[:gj]કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા [:]

[:gj]દિલીપ પટેલ

અમદાવાદ, 23 એપ્રિલ 2020

ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે.

આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવા એક પણ પ્રોજેક્ટ કોરોનામાં લોકોને વાહન લઈને બહાર જતાં રોકવા અને સજા કરવામાં સફળ થયા નથી. પ્રજાના પૈસાનું પાણી ભાજપની સરકારે કરી નાંખ્યું પણ તેનો જોઈએ એવો ફાયદો થયો નથી.

તેના કરતાં ભાડાંના ડ્રોન સર્વેલન્સ વધારે સફળ છે.

ડ્રોનના સર્વેલન્સથી 288 ગુનાઓ નોંધાયા છે. આજદિન સુધીમાં 7533 ગુના દાખલ કરીને 15587 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV  નેટવર્ક દ્વારા 55 ગુના નોંધીને 78 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં 1390 ગુના નોંધી 2274 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.

રહેણાંક વિસ્તારના CCTV મારફત 154 ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં 264 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

કરોડોનો પ્રોજેક્ટ કોરોનામાં કામ ન આવ્યો

રાજ્યના તમામ 2.52 કરોડ વાહનોમાં હાઇ સિક્યુરિટીવાળી HSRP નંબર પ્લેટ રૂ.500 કરોડ લોકો પાસેથી ઉઘરાવીને લગાવી દેવામાં આવી છે. બાઈકની 150 રૂ. તેમજ કારની 450 રૂ. ફી લેવામાં આવી હતી.

HSRP નંબર પ્લેટ જેવી આધુનિક સાધનો લાવી દેવાયા છે. પણ કોરોના કે કરફ્યુમાં આ પ્રોજેક્ટ સફળ થવો જોઈએ તે થયો નથી. માત્ર ઠેકેદાર, સરકાર અને અધિકારીના  ખીસ્સા ભરાયા છે. વાહન માલિક પાસે કરોડો રૂપિયાની ફી વસૂલી લીધી છે.

પણ વાહનો પકડવામાં આ ટેકનોલોજી કોઈ કામ આવી નથી.

તો પછી. HSRP નંબર પ્લેટ ફરજિયાત કરી તેનો ફાયદો શું ? લગાવેલ ચીપ પરથી ગાડીની તમામ વિગતો આસાનીથી મેળવી શકાય છે. કોરોના જેવી કટોકટીના સમયે આ નંબર પ્લેટ ઉપયોગી સાબિત થઈ શકે તેમ હતી. પણ થઈ નથી.

ચીપને વાંચનાર મશીનો પણ નથી. ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ ફોનમાં RTO સંલગ્ન અનેક એપ છે. જેમાં માત્ર વાહન નંબર નાખવાથી વાહનની તમામ ડિટેઈલ સરળતાથી મળી શકે છે. તો પછી મોંઘી તે પણ દરેક મોબાઈલમાં તો આ નંબર પ્લેટનો જ આગ્રહ શું કામ? નંબર જ ઊડી ગયાં હોવાથી મોટું કૌભાંડ ભાજપ સરકારમાં થયું હતું.

રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ,

સોશીયલ મીડિયા દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇ કાલે 16 ગુના મળી અત્યાર સુધીમાં 402 ગુના દાખલ કરીને 767 આરોપીની અટકાયત કરી છે.

વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 94 અને 52 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

ANPR દ્વારા આજદિન સુધીમાં 326 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે.

કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 15 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં 198 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.[:]