ગાંધીનગર, 02 સપ્ટેમ્બર 2020
આજથી ફરીથી વરસાદ શરૂં થયો છે. સળંગ 20 દિવસ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પારાવાર નુકસાન થયું છે. 5 લાખ ક્વિન્ટલ બિયારણ 2020ના ચોમાસા (ખરીફ)માં ખેડૂતોએ પોતાના ખેતરમાં નાંખ્યું હતું. જેમાં ડાંગરનું 43 હજાર ક્વિટનલને બાદ કરતાં 4.60 લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ખેતરમાં વાવણી કરી હતી. જેમાંથી 50 ટકા વિસ્તાર 30 દિવસથી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી નકામો થઈ ગયો છે. આમ ખેડૂતોએ રોપેલું 2.30 લાખ ક્વિન્ટર બિયારણનો ખર્ચ ખેડૂતોમને માથે પડ્યો છે. ઉપરાંત ખાતર, મજૂરી, ભાડું, સિંચાઈ, દવા જેવા અનેક ખર્ચાઓ ખેડૂતોએ કર્યાં છે.
કેન્દ્ર સરકારે 2015-16માં ખેડૂતોને સરેરાશ એક હેક્ટરે પાક માટે ખર્ચ કરવું પડે છે, તે રૂ.43128 આવે છે. ખેડૂતોના અંદાજ પ્રમાણે 2020માં આ ખર્ચ વધીને રૂ.50 હજાર આસપાસ થઈ ગયો છે. જેમાં બિયારણનો ખર્ચ એક હેક્ટરે રૂ.10 હજારની આસપાસ આવે છે. આમ 1 કરોડ હેક્ટર ખેતરમાંથી ઓછામાં ઓછા 50 લાખ હેક્ટરમાં રોપેલા બિયારણ વધું વરસાદને કારણે નિષ્ફળ ગયા છે. તેનું ખર્ચ ગણવામાં આવે તો રૂ.5 હજાર કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન તો માત્ર બિયારણમાં છે. એક હેક્ટરે ખેડૂતોને કુલ ખર્ચ રૂ.50 હજાર થાય છે.
20થી 30 દિવસથી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યાં છે તેથી પાકને વધું પાણી મળતાં તેના મૂળ કોહવાઈ ગયા છે. તેના પાન ખરી પડ્યા છે. છોડની ડાળખીઓ વધી છે. 50 ટકા ઉત્પાદનને સીધો જ ફટકો પડી શકે છે.
મગફળી, કપાસનો પાક તમામ સ્થળે નિષ્ફળ છે. વધું પાણી ભરાઈ રહેવાના કારણે ખરેખર તેમને વિમો મળવો જોઈએ પણ ગુજરાત સરકારે નવી કૃષિ નીતિ બનાવી છે તેમાં વિમો મળી શકે તેમ નથી. તૈયાર થયેલા ઉભા મોક સુકાઈ ગયા છે. ડાંગરને બાદ કરતાં આખા ગુજરાતમાં આવી હાલત છે. ઉત્તર ગુજરાતમાં 25 ટકા જેવું નુકસાન માનવામાં આવે છે. કારણ કે અહીંની જમીનમાં વરસાદનું બધું પણી ઉતરી જાય એવી રેતાળ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વની આદિવાસી પટ્ટી, દક્ષિણ ગુજરાતમાં પારાવાર નુકસાન થયું છે.
2020માં કયા પાકમાં કેટલું બિયારણ વપરાયું હતું તેની વિગતો કૃષિ વિભાગના અધિકારી દ્વારા આપવમાં આવી છે.
બિયારણની જરૂરીયાત અને વાવેતર સામે નુકસાન
પાક | ક્વિન્ટલ | નુકસાન ટકા |
મગફળી | 247614 | 60 |
કપાસ | 47500 | 60 |
સોયોબીન | 77000 | 50 |
તુવેર | 24635 | 40 |
મકાઈ | 69300 | 70 |
બાજરી | 7000 | 60 |
મગ | 11765 | 85 |
અડદ | 8685 | 80 |
તલ | 6350 | 100 |
દિવેલા | 11366 | 70 |
ડાંગર | 43275 | 05 |
કુલ | 475705 | — |
4.75 લાખ ક્વિન્ટર બિયારણની જરૂરિયાત સામે 10.33 લાખ ટ્વિન્ટર બિયારણ બજારમાં ઉપલબ્ધ હતું. પણ ખપત તો અડધી જ થઈ હતી. ખેડૂતોએ આ બિયારણમાંથી 1.40 લાખ ક્વિન્ટલ ગુજરાત બિજ નિગમ પાસેથી ખરીદ કર્યું હતું. કૃષિ યુનિવર્સિટી અને ગુજકો પાસે 39164 ક્વિટલ બિયારણ હતુ, 8941 ક્વિન્ટલ એન.સી.સી પાસે હતુ, ખાનગી કંપનીઓ પાસે 8,46,234 બિયારણ હતું એવું ખેતી નિયામકનું કહેવું છે. આ કુલ બિયારણમાંથી 50 ટકા વપરાયું હશે અને 50 ટકા પડી રહ્યું હશે.