ગાંધીનગર, 2 એપ્રિલ 2021
નવસારીના ગણદેવીના અમલસાડ નજીકના લુસવાડા – સારીબુજરંગ ગામમાં 12 વીઘા જમીન ધરાવતાં 60 વર્ષના મુકેશ પાણુભાઈ પટેલે ઓગ્રેનિક ખેતી છોડી દીધી છે. સારૂં ઉત્પાદન મળતું હોવા છતાં તેમણે ભૂંડના ત્રાસના કારણે સજીવ ખેતી છોડી દીધી છે. કારણ કે તેમના ખેતરમાં અળસીયાથી લઈને બીજા જીવોથી ખેતી સજીવ બની ગઈ હતી. તેથી તેમના ખેતરમાં ભૂંડ આવીને તે ખાવા લાગ્યા હતા. ખેતીને પારાવાર નુકસાન કરતાં હતા. તેથી તેમણે હવે રાસાયણિક ખાતરથી ખેતી ફરીથી ચાલું કરી છે.
સજીવ ખેતી છોડી
તેઓ બિલીમોરાની ખેત ઉત્પન્ન બજારમાં શાકભાજીનો નકામો કચરો લાવીને તેમને ખેતરમાં નાંખતાં હતા. બે વર્ષ સુધી તેમણે આ કચરો નાંખતા તેમની જમીન સારામાં સારી ઉપજ આપવા લાગી હતી. ખેત બજાર પોતે તેમને ખેતરમાં નાંખી જતાં હતા. ઉત્પાદન પણ વધી ગયું હતું. સજીવ ખેતી અને ખેત બજારનો કચરો નાંખવાના કારણે બે વર્ષમાં જ ચીકુ અને કેરીનું ઉત્પાદન 40 રૂપિયાથી વધીને 60-70 રૂપિયા થઈ ગયું હતું. પણ તેમણે હવે સજીવ ખેતી કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે ખેતરમાં આવીને ભૂંડ મોટું નુકસાન કરી રહ્યા છે. વળી તેઓ છાણીયું ખાતર વાપરતાં હતા તેથી પણ ભૂંડ વધારે આવવા લાગ્યા હતા.
ભૂંડના ટોળા ખેતરમાં
ડુક્કરનો નિકાલ કરવો અત્યંત જરૂરી છે એવું તે કહે છે. ડુક્કરને ઝેર આપવામાં આવે તો તે મરતા નથી. જો તેને પીવાનું પાણી મળી જાય તો જીવી જાય છે. ઘણાં ખેડૂતો ખેતરમાં કરંટ મૂકીને ડુક્કરને મારે છે. પણ રોજ રાત પડે છે અને ડૂક્કરના 40-50ના ટોળા આવી જાય છે. રાસાણિક ખાતર નાંખવાથી તેની ગંધથી ડુક્કર ખેતરમાં આવતાં નથી. હમણાં જ તેમણે નવી ચીલુના છોડ રોપેલા તે ભૂંડે ખોદી કાઢ્યા હતા. હવે તેઓ ભૂંડથી લાચાર બની ગયા છે. સરકારને અપીલ કરે છે કે, સરકારે ભૂંડનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ. શહેરના લોકો ખેતરમાં ભૂંડ છોડી જાય છે. તેની વસતી કૂદકેને ભૂસકે વધતી જાય છે.
મહાગુની વૃક્ષો
તેમણે 5 વર્ષ પહેલા મહાગુની 800 વૃક્ષો વાવેલા છે. જેની ઈમારતી લાકડા તકીકે નિકાસ થાય છે. રેલ્વેના પાટાની નીચે લાકડાના સ્લીપર તરીકે તે વપરાય છે. આ ખેડૂતને રાજ્ય સરકારે કેરી અને ચીકુમાં 30 ટકા વધું ઉત્પાદન માટે અને મહાગુની વૃક્ષની ખેતી કરવા માટે પુરસ્કાર આપેલો છે. તેમની આવી હાલત આજે છે. નકામી જગ્યામાં તેમણે આ વૃક્ષો ઉગાડેલા છે. 20 વર્ષે આ વૃક્ષ તૈયાર થાય છે. તેમણે 250 રક્ત ચંદનના વૃક્ષો પણ વાવેલા છે.
નીરો
ખજુરીનું વાવેતર કરેલું. નકામી જગ્યામાં રોપેલી છે. જેમાંથી તેઓ નીરાનું ઉત્પાદન કરવાના છે.
