17-06-2019ના રોજ પ્રિષા પંડ્યાએ ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને કિકિંગના તમામ વિક્રમ તોડી નાંખ્યા હતા.
તામિલનાડુની એક મહિલા દ્વારા ૨૦૧૮માં ત્રણ મિનીટમાં ૧૭૭ કીક મારવોનો રેકર્ડ હતો તેને તોડી પાડતી પ્રિષા પંડ્યા
ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસ્ માં વિશ્વ વિક્રમ માટે થશે દાવેદારી : વડોદરામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ની કિંકિંગનો યોજાયો કાર્યક્રમ
વડોદરાની આઠ વર્ષની દીકરી પ્રિષા પંડ્યાએ કિકિંગના યોજાયેલા એક કાર્યક્રમમાં ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. માત્ર આઠ વર્ષની વિદ્યાર્થીનીએ ફીમેલ કેટેગરીમાં તામીલનાડુની આર લુથરાનો ત્રણ મિનીટમાં ૧૭૭ કીકનો વિક્રમ તોડી નાંખ્યો હતો. તેવી જ રીતે અમેરિકા સ્થિત ભારતીય યુવાન ત્રણ મિનીટમાં ૨૮૬ કીક મારવાના જનરલ કેટેગરીના રેકર્ડને પણ તોડી નાંખ્યો હતો.
વડોદરાની ડી.આર.અમીન સ્કુલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રિષા પંડ્યાએ વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોત સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ‘ની સ્ટ્રાઇક’નો નવો વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. જેમાં તેણે એક પગના ઘૂંટણથી ત્રણ મિનીટમાં ૪૦૧ બોક્સિંગ કિક મારી હતી. પ્રીષા પંડ્યાને બબલુ સાવંત નામના તેના કોચ દ્વારા આ વિશ્વ વિક્રમ માટે શારીરિક તેમજ માનસીક રીતે તૈયાર કરવામાં આવી હતી. પ્રિષા પંડ્યાના પિત કિનલ પંડ્યા વ્યવસાયી છે જ્યારે તેના દાદા રંગભૂમિના કલાકાર છે.
પ્રિષા પંડ્યાએ ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને કિકિંગના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. આટલા સમયગાળામાં આટલી કીક મારવાના આ વિશ્વ વિક્રમ અંગે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસ માટે દાવેદારી કરવામાં આવશે. જેના નિતિ નિયમ મુજબ જવાબદાર એવા અધિકારીઓની ઉપસ્થિતીમાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો.
ખાસ નોંધનીય બાબત તે બહાર આવી છે કે, પ્રિષા પંડ્યાએ છેલ્લા કેટલાક સમયથી જંકફુડ ખાવાનું બંધ કરી દીધુ છે. આ ઉપરાંત મોબાઇલ પણ તેણે ત્યજી દીધો હતો. અલબત્ત મોબાઇલ પર વધુ પડતી રમતના કારણે તેની શારીરિક તથા માનસિક રીતે અસર થઇ ગઇ હતી. ત્યાર બાદ તજજ્ઞો દ્વારા તેના માતા-પિતાને મળેલી સલાહ મુજબ તેને છેલ્લા છ મહિનાથી બબલુ સાવંત દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેમાં આટલી ઓછી વયે અને આટલા ઓછા સમયગાળામાં વિશ્વ વિક્રમ સુધી પહોચી શકે તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યુ હતુ.