છે.

ઝાયડસ કેડિલા

ગુજરાતમાં અમદાવાદ ખાતે ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. અમદાવાદના ઝાડયસ કેડિલા પાર્ક (zydus cadila), હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા રસી બનાવી રહ્યાં છે.

6 શહેરોમાં માનવ પરીક્ષણ

કોરોના વાયરસ માટે સ્વદેશી વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયા ભારતમાં ખૂબ તેજીથી આગળ વધી રહી છે. ભારત બાયોટેક અને ઝાયડ્સ કેડિલાની વેક્સીનનું 6 શહેરોમાં માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. શુક્રવારનાં રોજ દિલ્હી સ્થિત એઇમ્સમાં એક 30 વર્ષીય વ્યક્તિને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘કોવેક્સીન’ નું 0.5 મિલીલીટર ઇંટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતુ. તે દિલ્હીનો પ્રથમ વ્યક્તિ હતો કે જેને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું.

ભારત બાયોટેક

ભારત બાયોટેક અને ઝાયડ્સ કેડિલા બંને કંપનીઓને ક્લિનિકલ ટ્રાયલનાં પ્રથમ અને બીજા ચરણની અનુમતિ આપવામાં આવી હતી. 15 જુલાઇ 2020નાં રોજ વેક્સીનની પ્રથમ રસી કોરોના ઉમેદવારોને આપવામાં આવી. બીજી બાજુ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ટૂંક સમયમાં જ ભારતમાં પરીક્ષણ કરવામાં આવશે. યૂનાઇટેડ કિંગ્ડમની ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાની સાથે કામ કરી રહેલી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટે જણાવ્યું કે, તેઓ નિયામકની મંજૂરી મળતા જ માનવ પરીક્ષણની શરૂઆત કરી છે.

ભારત બાયોટેકની કોવેક્સીનને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) અને નેશનલ ઇન્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) ની સાથે મળીને તૈયાર કરવામાં આવેલ છે. આ વેક્સીનનું 12 શહેરોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે હોસ્પિટલોમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે તેમાં દિલ્હી અને પટનાનાં એઇમ્સ અને પીજીઆઇ રોહતક શામેલ છે.

ઝાયડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન (જાઇસીઓવી-ડી) નું હાલમાં તેનું અમદાવાદમાં આવેલ શોધ કેન્દ્રમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ તેનું અનેક શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે. હૈદરાબાદ, પટના, કાંચીપુરમ, રોહતક અને હવે દિલ્હીમાં કોવેક્સીન પરીક્ષણ શરૂ થઇ ચૂકેલ છે. ત્યાર બાદ આ વેક્સીનનું પરીક્ષણ નાગપુર, ભુવનેશ્વર, બેલગામ, ગોરખપુર, કાનપુર, ગોવા અને વિશાખાપટનમમાં કરવામાં આવશે.