દેશમાં ભૂંડ
2012માં 10.29 મિલિયન ભૂંડ હતા જે 2019માં ઘટીને 9.06 મિલિયન ભૂંડ થઈ ગયા છે. જેમાં ગામડામાં 8.17 મિલિયન છે. જેમાં ગામડામાં 11.40 ટકાનો ઘટાડો થયો હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. શહેરોમાં 17.44 ટકાનો ઘટાડો થયો હોવાનું કેન્દ્ર સરકાર માને છે. ભારતમાં કુલ જાનવરો છે તેના 1.7 ટકા ભૂંડ છે.
સૌથી વધું ભૂંડ હોય એવા 10 રાજ્યોમાં ગુજરાત નથી એવું કેન્દ્ર સરકાર માને છે. ગુજરાતમાં 0.25 મિલિયનથી પણ ઓછા ભૂંડ છે.
ગુજરાતમાં માંડ 658 ભૂંડ – કૃષિ વિભાગ
ગુજરાતમાં કુલ ભૂંડ 658 છે, એવું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. જ્યારે ભારતમાં 82 લાખ ભૂંડ છે. આસામમાં 20 લાખ છે. જારખંડમાં 12 લાખ છે. 2012માં કુલ ભૂંડ 4279 ગુજરાતમાં હતા. 85 ટકાનો ઘટાડો થયો હોવાનું સરકાર માને છે. એક પણ ભૂંડ ન હોય એવા 16 જિલ્લા છે. અમદાવાદમાં 5354 ભૂંડને માંસ માટે કતલ કરવામાં આવી હતી. આખા ભારતમાં સૌથી ઓછામાં ઓછા ભૂંડ ગુજરાતમાં બતાવવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં શેરી કુતરાઓ 9.31 લાખ છે. ઉત્તર પ્રદેશમાં 20 લાખ કુતરા છે. વસતી ગણતરી પ્રમાણે 2012માં 2.53 લાખ કુતરા ઘટીને 2019માં 66 હજાર થઈ ગયા છે. 74 ટકાનો ઘટાડો થયો છે.
20 ટકા મગફળીને નૂકસાન
ગુજરાતમાં 11 લાખથી વધું જંગલી ભૂંડ હોવાનો અંદાજ વન વિભાગના અધિકારીઓ આપી રહ્યાં છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે તેને કરોડો રૂપિયાનું નુકસાન ભૂંડ મગફળી જમીનમાંથી ખોદીને કરે છે. 80 ટકા વિસ્તારમાં 20 ટકા મગફળીને ભૂંડ નુકસાન કરે છે.
દીપડાને ખોરાક તરીકે આપો
જો ભૂંડને દીપડાના ખોરાક તરીને આપવામાં આવે તો માનવ જીંદગી અને દૂધાળા પશુઓની જિંદગી બચાવી શકાય છે. 18 હજાર ગામમાંથી 90 ટકા ગામોમાં ભૂંડ છે. 2400 દીપડા ગુજરાતમાં છે. જેને દર બે દિવસે એક ભૂંડ આપી શકાય તેમ છે. તો પ્રજાના કરોડો રૂપિયા બચી શકે.
10 હજાર કરોડનું નુકસાન
ભૂંડના કારણે ખેતીની 54 લાખ હેક્ટર જમીનમાંથી 10 લાખ હેક્ટર જમીનમાં નુકસાન રૂપિયા 10 હજાર કરોડનું નુકસાન કરતાં હોવાનો અંદાજ ખેડૂત સંગઠનો મૂકી રહ્યાં છે. ઓછામાં ઓછા 7 હજાર ગામોમાં ભૂંડનો ત્રાસ છે.
આ પણ વાંચો
79 હજાર પશુઓના જનીનઅંગ સરકારે એક વર્ષમાં કાપી નાંખ્યા, દૂધ પીવું કે નહીં ?
2016
23 નવેમ્બર 2016માં ખેતરમાં ઊભેલા પાકને બચાવવા માટે કાંટાળી લોખંડના વાયરની વાડ કરવા માટે રૂપિયા 750 કરોડ આપ્યા હતા. જે તે અગાઉ 15 વર્ષમાં 13 હજાર ખેડૂતોને રૂપિયા 30 કરોડ આપ્યા હતા.
આ દિવસે નિતિન પટેલે જાહેર કર્યું હતું કે, 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 186770 નીલ ગાય અને 179500 જંગલી ભૂંડ હતા. કચ્છમાં 11320 ભૂંડ હતા. એક મીટરના રૂપિયા 300 નક્કી કરાયા હતા.
નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા