[:gj]વિશ્વ અર્થશાસ્ત્રી અભિજિત મમતાના આર્થિક સલાહકાર, જો મોદી દેશના સહાલકાર બનાવતાં નથી ? [:]

[:gj]નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી કોરોના બાદ પશ્ચિમ બંગાળના આર્થિક અને સામાજિક સંકટને પહોંચી વળવા મમતા બેનર્જીના સલાહકાર જાહેર કરાયા છે. દેશવા વડાપ્રધાન પાસે એક તક છે કે તેઓ વિશ્વના જાણિતા અર્થશાસ્ત્રી અભિજિતને ભારતના આર્થિક સલાહકાર તુરંત જાહેર કરે. એવું જ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે વિશ્વ વિખ્યાત ટેકનોક્રેટ શામ પિત્રોડાને પોતાના સલાહકાર બનાવવા જોઈએ. પિત્રોડા ગુજરાતના છે. તેમણે ભારતમાં મોબાઈલ ફોન ટેકનોલોજીની ક્રાંતિ લાવી હતી.

આમ જો મમતા કરી શકતાં હોય તો વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી કેમ ન કરી શકે. આજે ભારતને રઘુરામન જેવા સલાહકારની જરૂર છે. વડાપ્રધાને દેશ હિતમાં આ જાહેરાત કરવી જોઈએ એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન  મમતા બેનર્જીએ કહ્યું, ‘લોકડાઉનને કારણે રાજ્યની આવક માટે કોઈ આવક નથી. અમને ખબર નથી કે આ પરિસ્થિતિ કેટલા સમય સુધી ચાલશે. આપણે ભવિષ્ય માટે યોજના તૈયાર કરવાની છે. લોકડાઉન સમાપ્ત થયા પછી પણ આર્થિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલવાની સંભાવના ઓછી છે. નોબેલ વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીને સલાહકાર બનાવ્યા છે.

મમતા બેનર્જી સરકારે  આર્થિક અને સામાજિક સંકટને પહોંચી વળવા માટે તેમની ટીમમાં નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીનો સમાવેશ કર્યો છે. રાજ્યની આવક પર પણ વિપરીત અસર પડી છે.

અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ 28 માર્ચે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને લોકડાઉનને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્ય માટે 25,000 કરોડના પેકેજને મુક્ત કરવાની માંગ કરી છે. રાજ્ય દ્વારા લેવામાં આવતી લોન પર વ્યાજ ચુકવણીમાં પણ છૂટ આપવામાં આવે. પશ્ચિમ બંગાળને વાર્ષિક 50,000 કરોડનું વ્યાજ ચૂકવવું પડે છે.[:]